પનીર બ્રેડ રોલ કેવી રીતે બને છે ?

88

હવે ઘરે ૫ મીનીટમાં સરસ નાસ્તો બનાવો. જો તમારા બાળકોને સ્કુલમાં બહુ મોડું થતું હોય તો ઝડપથી પનીર બ્રેડના રોલ તે બાળકોના નાસ્તા બોક્ષમાં અને જમવામાં પણ લઇ શકાય છે. પનીર બ્રેડરોલ બનાવવા માટે અલગ જ રીત છે . બ્રેડનો ક્રીસ્પી સ્વાદ અને પનીર તે બંનેને મિક્ષ કરીને સરસ બનાવી શકાય છે. તેમાં ચટણીનું મહત્વ વધારે છે. આજ ના જમાનામાં લોકો વધારે વ્યસ્ત થઇ ગયા છે. લોકોને જમવાનો પણ સમય મળતો નથી, અને તેથી ઝડપથી બને તે વસ્તુ બનાવતા હોય છે. તો આ વાનગી તેમના માટે છે. તેને બનાવવુ ખુબજ સરલ છે અને થોડાક જ સમયમાં બની જાય છે. તો ચાલો જાણીએ તે કઈ રીતે બને છે અને તે બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે.

સામગ્રી :

બ્રેડ ૬ કટકા, માખણ ૧ કપ, આદુંની પેસ્ટ ૧ ચમચી, કાશ્મીરી લાલ મરચા પાવડર ૨ ચમચી, જીરું પાવડર ૧/૪ ચમચી, ગરમ મસાલો ૧/૪ ચમચી, ટમેટાનો સોસ ૨ ચમચી, આમચૂરણ પાવડર ૧/૪ ચમચી, કોથમીર, મીઠું ૧/૪ ચમચી, લીલી ચટણી ૪ ચમચી, ઘી અથવા તેલ ૨ કે ૩ ચમચી

બનાવવા માટેની રીત :

૧) સૌથી પેલા એક વાટકામાં માખણ નાખો.

૨) પછી તેમાં આદું લસણ નો પેસ્ટ, કાશ્મીરી મરચું, જીરા પાવડર, ગરમ મસાલા, ટમેટાનો સોસ, આમચુરણ પાવડર, કોથમીર અને મીઠું નાખીને મિક્ષ કરો.

૩) અને હવે પનીર ભરવા માટે તૈયાર થઈ ગયું છે

૪) પછી બ્રેડને લો અને તેને નીચેના ભાગથી દુર કરીને કટ કરો.

૫) પછી મોટું અથવા નાનું વણી લ્યો.

૬) પછી તેના પર લીલીચટણી નાખીને બધી બાજુથી મિક્ષ્ કરવું.

૭) પછી પનીરનું થોડું મિશ્રણ લઇ તેને દબાવી રાખો.

૮) પછી બ્રેડમાં રાખીને તેનો રોલ બનાવવો.

૯) હવે ગેસ પર લોઢી રાખો અને તેમાં થોડુક તેલ નાખીને બ્રેડના રોલને તેમાં મુકો.

૧૦) હવે ધીમાં ગેસ પર તેને પકાવો. પછી બ્રશથી બ્રેડપર થોડુક તેલ લગાવો.

૧૧) પછી તેને પલટાવો અને ચારેબાજુથી પકાવો.

સુચના :

તાજા માખણનો ઉપયોગ કરવાનો છે. તમે લીલા શાક્ભાજી નો પણ ઉપયોગ કરી શકો છો. લીલી ચટણી નો ઉપયોગ કરવાથી સ્વાદ ખુબજ સરસ થશે. જો તમારી પાસે લીલી ચટણી ના હોય તો તેની જગ્યાએ પીઝા પાસ્તા સોસનો ઉપયોગ કરી શકો છો.

તો આ હતા અમારા આજના પનીર બ્રેડ રોલ. મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment