પ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…

13

પ્રેગનન્સી દરમ્યાન ચુલ્લા પર જમવાનું બનાવવું નવજાત બાળક માટે મોંઘુ સાબિત થઇ શકે છે. જન્મ પછી નવજાત એક એવી વિકૃતિનો શિકાર થઇ શકે છે, જેમાં એમના હોંઠ કપાયેલા હોય શકે છે. દેશમાં વર્ષમાં એવા લગભગ ૩૫ હજારથી વધારે બાળકો જન્મ પણ લઇ રહ્યા છે. એમ્સના દંત ચિકિત્સા શિક્ષા તેમજ અનુસંધાન (સીડીઈઆર) ની સ્ટડીમાં આ ખુલાસો થયો છે કે પ્રેગનન્સી દરમ્યાન ચુલ્લા પરથી નીકળતો ધુમાડામાં શ્વાસ લેવો, દારૂ અને બીડી સિગરેટનું સેવન, વધારે દવાઓ લેવી અથવા કોઈ પ્રકારનું રેડીએશન નવજાત બાળકના ચહેરા પર વિકૃતિ લાવી શકે છે.

વર્ષ ૨૦૧૦માં શરૂ થયેલ આ સ્ટડી ત્રણ માંથી બે તબક્કાઓ પૂર્ણ કરી ચુકી છે. એમ્સ, સફદરજંગ, મેન્દાતા હોસ્પિટલના ડોક્ટર આ સ્ટડી કરી રહ્યા છે. એમ્સના વિશેષજ્ઞોએ દાવો કર્યો કે અત્યારે તો હજી ભારતમાં આની સાથે જોડાયેલ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાં થયેલ ઘણી સ્ટડી એ પ્રમાણિત કરે છે કે હોંઠ કપાયેલા હોવાના ઘણા મામલા સામે આવતા રહ્યા છે. અનુમાન એ પણ છે કે એશિયાઇ નવજાત બાળકોમાં દરેક હજારમાંથી ૧.૭ બાળક કપાયેલા હોંઠના શિકાર બને છે.

૨૦૧૦થી અત્યાર સુધી ચાલી રહ્યું છે અધ્યયન

એમ્સ સીડીઈઆરના નિર્દેશક ડો. ઓપી ખરબંદાનું કહેવું છે કે ૨૦૧૦થી ૨૦૧૨ વચ્ચે આ સ્ટડીનું પ્રી પાયલટ તબક્કો પૂર્ણ કર્યો હતો. તેમજ ૨૦૧૨થી ૨૦૧૪ વચ્ચે ૧૬૪ કપાયેલા હોંઠવાળા બાળકો પર સ્ટડી કર્યું હતું. આ બાળકો એમ્સ, સફદરજંગ, મેન્દાતા હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા હતા. ડો. ખરબંદાએ જણાવ્યું કે આ અધ્યયનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, જેના માટે દિલ્હી સિવાય હૈદરાબાદ, ગુવાહાટી અને લખનઉના ડોક્ટર સહકાર કરી રહ્યા છે. ડો. ખરબંદાનું કહેવું છે કે આ વિકૃતિ સાથે જોડાતા દર્દીઓને ઈલાજની તાત્કાલિક જરૂરિયાત હોય છે અને એના માટે ગુણવતાપૂર્ણ સાર સંભાળની વ્યવસ્થામાં સુધારની રણનીતિ બનાવાની જરૂર છે.

બાળકોને આવે છે ઘણી મુશ્કેલીઓ

ડો. ખરબંદાએ જણાવ્યું કે સ્ટડીમાં ખબર પડી છે કે દારૂ, ધૂમ્રપાન, ચુલ્લા પર કામ કરવું, વધારે દવાઓ લેવી અથવા કોઈ રેડીએશનના સંપર્કમાં આવવાના કારણે હોંઠ કપાયેલા હોય શકે છે. કપાયેલા હોંઠથી બાળકને બોલવામાં અને ખાવાનું ચાવવામાં મુશ્કેલી આવી શકે છે. આનથી દાંત પણ આડા અવળા થઇ શકે છે, જડબાથી એમનો તાલમેલ બેસાડવામાં મુશ્કેલી આવી શકે છે અને ચહેરાનો આકાર બગડેલો દેખાય શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment