પિતાની દુકાનમાં એક પણ ગ્રાહક ન જોઇને દીકરાએ કયું કઈક એવું કે લાગી ગઈ ગ્રાહકોની લાઈન, જાણો દીકરાએ એવું તો શું કર્યું હતું….

27

સોસીયલ મીડિયા ઉપર ફોલોવર ક્યારે શું કરી દે તેની કોઈ પણ ખબર રાખી શકતું નથી.આજકાલ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ નકારાત્મક વસ્તુઓ ફેલાવવા કે પછી પોતાની ભાવનાઓ શેર કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગ બની ગયું છે.આ દિવસોમાં ઈન્ટરનેટ ઉપર આવીજ એક સ્ટોરી ઘણી વાયરલ થઈ રહી છે.

હાલમાંજ એક ટવિટર યુજર બીલીએ ટવિટર ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું કે તેના પિતાએ ટેક્સાસમાં બીલીજ ડોનટસ (billy’s donut shop)ના નામથી એક દુકાન ચાલુ કરી છે.

બીલીએ પોતાના પિતાનીઆ દુકાનના ફોટા શેર કરી ને લખ્યું હતું કે મારા પિતા દુખી છે કેમ કે તેની નવી ડોનટ્સની દુકાનમાં કોઈ નથી આવી રહ્યું.આની સાથે બીલીએ ડોનટ્સ, ખાલી દુકાને અને ત્યાજ બાજુમાં ઉભેલા તેના પિતાના ફોટાઓ શેર કર્યા હતા.

ટવિટર ઉપર બીલીની આ ભાવુક પોસ્ટ ઘણી વાયરલ થઇ હતી જેના પછી થોડીકજ મિનિટોમાં બીલીના આ ટવિટને ૩ લાખથી વધુ લોકોએ રીટવિટ કરી હતી અને 7 લાખથી વધુ લોકોએ લાઇક કરી હતી.

સામાન્ય લોકોજ નહિ પરંતુ યુ-ટ્યુબના સ્ટાર Casey Neistatએ પણ આ પોસ્ટને રીટવિટ કરી હતી.એટલુજ નહિ પરંતુ ટવિટરના ઓફીસીયલ હેન્ડલરે પણ આ પોસ્ટ ઉપર રિસ્પોન્સ આપ્યો હતો. ટવિટરે લખ્યું હતું કે અમે કાલે મળવા માટે આવી રહયા છી.

 

આ પોસ્ટ પછી બીલીના પિતાની દુકાન ઉપર લાંબી લાઈનો લાગેલી છે.આ પછી બીલીએ એક બીજો ફોટો પણ શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે આમારી દુકાનના બધા ડોનટસ વેચાય ગયા છે.અમારા આ લોકલ ધંધાને સહારો આપવા માટે તમારા બધાનો આભાર.આ મારા પરિવાર માટે ઘણું મહત્વ ધરાવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment