‘પેટીએમ’ નો ડેટા ચોરીને કંપની પાસે માંગ્યા ૨૦ કરોડ રૂપિયા, પોલીસે કરી ધરપકડ…

5

નોઇડા પોલીસે એક મહિલા સહીત પેટીએમ કંપનીના ત્રણ અધિકારીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય કર્મચારીઓ પર આરોપ છે કે એમણે કંપનીના ઈમ્પોરટેન્ટ ડેટા ચોર્યો અને આ એને લીક કરવાની ધમકી પણ આપી રહ્યા હતા. એની બદલે એમણે પેટીએમના માલિકને ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયાની ડિમાંડ રાખી હતી.

પેટીએમના માલિક વિજય શેખર શર્માની ફરિયાદ પછી પોલીસે એફઆરઆઈ નોંધી ત્રણેયને પકડી લીધા છે. તેમજ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટનું કહેવું છે કે આ ધમકીભર્યા ફોનથી અમે ઘણા પરેશાન હતા પરંતુ પોલીસે પોતાની  સમજણથી આ મામલાને જલ્દી જ સોલ્વ કરીને આરોપીઓને ગિરફ્તાર કરી લીધા.

પોલીસના એક અધિકારીએ આ આખા મામલાને લઈને કહ્યું, “અમને ફરિયાદ મળી હતી કે આ ત્રણેય કર્મચારીઓએ કંપનીના મહત્વપૂર્ણ ડેટા ચોરી લીધો છે. આ લોકો ધમકી આપી રહ્યા હતા કે જો એમને આ ડેટાના બદલે ૨૦ કરોડ રૂપિયા ન આપ્યા તો આ ડેટાને એ લોકો લીક કરી દેશે. અમે ત્રણેયને ગિરફ્તાર કરીને કેસની તપાસ શરૂ કરી દીધી છે.”

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment