રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવો હવે ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને….

133
paneer-butter-masala

પનીર બટર મસાલા

 પનીર બટર મસાલા, એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટમાં વેચાતું શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. વેકેશન માં જરૂર ટ્રાય કરજો , બાળકો અને મોટા બધા જ ખુશ થઈ જશે.

સામગ્રી ::

• 250 gm તાજું પનીર, મોટા ચોરસ ટુકડા કરવા,
• 3 થી 4 મધ્યમ સાઈઝ ના પાકા ટામેટા,
• 2 ચમચી કસૂરી મેથી ,
• 3 ચમચી તાજી સમારેલી કોથમીર,
• 2 ચમચી લાલ મરચું,
• 1 ચમચી ધાણા જીરું,
• 1/2 ચમચી ગરમ મસાલા,
• 1/2 ચમચી હળદર ,
• મીઠું ,
• 2 ચમચી તેલ,
• 1 ચમચી બટર,
• પનીર ફ્રાય કરવા થોડું ઘી,

પેસ્ટ બનવવા માટે

• 2 લવિંગ,
• 2 લીલી ઈલાયચી,
• 1.5 ચમચી જીરું,
• 3 ચમચી મગજતરી ના બીજ ,
• 1/4 વાડકો કાજુ ના ટુકડા,
• થોડા ટીપા તેલ.

રીત ::

સૌ પ્રથમ પેસ્ટ બનાવવા માટે ની બધી સામગ્રી ને કડાય માં હલકા શેકી લો. સામગ્રી બળવી ના જોઈએ. ઠરે એટલે થોડું ઉમેરી એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો.

કડાય માં થોડું ઘી ગરમ કરો. ત્યારબાદ એમાં પનીર ના ટુકડા શેલો ફ્રાય કરી લો. બહુ કડક નથી કરવાના, કિનારી હલકી બ્રાઉન થાય એટલા જ તળવા. આમ કરવા થી સ્વાદ ડબલ થઈ જશે.

કડાય માં ઘી, તેલ ગરમ કરો. એમાં ટામેટા ની પ્યુરી ઉમેરી સાંતળો. થોડું મીઠું અને હળદર છાંટો. જ્યાં સુધી તેલ છૂટું ના પડે સાંતળો. ત્યારબાદ એમાં કસૂરી મેથી , બધા મસાલા અને કાજુ ની પેસ્ટ ઉમેરો.

સરસ રીતે મિક્સ કરી 1 વાડકા જેટલું પાણી ઉમેરો. મિક્સ કરી 1 મિનિટ ઉકાળો. ત્યારબાદ એમાં પનીર ના ટૂકડા ઉમેરી મિક્સ કરો. અને ફરી થોડી સેકેન્ડ માટે પકાવો.

બારીક સમારેલી કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો.. આ શાક આપ રોટી , કુલચા કે નાન સાથે પીરસી શકો છો.

નોંધ ::
• મેં અહીં ડુંગળી , લસણ વગર ની રીત બતાવી છે , આપ ચાહો તો ડુંગળી , લસણ પણ ગ્રેવી માં ઉમેરી શકો. જે મિત્રો ડુંગળી લસણ વાપરવા ઈચ્છે છે એમણે 2 થી 3 ટીપા તેલ માં ડુંગળી લસણ ને શેકવા. બ્રાઉન થાય એટલે મિક્સર માં પેસ્ટ બનાવી લેવી. જેને ટામેટા ની પેસ્ટ સાથે શેકવી.

• ઘરનું બનાવેલ તાજું પનીર આ રેસિપી માટે બેસ્ટ છે, છતાં આપ સગવડ પ્રમાણે બજાર નું પણ વાપરી શકો.

• મેં અહીં કાજુ ઉમેર્યા છે એટલે ફ્રેશ ક્રીમ નથી ઉમેર્યું , આપ ચાહો તો ઉમેરી શકો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment