“પોટેટો નેસ્ટ” આજે જ ટ્રાય કરો

44

“પોટેટો નેસ્ટ”

સામગ્રી

 ૩ નંગ બાફેલા બટેટા, ૧ ટે સ્પુન બ્રેડ-ક્રમ્બ્સ, ૧૦૦ gm ઝીણી સેવની બીરંજ, ૧ ટી સ્પુન મરી પાવડર, મીઠું જરૂર પ્રમાણે, ૧/૨ કપ મેંદો, ૧/૨ કપ તીખી બુંદી, ૧ નંગ ઝીણા સમારેલ કાંદા, ૧ નંગ ટમેટું બી કાઢેલ, ૧ ટી સ્પુન ચાટ મસાલો, લીલી ચટણી, તીખી ચટણી, ચણાનાં લોટની ઝીણી સેવ, કોથમીર, ૧ ક્યુબ ચીઝ.

રીત

સૌ પ્રથમ બટેટા ને મૈશ કરી તેમાં મીઠું, મરી પાવડર અને બ્રેડ-ક્રમ્બ્સ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.

આ મિશ્રણ ને એક વાટકી જેવો શેપ આપી વર્મીસેલી સેવ માં રગદોળી તેલમાં તળી લેવું.

તેની અંદર ઝારીથી તેલ નાખતા જવું જેથી અંદર પણ તળાય જાય.

તેને નીચે ઉતારી ઠંડુ પડવા દેવું.

એક અન્ય બાઉલ માં ઝીણા સમારેલ કાંદા, ટામેટા, તીખી બુંદી, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરવા.

ત્યારબાદ બટેટાની તળેલ વાટકીમાં આ મિશ્રણ ભરી તેની ઉપર લીલી ચટણી અને તીખી ચટણી ઉમેરવી.

તેના પર કોથમીર તેમજ ચીઝ વડે ગાર્નીશિંગ કરવું અને ઠંડુ કરી સર્વ કરી ENJOY કરવું.

 લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment