પરફેક્ટ નવવધુ બનવા માટેની 5 ટીપ્સ

26

લગ્નનો દિવસ દરેક કન્યા માટે એક ખાસ દિવસ હોય છે. સાત ફેર ફર્યા પછી તે એક નવા ઘર અને સંબંધો સાથે બંધાઈ જાય છે. ઘણી રસમો અને રિવાજોની વચ્ચે તેને દરેક નાની મોટી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તે દરેક સમયે એવા પ્રયત્નમાં રહેતી હોય છે કે તેનાથી ભૂલથી પણ કંઇક એવું ન થઇ જાય કે જેના કારણે અન્ય બીજા કોઈને પણ ખરાબ લાગી જાય કે દુ:ખ થાય, દિલ દુભાય પરંતુ આમ જુઓ તો દરેકને ખુશ રાખવા કોઈપણના હાથની વાત નથી. (ઈશ્વર પણ દરેકને ખુશ રાખી શકતા નથી તો આપણે તો સામાન્ય માનવી છીએ.) પણ હા, દરેકને ખુશ ન રાખી શકીએ પણ ખુશ રાખવાના પ્રયત્ન જરૂર કરી શકીએ. જેથી લગ્નના દિવસે આ 5 બાબતોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ લગ્ન સમયે ધ્યાનમાં રાખવા જેવી અમુક ટીપ્સ.

૧.) દરેક સમયે નાની મોટી વાત પર તમારો મૂડ ન ગુમાવશો :

લગ્નના દિવસે ફરિયાદો કરવાથી બચવું. હંમેશા કન્યાઓ છોકરીઓ નાની નાની બાબતને લઈને ફરિયાદો કરવાનું શરૂ કરી દયે છે. જેથી તમે ફરિયાદ કરીને તમારો મૂડ તો ખરાબ કરો જ છો પણ સાથે સાથે સામે વાળાનો અને બીજાઓનો મૂડ પણ ખરાબ કરીને તેમને પણ ખરાબ લાગે તેવું વાતાવરણ ઊભું કરો છો. માટે તમારે નાની નાની વાતમાં મગજને કંટ્રોલમાં રાખવા પ્રયત્ન કરવો.

૨.) ડ્રીંક કરવાનું ક્યારેય ભૂલથી પણ વિચારશો નહિ :

એક બાબત ખુબજ જરૂરી છે કે તમે તમારા લગ્ન સમયે વધારેમાં વધારે સરળ, સ્વસ્થ અને મક્કમ રહો. હસી ખુશી મોજ મજાક મસ્તી અને આનંદના આવા વાતાવરણના સમયે જયારે પણ તમારી આસપાસના લોકો કદાચ ડ્રીંક શરાબ પી રહ્યા હોય તો તેનાથી બચતા રહી અલગ થઇ જવું. દુર જતું રહેવું તે તમારા હિતમાં ફાયદામાં છે.

૩.) મેક અપ કરવામાં ખાસ ધ્યાન રાખવું :

એક બાબત ખાસ જરૂરી છે કે તમારા લગ્નના દિવસે તમે સુંદર અને આકર્ષક દેખાવ, પણ એવું ક્યારેય ન વિચારશો કે તમે જેટલો વધારે મેક અપ કરશો તેટલા વધારે સુંદર દેખાશો. વધારે મેક અપ કરવાથી તમે સુંદર દેખાવને બદલે હાસ્યાસ્પદ અને કાર્ટુન ગર્લ ચોક્કસ દેખાશો. જેથી વધુ મેક અપ કરવાથી બચવું. મેક અપના થથેડા ન કરવા

૪.) લગ્નના માહોલમાં મગજને શાંત રાખવું :

આમ જુઓ તો લગ્ન એક લાંબી પ્રક્રિયા છે. જેમાં તમારે તમારું ધૈર્ય જાળવી રાખવું ખાસ જરૂરી હોય છે. અનેક લોકો તમને આ પ્રસંગે મળવા આવશે. જેને તમારે સારી રીતે મળવું જોઈએ. આવા સમયે તમારે ધૈર્ય જાળવી રાખવું ખાસ જરૂરી હોય છે. દરેક સાથે હસી ખુશીથી વાતો કરવી જોઈએ.

૫.) X બોય ફ્રેન્ડને ભૂલથી પણ તમારા લગ્નમાં બોલાવશો નહિ :

ક્યારેય પણ બોય ફ્રેન્ડ કરવાની ભૂલથી પણ ભૂલ કરવી નહિ. હા, બોય ફ્રેન્ડ કરતા પહેલા તેના વિશે દરેક બાબતની જાણકારી મેળવી લેવી. અને જો તેની બોય ફ્રેન્ડમાંથી જીવન સાથી બનવાની પાક્કી ગણતરી હોય તો જ આ પગલું ભરવું. બાકી મોજ મજા મસ્તી માટે કે ટાઈમ પાસ માટે ક્યારેક પણ આવું વિચારવું નહિ. જીવન બરબાદ કરવું નહિ. મૂળ વાત, ભૂલથી પણ તમારો જો કોઈ X બોય ફ્રેન્ડ હોય તો તેને તમારા લગ્નમાં આમંત્રણ આપવું નહિ. અન્યથા તમારા લગ્નમાં મુશ્કેલી ઉભી થવાનો સંભવ રહે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment