તમારા બાળકોની તસ્વીરો કે ફોટાઓને ઓનલાઈન શેર કરીને પોતાના બાળકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તેમના પેરેન્ટ્સ

243

ભારતમાં બાળકોના પેરેન્ટ્સ એક વાતને લઈને સજાગ તો છે જ કે પોતાના બાળકોની તસ્વીરને કે ફોટાને ઓનલાઈન પોસ્ટ શેર કરવાથી તેનો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં પડવાનો અને તેનો ગેરલાભ ઉઠાવવાનો ભય રહેલો છે તે બાબતથી સજાગ તો છે જ, તો પણ કેટલાક પેરેન્ટ્સ અતિ ઉત્સાહમાં આવી જઈ પોતાના બાળકોની તસ્વીર કે ફોટાઓની પોસ્ટ ઓનલાઈન શેર કરે છે. વિશ્વની સાઈબર સુરક્ષા કંપની મૈકેફીના સર્વેમાં આ વાતનો ખુલાસો તાજેતરમાં જ થયો છે.

૧.) 10% પેરેન્ટ્સ દિવસમાં એક વાર ફોટો ચોક્કસ શેર કરે છે.

ધ એજ ઓફ કન્સેન્ટશીર્ષક હેઠળના સર્વેમાં જોવામાં આવ્યું છે કે ભારતમાં લગભગ 40.5% પેરેન્ટ્સ પોતાના સોશ્યલ મીડિયાના એકાઉન્ટ્સ પર દિવસમાં ઓછામાં ઓછા એક વાર પોતાના બાળકોના ફોટા કે તેનો વિડીયો પોસ્ટ શેર કરે છે. જયારે 36% પેરેન્ટ્સ અઠવાડિયામાં એક વાર પોતાના બાળકોની તસ્વીર પોસ્ટ શેર કરે છે. આમ જુઓ તો ભારતમાં દિવસમાં એક વાર પોતાના બાળકોના ફોટાઓ સોશ્યલ મીડિયામાં શેર કરવાના મામલે મુંબઈના લોકો સૌથી અગ્રેસર છે.

૨.) ફોટાને ઓન લાઈન પોસ્ટ શેર કરવાથી થતી મુશ્કેલીઓ.

લગભગ મોટા ભાગના પેરેન્ટ્સે તેમના બાળકોની તસ્વીર ઓનલાઈન શેર કરવા સાથે જોડાયેલ મુખ્ય સમસ્યા કે ચિંતામાં બાળકોનું યૌન શોષણ 16.5%, બાળકોનો પીછો કરવો 32%, બાળકોનું અપહરણ 43%, અને બાળકોને લઇ સાઈબર ધમકી 23% ની માહિતી આપી છે. આ સિવાય આમાંથી 62% પેરેન્ટ્સે પોતાના બાળકોની, જો બાળકો મોટા હોય તો તસ્વીરો ઓનલાઈન શેર કરતી વખતે એ વિચારવાની પણ તસ્દી લીધી નથી કે આમાં પોતાના બાળકોની સહમતી છે કે નહી.

૩.) ફોટા શેર કરવાના મામલે મુંબઈના લોકો સૌથી અગ્રેસર.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે 76% પેરેન્ટ્સનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોની તસ્વીરો ઓનલાઈન પોસ્ટ શેર કરતી વખતે તેનો ખોટા વ્યક્તિના હાથમાં જવાના ખતરાથી માહિતગાર છે. મુંબઈમાં 66.5%, દિલ્હીમાં 61%, અને બાંગાલુંરૂમાં 55% એવા શહેર છે કે ત્યાનાં પેરેન્ટ્સનું માનવું છે કે તેઓને પોતાના બાળકોને પૂછ્યા વગર તેની તસ્વીર ઓનલાઈન શેર કરવાનો અધિકાર છે. મતલબ કે બાળકોની અનુમતિ લેવાની કોઈ જરૂર નથી.

૪.) ઓનલાઈન ફોટો શેર કરવાથી બાળકોને થઇ શકે છે નુકશાન.

મૈકેફીના એન્જીનીયરીંગ ઉપાધ્યક્ષ તેમજ પ્રબંધ નિર્દેશક વેન્ક્ટ કૃષ્ણાપુર કહે છે કે એક અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે પેરેન્ટ્સ ઓનલાઈન પોસ્ટ મુક્તિ વખતે એ બાબતને વધુ મહત્વ આપતા નથી કે તેઓ આમ કરીને કેવી રીતે બાળકોને નુકશાન પહોચાડી રહ્યા છે. પેરેન્ટ્સ બાળકોની જાણકારી કે માહિતીને ઓનલાઈન પોસ્ટ શેર કરીને પોતાના બાળકની વ્યક્તિગત જાણકારીને પણ નુકશાન પહોંચાડી શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment