ગુજરાતનું ગૌરવ અને મોબાઈલ મોલના માલિક એવા યોગેશ પુજારાના શો રૂમની લીધેલી મુલાકાત..

45

કોઈને એમ કહીએ કે હું મોબાઈલના મોલમાં જઈ રહ્યો છું, તો એ માથું ખંજવાળશે કે મોબાઈલનો પણ મોલ હોય ? એકવાર રાજકોટ જવાનું થયું અને જ્યારે મારું કામ પૂરું થયું ત્યારે મેં મારા એક મિત્રને પૂછ્યું કે રાજકોટમાં જોવાલાયક સ્થળ કયા કયા છે ? એણે કહ્યું કે આજીડેમ, રેસકોર્સ અને ઘણાં મોલ પણ છે અને એક પુજારા પણ છે! મેં તરત એને પુછ્યુ કે આ પુજારા શું છે? એણે કહ્યું કે મોબાઈલનો શો રૂમ છે! મેં કહ્યું એમાં જોવાલાયક શું છે? એ કંઈ જ ન બોલ્યો અને મને સીધો પુજારા ટેલિકૉમમાં લઈ આવ્યો!

અમે અંદર ગયા અને ત્યાં આજુબાજુની દીવાલો પર યોગેશભાઈ (પુજારા ટેલિકૉમના માલિક) સાથે ઘણાં બધા સેલિબ્રિટીના ફોટોઝ હતાં. હું આશ્ચર્યમાં મુકાયો અને વિચારવા લાગ્યો. થોડા અંદર ગયા ત્યાં હું ઉપર જ જોતો રહી ગયો, કારણ કેમ મે મારા જીવનમાં આટલો મોટો મોબાઈલનો શો રૂમ ક્યારેય નહોતો જોયો ! મારા મિત્રએ કહ્યું કે તમે અહીં ફરો હું થોડીવારમાં આવું, મેં કહ્યું સારું ! વચ્ચેના ભાગમાં કેટલીક ખુરશીઓ રાખેલી હતી તો હું ત્યાં બેઠો અને થોડીવાર પછી એક ભાઈ આવ્યા અને મને પફ અને કોલડ્રિન્ક આપ્યું, મેં પૂછ્યું આના કેટલા ? એમણે કહ્યું, ભાઈ આ ફ્રી છે ! હું વિચારમાં પડી ગયો કે કોઈ પ્રાઇવેટ કંપની વાળા ફ્રી માં બેસવા પણ ન દે અને અહીંયા તો ફ્રી માં નાસ્તો ! ગજબ છે હો. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતાં એમણે કહ્યુ કે અહીં લેડીઝને હાથમાં મહેંદી પાડવી હોય તો અહીં ફ્રી માં પાડી આપે છે ! હું મનમાં જ વિચારતો હતો કે કદાચ એટલે જ બધા પુજારા ટેલિકૉમને મૉલ કહેતાં હશે !

પુજારા ટેલિકૉમમાં ઘણા ડિપાર્ટમેન્ટ હતાં તો હું એક એક ડિપાર્ટમેન્ટમાં જવા લાગ્યો ! મારી જમણી બાજુ એક સ્ટોર હતો ત્યાં પ્રીમિયમ બ્રાન્ડના મોબાઈલ ફોન્સ મળતાં હતાં ! સામેની બાજુમાં નોર્મલ મોબાઈલ ફોન્સ હતાં અને ડાબી બાજુ એસેસરીઝનો શો રૂમ હતો ! હું થોડો અંદર ગયો અને ત્યાં એક અલગ સ્ટોર હતો. મેં ત્યાંના એક ભાઈને પૂછ્યું કે આ કયો ડિપાર્ટમેન્ટ છે ? એમણે કહ્યું કે અહીં સેકેન્ડ હેન્ડ મોબાઈલ મળે છે અને વધુમાં બોલતાં કહ્યું કે તમે અહીંથી સેકેન્ડ હેન્ડ મોબાઈલ લેશો તો તમને વોરંટી પણ મળશે !

મારા માટે મોટું સરપ્રાઈઝ આ જ હતું કે સેકેન્ડ હેન્ડ પીસમાં કોઈ વોરંટી કઈ રીતે આપે ? હું મનમાં હસતો હતો કે કેવી આ ગજબની દુનિયા છે ! ત્યારે મારો મિત્ર પાછો આવ્યો અને મને સર્વિસ સ્ટેશન પણ બતાવ્યું અને કહ્યું કે અહીં અવનવા ઇવેન્ટ્સ પણ થાય છે અને ઘણીવાર તો સાવ સસ્તામાં મોબાઈલ એસેસરીઝ પણ મળે છે ! એણે કહ્યું કે ઇન્ડિયાના મોટા મોટા મોબાઈલના શો રૂમમાં પુજારા પ્રથમ નંબરે છે અને સૌથી વધારે સેલિંગ કરતી ટેલિકૉમ કંપની છે ! એણે કહ્યું કે પુજારાના માલિક યોગેશભાઈના લીધે જ આ કંપની અહીં સુધી પહોંચી છે અને એ પણ લાખો હેપ્પી કસ્ટમર સાથે ! મારા મનમાં એક જ વિચાર આવ્યો કે આ તો અદ્દભુત છે અને ગુજરાતનું ગૌરવ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment