પપૈયું ખાઈને તંદુરસ્ત રહેવાના 6 ફાયદાઓ

40

સ્વાદમાં મીઠા, રસીલા અને પાકેલા પપૈયા તમારા આરોગ્ય માટે ખુબજ લાભદાયક છે. પાકેલા પપૈયાને તમારા આહારના લીસ્ટમાં ચોક્કસ સ્થાન આપવું જોઈએ. તો ચાલો આજે અમે તમને પપૈયાના અમુક ફાયદા વિશે જણાવીએ.

૧.) પપૈયું કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે :

પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન્સ C તથા એન્ટી ઓક્સીડેંટ આવેલા હોય છે. તે તમારા શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં અને ઘટાડવામાં ખાસ મદદરૂપ થાય છે. અને અસરકારક રહે છે.

૨.) વજન ઘટાડવામાં પપૈયું મદદરૂપ થાય છે :

જો તમે તમારું વજન ઘટાડવાનું વિચારતા હો તો તમારા ડાયેટના ચાર્ટમાં પપૈયાને ચોક્કસ સામેલ કરો. એક મીડીયમ સાઈઝના પપૈયામાં સરેરાશ 120 કેલેરી હોય છે. જેથી વજન ઘટાડવામાં પપૈયું ખાસ મદદરૂપ થાય છે.

૩.) પપૈયું ઈમ્યુન પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખાસ મદદરૂપ થાય છે :

જો તમારી ઈમ્યુન પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમને બીમારીઓ આવવાની શક્યતા ઘણી જ ઓછી રહેશે. સામાન્ય બીમારીઓ તમારાથી દુર રહેશે. પપૈયું તમારા શરીર માટે આવશ્યક અને જરૂરી વિટામિન્સ C ની જરૂરીયાતને પૂરી પાડે છે. એટલે જો તમે દરરોજ અમુક માત્રામાં પપૈયું ખાવાનું રાખશો તો તમને બીમાર પડવાની શક્યતાઓ ઘણી જ ઓછી રહેશે.

૪.) સારી રીતે ડાઈજેશન માટે એટલે કે પાચન માટે ખુબજ ઉપયોગી :

પપૈયું તમારા શરીરના પાચનતંત્રની શક્તિને વ્યવસ્થિત રાખવા માટે ખાસ મદદરૂપ થાય છે. પપૈયામાં કેટલાય પ્રકારના પાચક એન્જાઈમર્સ આવેલા હોય છે. તે સાથે તેમાં કેટલાય ડાઈટ્રી ફાઈબર્સ પણ હોય છે. જેના કારણે તમારા શરીરની પાચનક્રિયા ડાઈજેશન પ્રક્રિયા સારી રહે છે.

૫.) આંખોની રોશની વધારે છે :

પપૈયામાં વિટામીન A પર્યાપ્ત માત્રામાં હોય છે. વિટામીન A આંખોની રોશની વધારવાની સાથે વધતી ઉમર સાથે જોડાયેલ અમુક મુશ્કેલીઓને પણ દુર કરવામાં લાભદાયક છે.

૬.) પપૈયું ખાવાથી પીરીયડસ દરમ્યાન થતા દર્દમાં રાહત મળે છે :

જે મહિલાઓ, સ્ત્રીઓ કે યુવતીઓને પીરીયડસ દરમ્યાન દર્દ કે દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય તેમને પપૈયું ખાવાની ખાસ સલાહ આપવામાં આવે છે. પપૈયું ખાવાથી એક બીજો પણ ફાયદો થાય છે, જેમને પીરીયડ આવતું હોય તેમની પીરીયડ સાયકલ પણ સમયસર રહે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment