પોતાના 13 બાળકોને વર્ષો સુધી સાંકળથી બાંધી રાખનાર માતા પિતાને થઇ 25 વર્ષની સજા…

11

કેલીફોર્નીયામાં પોતાના 13 બાળકોને પલંગ સાથે બાંધીને અને તેને ભૂખ્યા રાખવાના ગુનેગાર એવા દોષિત માતાં પિતાને તેમના આ બાળકોએ માફ કરી દીધા છે. 13 બાળકોના માતા પિતા ડેવિડ અને લુઇસ ટર્પીનને રીવર સાઈડ કાઉન્ટીની અદાલમાં પોતાના અપરાધનો સ્વીકાર કરી લીધો છે. ત્યારબાદ અદાલતે આ બંનેને 25 વર્ષની સજા ફટકારી છે.

શક્ય છે કે હવે આ દંપતી બાકીની જીંદગી જેલના સળિયા પાછળ ગુજારશે. આ દંપતીની એક 17 વર્ષની દીકરી એક વખત મોકો જોઇને ઘરમાંથી ભાગી છૂટી. અને અને પોલીસ સ્ટેશનમાં જઈ તમામ હકીકત જણાવી. પોલીસે તુર્તજ એક્શન લઈ તે છોકરીના માતા પિતાની એટલે કે ડેવિડ અને લુઇસ ટર્પીનની ધરપકડ કરી. આ ટર્પીન દંપતીએ ઓછામાં ઓછા 9 વર્ષ સુધી તેના 13 માંથી 12 બાળકોને ત્રાસ આપવા માટે, તેની સાથે દુર્વ્યવહાર કરવા માટે અને સાંકળથી પલંગ સાથે બાંધી રાખવા માટે દોષી માનવામાં આવ્યા છે. ડેવિડ અને લુઇસ ટર્પીનના બાળકોએ કોર્ટમાં કહ્યું કે મેં અમારા પર કરેલા તમામ જુર્મ છતાં અમે તેમને પ્રેમ કરીએ છીએ. અને તેના તમામ પ્રકારના ગુનાઓ અમે માફ કરીએ છીએ.

ટર્પીન દંપતીની એક દીકરીએ કહ્યું કે, હું મારા માતા પિતાને ખુબજ પ્રેમ કરું છું. જો કે તેમની પાલન પોષણ કરવાની આ રીત કોઇપણ રીતે સારી નહોતી. તેમ છતાં તેમણે જ મને આજે હું જે કાંઈ ઇન્સાન તરીકે છું તે તેમને આભારી છે. 56 વર્ષના ડેવિડ ટર્પીન અને 49 વર્ષની લુઇસ ટર્પીન બંને તેના બાળકોને વારંવાર અવનવી સજા કરતા અને મારપીટ કરતા. આ કારણોથી બાળકોએ ઘરમાંથી ભાગવાની કોશિશ પણ કરેલી. આ દંપતીના 13 બાળકોમાંથી એક બાળકે જણાવ્યું કે મારા પર કેવી વીતી છે તે હું તમને શબ્દોમાં કહીં શકું તેમ નથી.

ઘણીવાર મને આજે પણ તે ખરાબ સપનાઓ આવે છે કે મારા પર અને મારા ભાઈ બહેનો પર કેવો જુલમ થતો હતો. સાંકળથી બાંધીને મારપીટ કરવામાં આવતી. ડેવિડ અને લુઇસ ટર્પીનની એક દીકરી કહે છે કે હવે તે સમય અમારા માટે ભૂતકાળ થઇ ગયો છે. પણ એટલું ચોક્કસ કહીશ કે તેમણે કરેલા ભયંકર જુલમ છતાં મેં તેમને માફ કરી દીધા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment