પાંડવોમાં દ્રૌપદીને લઈને કેમ નહતો થતો વિવાદ, જાણો દ્રૌપદીનું આ રહસ્ય…

19

મહાભારત કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધના કારણે ઓળખાય છે. મહાભારતની કથા જેટલી રોચક છે એટલી જ ચોકાવનારી પણ છે. મહાભારતમાં એવા ઘણા પાત્ર હતા જેના કારણે મહાભારતની દરેક ઘટનાને યાદ કરવામાં આવે છે. બધા પાત્રોમાં દ્રૌપદી પણ એક મુખ્ય પાત્ર હતી. દ્રૌપદીના લગ્ન પાંચો પાંડવો સાથે થયા.

માન્યતા પ્રમાણે નારદજીએ પાંચો પાંડવો અને દ્રૌપદી વચ્ચે દરેક વચ્ચે રહેવાના અમુક નિયમ બનાવ્યા હતા જેનું પાલન બધા કરે છે. નિયમ અનુસાર જ્યારે એક ભાઈ દ્રૌપદી સાથે એકાંતમાં રહેતો તો એ સમયે બીજો કોઈ ભાઈ જઈ શકતો નહિ. આ નિયમ તોડવા પર ૧૨ વર્ષ સુધી જંગલમાં એકલા બ્રમ્હચારીનું જીવન વિતાવું પડતું હતું.

આના સિવાય દ્રૌપદીએ પણ પાંચો પતિઓ સાથે ખરેખર તાલમેલ રાખતી હતી જેના કારણે ક્યારેય પણ પાંડવોમાં દ્રૌપદીને લઈને વિવાદ ન થયો. પ્રશ્ન ઉભો થાય છે કે એની પાસે એવું કયું મંત્ર અથવા મેનેજમેન્ટ હતું જેનાથી તેણી પોતાના પતિઓ વચ્ચે તાલમેલ બનાવીને રાખતી હતી.

એક વખત ભગવાન શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ દ્રૌપદીને આ મેનેજમેન્ટનું રહસ્ય પૂછી લીધું. દ્રૌપદીએ સત્યભામાના પ્રશ્નનો જવાબ આપતા જે જણાવ્યું એને કોઈ છોકરી સમજી લે તો એનું વૈવાહિક જીવન હંમેશા ખુશહાલ થશે.

દ્રૌપદી કહે છે સૌથી જરૂરી છે તમારું ચરિત્ર સારું હોય. એના માટે તમારે એવી મહિલાઓથી બચવું જોઈએ જેનું ચરિત્ર સારું ન હોય. દુશ્ચરિત્ર સ્ત્રી સાથે સંપર્ક તમારુ ચરિત્ર પણ ખરાબ કરે છે અને આનાથી તમારું મ્યુચુઅલ તાલમેલ બગડી જાય છે. દ્રૌપદી કહે છે તે હંમેશા આ વાતોનું ધ્યાન રાખે છે.

છોકરીઓને વધારે દરવાજે અથવા બારીઓમાંથી નજર નાખવી જોઈએ નહિ. આ પ્રકારનું વર્તન સ્ત્રીના ચરિત્ર માટે સારું નથી હોતું. જે સ્ત્રી આ વાતનું ધ્યાન રાખે છે એના લગ્ન જીવનમાં મ્યુચુઅલ ટ્રસ્ટ વધે છે.

દ્રૌપદીએ જણાવ્યું કે પતિને વશમાં કરવા માટે તંત્ર મંત્ર, જાદુ અને જડી બુટીયોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. એકબીજાનો પ્રેમ વધારીને પતિને જીતી શકાય છે.

પોતાના સંબંધોની બધી જાણકારી રાખવી જોઈએ. સંબંધો વચ્ચે તમારે કેવો તાલમેલ રાખવો જોઈએ એ વાતની પણ સમજ જરૂરી છે.

કોઈપણ એવી વાત પતિ અને એમના સંબંધીઓને ન કહેવી જોઈએ જેનાથી એમને તકલીફ પહોંચે. દ્રૌપદીએ કહ્યું કે તેણી હંમેશા આ વાતનું ધ્યાન રાખે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment