આજે જાણીએ આપણા ગુજરાતના એક ગામ વિષે જ્યાં રાજધાની એક્સ્પ્રેક્ષને પણ સ્ટોપ લેવું પડે છે …

88

ઇ.સ. પુર્વે ૧૨૯૨ નુ વર્ષ. તારીખ ૧૯ નવેમ્બરના રોજ ત્રણ ઝોરોસ્ટ્રિયન જહાજ સઁજાણ બઁદર પર આવીને ઉભુ રહ્યુ. ધાર્મિક સતામણી થી બચવા માટે ઇરાનમાઁથી મોટા પ્રમાણમાઁ ઝોરોસ્ટ્રિયનો નાસી છુટયા હતા. ભારત સાથેના વેપાર વ્યવહારને લીધે ભારત વિશે એમને માહિતી હતી. સૌ પ્રથમ તેમની પસઁદગી દિવ હતી. ઇ.સ. ૭૬૬ની આસપાસ દિવ બઁદરે ઉતર્યા પણ હતા. જયા એ લોકોએ ૧૯ વર્ષ જેટલો સમય વિતાવ્યો. પરઁતુ દિવમાઁ એમને પોતાના વિકાસનો અવકાશ ન દેખાતા ત્યાઁથી દરિયાઇ માર્ગે ગુજરાતના સઁજાણ બઁદર આવ્યા હતા.

એ સમયમાઁ ગુજરાતમાઁ જાદી રાણાનુ રાજ હતુ. ઝોરોસ્ટ્રિયન લોકોએ રાજયાશ્રય માટે પોતાનુ પ્રતિનિધી મઁડળ રાણા પાસે મોકલ્યુ. રાણાએ પ્રત્યુત્તર રુપે દુધથી ભરેલો છ્લોછલ પ્યાલો મોકલ્યો. પ્રતિનિધી મઁડળ એમના ઝોરોસ્ટ્રિયન લોકો પાસે પહોઁચ્યુ. ઝોરોસ્ટ્રિયન સમજદાર હતા. એમણે પ્યાલામાઁ ધીરે ધીરે સાકર ભેળવી અને તે પ્યોલ ફરી એ જ પ્રતિનિધી મઁડળ દ્રારા રાજાને મોકલવામાઁ આવ્યો. રાણાને શરુઆતમાઁ ખબર ન પડી. પરઁતુ રાણો ચતુર હતો. ભર્યા દરબારમાઁ રાણાએ દુધનો પ્યાલો ચાખી જોયો. સ્વાદે મધમીઠો પ્યાલો રાજા ઝોરોસ્ટ્રિયનનો પ્રત્યુત્તર સમજી ગયો. ઉપરાઁત એમની બુધ્ધી પર ઓવારી ગયો. રાણાએ એમને વસવાટ કરવાની છુ‌ટ આપી.

રાણાએ છલોછલ પ્યાલા રુપે એમ સુચવા માઁગતો હતો કે અમારે વસ્તી વધુ છે, અમો તમને વસાવી શકીએ એમ નથી. જયારે મીઠા દુધનો પ્યાલો એમ સુચવતો હતો કે અમે અહીઁ સાકરની જેમ ભળી જશુ. આગળ જતા એ ઝોરોસ્ટ્રિયન લોકો પારસી તરીકે ઓળખાવા લાગ્યા. આ પારસીઓ ઇરાનથી જે અગ્નિ લઇને આવ્યા હતા એ અગ્નિની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાઁ સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાઁ આવે છે. આ અગ્નિસ્થાનને અગિયારી કહેવામાઁ આવે છે. ભારતમાઁ આઠ આતશ બહેરામ આવેલ છે.

સૌથી વધુ મુઁબઇમાઁ. પારસી સમાજ ફાસ્લિસ, કાદિમ્સ અને સહેન્ સાહિસ એમ ત્રણ સઁપ્રદાયમાઁ વહેઁચાઇ ગયો છે. તેમાઁથી ફક્ત ફાસ્લિસ લોકો વસઁતઋતુના પ્રથમ દિવસે નવરોઝ પર્વની ઉજવણી કરે છે. જે રાજા દ્રારા શરુ કરવામાઁ આવી હતી. બાકીના બે સઁપ્રદાયો બે નવા વર્ષની ઉજવણી કરે છે. એક જમશેદી નવરોઝ અને બીજા ભારતમાઁ જયારે આવ્યા તે દિવસને નવા વર્ષની ઉજવણી કરે છે. એમના ઘણા રીત-રીવાજો સ્થાનિક રીત-રીવાજો સાથે દુધમાઁ સાકરની જેમ ભળી ગયા છે.

હવે આપણે મુખ્ય વાત પર આવીએ તો. જે દિવસે ત્રણ વહાણો ઇરાનથી દિવ અને પછી સઁજાણ બઁદરે ઉતરેલા. અને રાજાએ એમને વસવાટની છુટ આપી અને આશરો આપ્યો. તેથી નિરાશ્રિત પારસી લોકોએ એમનો ખુબ જ આભાર માન્યો. તે દિવસથી આજસુધી પારસીઓ “સઁજાણ પારસી દિન” ઉજવે છે. આ દિવસ ઉજવવા માટે દેશ-વિદેશઘી સઁજાણ આવે છે. એમના મતે સઁજાણ ડે એટલે આભાર માનવાનો તહેવાર. સઁજાણ ભારત દેશના પશ્વિમ ભાગમાઁ આવેલા વલસાડ જિલ્લામાઁ આવેલા કુલ પાઁચ તાલુકાઓ પૈકીના એક એવા ઉમરગામ તાલુકામાઁ આવેલુઁ મહત્ત્વનુ ગામ છે.

સઁજાણ ગામમાઁ આઁગણવાડી, પ્રાથમિક શાળા, દુધની ડેરી, પઁચાયત ઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામથી નજીકનુ હવાઇમથક દક્ષિણ દિશામાઁ મુઁબઇ તેમ જ ઉત્તર દિશામાઁ સુરત ખાતે આવેલુઁ છે. આમ જુઓ તો રેલ્વે સ્ટેશન સાવ નાનુ છે. અને ફક્ત થોડીક ગણીગાઁઠી લોકલ ટ્રેનો જ ઉભી રહે છે. (સઁજાણનુઁ ટાઇમટેબલ. ઘણી ખરી લોકલ ટ્રેનો દેખાય છે. પણ જે દિવસે સઁજાણ ડે હોય એ દિવસે આવતી જતી દરેક ટ્રેનો પછી ભલે એ રાજધાની એકપ્રેસ કેમ ન હોય, એ તમામ ટ્રેનો આ દિવસે અહીઁ ઉભી રહે છે. જે ભારત સરકાર અને રેલ્વે મઁત્રાલયનુ ખુબ જ આવકારવાલાયક પગલુઁ છે, ભવિષ્યમાઁ કદાચ બુલેટ ટ્રેન શરુ થશે તો એ પણ અહીઁ ઉભી રહેશે જ.)

પારસીઓનુ તો એવુ કહેવાય છે કે સમાજના લોકો ખુબ જ ભણો, અવનવુ શીખો, ખુબ કમાવો અને ખુબ જ દાન કરો. આપણા ઘણા વર્ગોમાઁ વાર-તહેવારે મોટા મોટા કલાકારોના ડાયરાઓ થાય. ઉપરાઁત આ ડાયરાઓમાઁ કલાકારો ઉપર કરોડો કે લાખો રુપીયાની નોટો ઉડાવવી એ સામાન્ય બાબત કહેવાય. પણ પારસીઓ આવા બેફામ કરતા નથી. સમાજમાઁ રુપિયા બચાવીને જરુરી એવા દવાખાનાઓ, શાળાઓ, ધર્મશાળાઓ વગેરેમાઁ છુટા હાથે દાન કરતા હોય છે. ગુજરાતના અનેક શહેરોમાઁ એમના આ કાર્યની ઝલક જરુર દેખાશે જ.

એકરીતે જોઇએ તો ભારતના વિકાસમાઁ પારસીઓનો સિઁહફાળો ગણીએ તો પણ ખોટુ નથી. અત્યારે ભારતમાઁ ક્રિકેટ ની જે રીતે બોલબાલા હોય, પરઁતુ જયારે ભારતમાઁ કોઇ ક્રિકેટનો ‘ક’ પણ જાણતુ ન હતુ ત્યારે એટલે કે ૧૩૧ વર્ષ પહેલા ઇગ્લેંન્ડ સામે રમવા માટે સૌ પ્રથમ પારસીઓની ટીમ ક્રિકેટ રમવા માટે ગઇ હતી. અત્યાર સુધી રમી ચુકેલા પારસી ખેલાડીઓ નામ અને ટેસ્ટમેચની સાલ

૧. ૧૯૩૨ ફિરોઝ એડલજી પાલીયા
૨. ૧૯૩૨ સોરાબજી કોલહા

ભારતની પહેલી ટેસ્ટમાઁ બન્ને હતા.

૩. ૧૯૩૩ રુસતમજી જમસેદજી
૪. ૧૯૩૬ ખુરશેદજી મેહરહોમજી
૫. ૧૯૪૬ રુસતમજી સેરીયાદજી મોદી (રુસી મોદી)
૬. ૧૯૪૭ જમસેદ ઇરાની (વિકેટ કીપર)
૭. ૧૯૪૮ કેકી તારાપોર
૮. ૧૯૪૮ પહેલાજ રતનજી ઉમરીગર (પોલી ઉમરીગર) ઇ.સ. ૧૯૫૫ થી ૧૯૫૯ ભારતીય કેપ્ટન હતા.
૯. ૧૯૬૦ નરીમાન જમસેદજી કોન્ટ્રાકટર-નરી કોન્ટ્રાકટર ઇ.સ. ૧૯૬૦ થી ૧૯૬૨ કેપ્ટન હતા.

૧૦. ૧૯૬૦ રુસ્તમ ફરામરોજ સુરતી (રુસી સુરતી)
૧૧. ૧૯૬૩ ફરોખ માણેકશા ઇનજીનિયર ‌‌(વિશ્વના સર્વેચ્ચ વિકેટ કીપર) ફારુક એન્જિનીયર.
૧૨. ભારતીય વુમન ક્રિકેટ ટીમના સૌ પ્રથમ કેપ્ટન મિસ ડાયેના એડલજી (ભારતીય વુમન ખેલાડી હરપીત કૌરને આગળ લાવવામાઁ તેમનો ફાળો હતો. ત્યાર પછી હરપીત કૌરે ૧૭૧ રન વિશ્વકપમાઁ કરેલા. કોઇપણ સમાજમાઁ આટલા ટેસ્ટ ખેલાડીઓ હશે નહીઁ એ પણ એક નોઁધનીય બાબત હશે.

રમત-ગમત ક્ષેત્ર જ નહી પણ ભારતના બીજા ક્ષેત્રોમાઁ પણ પારસીઓનુ યોગદાન જે રહ્યુ છે એ વિસરી શકાય નહી.

જેમ કે દેશભક્ત પારસીઓ

૧. દાદાભાઇ નવરોજી, આઝાદીના લડવૈયા
૨. જનરલ શામ માણેકશા, લશ્કરની ૩ પાઁખના વડા
૩. એડમિરલ નેવલ ચીફ, જાલ કરસેટજી
૪. એર માર્શલ અસ્પી એન્જિનિયર, ચીફ ઇન્ડિયન એરફોર્સ
૫. વાઇસ એડમિરલ રુસતમ કે. ગાઁધી ચીફ ઇન્ડિયન નેવી કમાન્ડર
૬. લેફ્ટનન્ટ કોલોનલ અરદેશર તારાપોર પરમવીર ચક્ર વિજેતા
૭. લેફ્ટનન્ટ જનરલ એફ. એન. બિલીમોરીયા
૮. હોમી કે. ભાભા અને મેહેઝરાજી બાનાજી હાવર્ડ યુનિવર્સીટી પ્રોફેસર
૯. અરદેશર શ્રોફ પહેલા ભારતીય ચેરમેન બેઁક ઓફ ઇન્ડિયા
૧૦. મિનુ મસાણી સાઁસદ લોકસભા-રાજયસભા
૧૧. પિલુ મોદી સાઁસદ લોકસભા-રાજયસભા
૧૨. જહાઁગીર રતનજી દાદાભાઇ તાતા (JRD TATA) ભારતરત્ન
અને છેલ્લે વધુ એક હસ્તી

હોમી જહાઁગીર ભાભા ઇન્ડીયન એટોમિક એનર્જીના મુખ્ય સ્થાપક.

પારસીઓના મુખ્ય તહેવારોમાઁ પતેતી, નવરોઝ અને સઁજાણ ડે. પારસી સઁસ્કૃતિમાઁ પાશ્વાત્ય પ્રભાવ ભલે જોવા મળતો હોય પરઁતુ એમના તહેવારો આજે પણ પારઁપરીક રીતે જ મનાવવામાઁ આવે છે. જેટલા કે વર્ષો પહેલા મનાવવામાઁ આવતા હતા. આધુનિક ભારતના વિકાસમાઁ અનેકાનેક રીતે સહાયક રહેલી આ કોમ હવે વિલુપ્ત થવાને આરે ઉભી છે. પારસીઓ પણ સ્વીકારે છે કે એમના જન્મદર અને મૃત્યુદરમાઁ ઘણો બધો તફાવત છે. વિશ્વમાઁ એમની વસ્તી બે લાખથી વધુ પણ નથી. હિંદી ચલચિત્રોમાઁ પણ પારસીઓને હઁમેશા રમુજી બતાવવામાઁ આવ્યા છે. “ખટ્ટામીઠ્ઠા” તો ખુબ જ સરસ ચલચિત્ર છે પારસી સમુદાયની જીવનશૈલી પર.

વિશ્વના દરેક પારસી લોકોને વહાલા તરફથી સમર્પણ આ પોસ્ટ.

આભારી : જમાલભાઇ અજમેરી

સંકલન : વસીમ લાંડા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment