ઘરને વારંવાર પેઈન્ટ કરાવવાની ઝંઝટમાંથી મળશે લાંબા સમય સુધી આઝાદી.. વાંચો અને ટ્રાય કરી જુઓ…

100
please-follow-this-tips-the-painting-of-the-house

ઘરને ડેકોરેટ કરવા માટે આજકાલ લોકો અનેક નવી-નવી રીતો અપનાવતા હોય છે. આ સાથે જ લોકો ઘરને ડેકોરેટ કરવા પાછળ લાખો રૂપિયા પણ ખર્ચતા હોય છે. આજકાલ ઘરને ડેકોરેટ કરવા માટે લોકો ઘરે પણ અનેક ઘણી મહેનત કરીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા હોય છે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને લોકો પોતાના ઘરને એક નવો જ લુક આપતા હોય છે. આમ, જો તમે પણ તમારા ઘરને બધા કરતા એકદમ ડિફરન્ટ બનાવવા ઇચ્છતા હોવ તો આજે અમે તમને કેટલાક બેસ્ટ આઇડિયા બતાવીશું જેને ફોલો કરીને તમે તમારા ઘરને એક મસ્ત લુક આપી શકો છો.

ઘરને ખૂબસુરત બનાવવા માટે દીવાલ એ એક મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, આજના આ સમયમાં ઘરને ખૂબસુરત બનાવવા માટે તમે 3ડી વોલપેપર કે પછી અલગ-અલગ રીતના પેઇન્ટિંગ કરાવી શકો છો. જો કે તમે 3ડી વોલપેપર માત્ર દીવાલો પર જ નહિં પરંતુ સિલિંગ એરિયા પર પણ લગાવીને રૂમને એક નવો લુક આપી શકો છો. આ વોલપેપરનો સૌથી મોટો ફાયદો એ છે કે, વારંવાર તમારે પેઇન્ટ કરવાની ઝંઝટ રહેતી નથી. તો આજે અમે તમને 3ડી વોલપેપરની કેટલીક એવી ડિઝાઇન્સ વિશે જણાવીશું જેની મદદથી તમે તમારા ઘરને એક ડિફરન્ટ લુક આપી શકો છો.

લિવીંગ રૂમની દિવાલને ખૂબસૂરત બનાવવા માટે 3ડી વોલપેપર એક બેસ્ટ ઓપ્શન છે. સિલિંગ પર 3ડી વોલપેપરથી મેકઓવર કરવા માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન છે. જો તમે તમારા ઘરની દિવાલોને એક મસ્ત રીતે ડિઝાઇન અને બીજા કરતા એકદમ અલગ કરવા ઇચ્છો છો તો ફ્લાવર 3ડી વોલપેપરનો ઉપયોગ તમે કરી શકો છો.

જો તમે તમારા બેડરૂમની છતને આકર્ષક બનાવવા ઇચ્છો છો તો 3ડી વોલપેપરમાં તમે કોઇ પણ પ્રકારની ડિઝાઇન્સને પસંદ કરી શકો છો. દેખાવમાં એકદમ મસ્ત લાગતા આ વોલપેપરથી તમે તમારા રૂમને તેમજ તમારા આખા ઘરને યુનિક લુક આપી શકો છો.

ડ્રોંઇગ રૂમને ખૂબસુરત બનાવવા માટે 3ડી સિલિંગ વોલપેપર ડિઝાઇન્સ પણ એક સારો ઓપ્શન છે. આનાથી તમારા ઘરના છતની દિવાલ સુંદર દેખાશે અને તમારા ઘરને એક સ્ટાઇલિશ લુક પણ આપશે.

ડ્રોઇંગ રૂમ હોય કે બેડરૂમ, છતને બ્યૂટીફુલ તેમજ વાઇબ્રેટ લુક આપવા માટે તમે અનેક નેચરલ 3ડી વોલપેપર ડિઝાઇનનો ઉપયોગ કરી શકો છો. નેચરલ 3ડી વોલપેપરથી તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે જ્યારે નેગટિવ એનર્જી બહાર ફેંકાઇ જાય છે. આ સાથે જ નેચરલ 3ડી વોલપેપર તમારા રૂમની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. જો તમે પ્રકૃતિપ્રેમી હોય તો તમારે તમારા રૂમની છત પર આ પ્રકારના વોલપેપરની પસંદગી કરવી જોઇએ.

જો તમે તમારા બાળકોના રૂમની છતને બીજા કરતા અલગ દેખાડવા ઇચ્છો છો તો 3ડી વોલપેપરમાં તમે એનિમલ તેમજ બીજા અનેક પ્રકારની ડિઝાઇન્સને પસંદ કરી શકો છો. બાળકોના રૂમને ડિફરન્ટ બનાવવા માટે તમે આકાશ જેવા એટલે કે સ્કાય કલરના પણ વોલપેપરનો તમે ઉપયોગ કરી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment