પેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ 9 ટીપ્સ

110

શું તમારા પેટ પર વધી ગયેલી ચરબી તમને ફેશનથી લઈને તમારા લુક્સ દેખાવને તથા દરેક બાબતમાં તમારી પરેશાનીનું કારણ બની ચુકી હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે અમારી આ 9 ટીપ્સ તમારી આ સમસ્યાને દુર કરવામાં મદદરૂપ થઇ શકે છે. તો ચાલો આજે અમે તમને તમારા પેટ પર વધી ગયેલી ચરબીને દૂર કરવાની અમુક ટીપ્સ જણાવીએ.

૧.) દિવસની શરૂઆત સારી રીતે કરો :

સવારે ઉઠીને ફ્રેશ થઈને દિવસની શુભ શરૂઆત હંમેશા આદુ નાખેલી ચાય અથવા તો લીંબુનો રસ નાખેલી ચાય પીવાથી કરો. તેમ કરવાથી તમારૂ પાચનતંત્ર તો સારું થશે જ તે સાથે તમે આખો દિવસ એક્ટિવ પણ રહેશો. આદુ કે લીંબુનો રસ નાખેલી ચાય પીવાથી પેટની ચરબી ઓગાળવામાં તે મદદરૂપ થાય છે.

૨.) દિવસમાં એક કેળું અવશ્ય ખાઓ :

કેળામાં રહેલ પૌષ્ટિક તત્વો તમને એનર્જી તો ચોક્કસ આપે જ છે પણ સાથે કેળું ખાવાથી કેળું તમારી કારણ વગરની સમયસર પહેલા લાગતી ભૂખને પણ કંટ્રોલમાં રાખે છે. જેથી વારંવાર કશુંક ખાવાની આદત પર કંટ્રોલ આવતા પેટની ચરબી પર આપોઆપ કંટ્રોલ આવશે.

૩.) ઈંડા આરોગ્ય માટે ફાયદાકારક રહે છે :

જો તમારે તમારા પેટની ચરબી ઉતારવી હોય તો રોજ સવારે બ્રેક ફાસ્ટમાં નાસ્તામાં આલું પરોઠા કે પૂરી શાક ખાવાને બદલે બહેતર છે કે (જો તમે ઈંડા ખાતા હો તો) દરરોજ તમારે ઈંડાની આમલેટ બનાવીને ખાવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે સવારે બ્રેક ફાસ્ટમાં આલું પરોઠા કે પૂરી શાક ખાવાથી શરીરમાં કારણ વગરની ચરબીનો વધારો થાય છે. ઈંડાની આમલેટ બનાવીને ખાવાથી તે ચરબીને કંટ્રોલમાં રાખે છે.

૪.) ક્યારેય પણ ઉતાવળથી ન જમવું :

ક્યારેય પણ જલ્દી જલ્દી ઉતાવળથી જમવાનું પૂરું કરવાની ઉતાવળ ન કરવી. કારણ કે તેમ કરવાથી ખાધેલું પચવામાં વધારે સમય લાગે છે અને પાચનક્રિયા પણ મંદ પડે છે. જેથી તમારે દરેક સમયે જમતી વખતે ચાવી ચાવીને નિરાતે જમવું જોઈએ.

૫.) એક સાથે બધો જ ખોરાક ન ખાવો :

એક જ વખતમાં બધું જ ખાઈ લેવાનો આગ્રહ ન રાખો. પણ બહેતર છે કે તમે થોડું થોડું ટુકડે ટુકડે જમવાનું રાખો.

૬.) મીઠું (નમક) ઓછી માત્રામાં લેવાનું રાખો :

તમારા જમવાના ખાદ્ય પદાર્થમાં મીઠું એટલે કે નમકને ઓછી માત્રામાં લેવાનું રાખો. તેમજ આલ્કોહોલના(શરાબ ડ્રીંકના) સેવનથી દુર રહેવું.

૭.) ગળ્યું ખાવાની આદત છોડવી :

મીઠો એટલે કે ગળ્યો સ્વીટ ખોરાક ખાવાનું ટાળો. સ્વીટ ખાદ્ય પદાર્થ ખાવાથી પેટની ચરબી વધવાનું સૌથી મોટું કારણ બને છે. જેથી કેક, પેસ્ટ્રી,અને ખાંડમાંથી બનાવેલ મીઠાઈઓ ખાવાથી દુર જ રહેવું. જે તમારા માટે ફાયદાકારક રહેશે.

૮.) સોફ્ટ ડ્રીંક પીવાથી દુર રહેવું :

જંક ફૂડની માફક સોફ્ટ ડ્રીંક પણ ચરબી વધારવાનું કારણ બની શકે છે. એટલા માટે સોફ્ટ ડ્રીંકને બદલે લીંબુ પાણી પીવાનો આગ્રહ રાખો.

૯.) આરોગ્ય અને શરીરની ફીટનેશ બંને માટે જરૂરી છે “વોક” કરવું :

દરરોજ સવાર સાંજ ચાલવાની ટેવ રાખો. ચાલવું એ સૌથી સારી એકસરસાઈઝ ગણાય છે. એટલા માટે જ કહેવાય છે, “વોકિંગ ઈઝ ધ બેસ્ટ એકસરસાઈઝ” ચાલવાથી તમારા શરીરમાં રહેલી કેલેરી અને ગ્લુકોઝ વપરાય છે, અંતે આ બંને વપરાતા વધારાની જમા થયેલ ચરબી પણ વપરાવા લાગે છે. આમ ધીમે ધીમે ચરબી પર કંટ્રોલ આવે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment