પાન મસાલા કંપની પર છાપો મારતા, 45 લાખ રૂપિયા જબ્ત કરવામાં આવ્યા હતા…

7

ગોરખપુરના સેન્ટ્રલ ઓબ્જેક્ટ અને સર્વિસ ટીમએ શુક્રવારે મેસર્સ ગંગા ટ્રેડર્સ પાન મસાલા કંપનીના ૧૦ ઠેકાણે છાપો માર્યા. આ દરમ્યાન બધા દસ્તાવેજ, ઇલેક્ટ્રિક ઉપકરણ જબ્ત કરવાની સાથે જ ૪૫ લાખ રૂપિયા સીઝ કરી દીધા છે. કંપનીના માલિકે ટેક્સ રૂપે એક કરોડ રૂપિયા રોકડા જમા કરતા એક અઠવાડિયાની અંદર એક કરોડ વધારે જમા કરાવાનો ભરોસો આપ્યો છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓફિસર અરવિંદના જણાવ્યા અનુસાર કંપનીમાં પ્રથમ દ્રષ્ટિએ લગભગ અઢી કરોડ રૂપિયાની કર ચોરી સામે આવી છે. તપાસ ચાલુ છે. આ રકમ વધી પણ શકે છે.

મેસર્સ ગંગા ટ્રેડર્સ પાન મસાલા કંપનીના રજીસ્ટ્રેશન શ્રીલાલ મંઝાનીના નામથી છે. એનું કામ દિલીપ ગુરુનાની અને મોહન ગુરુનાની જુવે છે. દિલીપ અને મોહન જટેપુર આવેલ બે આવાસ, તેનુઆ ટોલ પ્લાઝામાં આવેલ ઓફિસ, ખૂનીપુર અને ધસી કટરા સ્થિત પ્રતિષ્ઠાનો પર એક સાથે છાપાની કાર્યવાહી કરવામાં આવી. વારાણસીથી આવેલ સંયુક્ત આયુક્ત આશુતોષના નેતૃત્વમાં ટીમે સવારે ૧૦ વાગ્યાથી તપાસ શરૂ કરી તો કર ચોરીનો મામલો સામે આવ્યો. એક દુકાનમાંથી ૩૭ લાખ અને બીજી દુકાનમાંથી ૮ લાખ રૂપિયા રોકડા મેળવામાં આવ્યા છે.

હિસાબોની તપાસ કરવામાં આવી તો રોકડ રકમનો હિસાબ મળ્યો નહિ. એના કારણે રકમ સીલ કરી દેવામાં આવી. અધિક્ષક ચંદ્રશેખર આઝાદ યાદવ અને અરવિંદની અગ્રણી ટીમએ દરેક દસ્તાવેજ, કમ્પ્યુટર, મોબાઈલ સહીત અન્ય સંશાધનોની તપાસ કરી. માલ અને વેપાર સંબંધિત જાણકારી પણ લેવામાં આવી. કાર્યવાહીમાં એસએસપી ડૉ. સુનીલ ગુપ્તાનો સહયોગ રહ્યો. અલગ અલગ સ્થળે છાપા દરમ્યાન ટીમને સુરક્ષા આપવામાં આવી હતી.

ઇન્કમટેક્ષ વિભાગને જાણકારી આપી.

પાન મસાલા કંપની પર કાર્યવાહીની જાણકારી ઇન્કમટેક્ષ વિભાગને આપવામાં આવી છે. હવે ઇન્કમટેક્ષ વિભાગ પણ દસ્તાવેજની તપાસ કરશે. મોટા પ્રમાણમાં રોકડ રકમ મેળવામાં અને કર ચોરીની જાણકારી ચુંટણી આયોગને પણ આપવામાં આવશે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસના ઓફિસરોનું કહેવું છે કે આચાર સંહિતા લાગુ છે. એટલા માટે કાર્યવાહીની  જાણકારી ચુંટણી પંચને આપવી જરૂરી છે.

કાર્યવાહીથી ધમાલ.

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસની કાર્યવાહીથી ખૂનીપુર અને સાહબગંજ બજારમાં ભાગદોડનો માહોલ રહ્યો. સવારે છાપાની જાણકારી મળ્યા પછી ઘણા દુકાનદારો બજારમાં ન આવ્યા. ઘણી દુકાનોના શટર બંધ રહ્યા. જો કે પછી સ્થિતિ સામાન્ય થઇ ગઈ. પછી ખબર પડી કે તપાસ એક પાન મસાલા કંપની સુધી જ મર્યાદિત છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment