ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી થાય તો શું કરશો અને તેના કારણો, જાણો અને શેર કરો…

58

શા માટે આખો દિવસ હું બિમાર હોઉં તેવું લાગે છે?

આવો અનુભવ કરનાર તમે એકલા નથી. ગર્ભ ધારણ કર્યા પછી શરૂઆતના અઠવાડિયામાં આશરે 75-80 ટકા મહિલાઓને ઉબકા કે મોળ આવે અને ચક્કર પણ આવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરની અંદર એક સાથે ઘણાબધા ફેરફારો થતા હોય છે, જેમકે સ્ત્રી હોર્મોનમાં વધારો થાય છે, તમારી સુંઘવાની શક્તિ વધે છે, પેટમાં એસિડનું પ્રમાણ વધે છે અને થાક લાગે છે. ચિંતા અને લાગણીના કારણે વધુ ખરાબ રીતે ઉબકા કે ચક્કર આવી શકે છે.

કેટલો સમય આ ચાલશે?

ઉબકા, ઉલટી અમુક અઠવાડિયાથી અમુક મહિના સુધી અથવા તેથી પણ વધુ ચાલી શકે છે. પણ મોટાભાગના કેસમાં મહિલાઓને ત્રીજો મહિનો પૂરો થતાં ઉબકા અને ચક્કર આવવા બંધ થઈ જાય છે. પણ તેનો સાધારણ અનુભવ ગર્ભાવસ્થા દરમિયાન સતત રહે છે. ઘણી વખત અમુક પ્રકારની ગંધ સામે વારંવાર પ્રતિક્રિયાઓ પણ થાય છે.
મને વારંવાર ઉલટી થવાના લીધે પેટમાં કશું જ રહેતુ ન હોય તો મારે શું કરવું જોઈએ?

તમારા ડૉક્ટર કે સુયાણીનો સંપર્ક સાધો. તમને ખાવાની ઈચ્છા થતી ન હોય તો ડૉક્ટરને પૂછી તેમની સલાહ લેવી જોઈએ. વધુ પડતી ઉલટી થવાના લીધે તમારા શરીરને પુરતું પોષણ અને પાણી નથી મળી શકતા જે તમારા માટે અને તમારા બાળક બન્ને માટે નુકસાનકારક છે. તમારા ડૉક્ટર કે સુયાણી આની અમુક દવા આપીને ખાસ ખોરાકની સલાહ આપી રોકી શકે છે અથવા તમને આરામ કરવાની (બેડરેસ્ટ)ની સલાહ પણ આપી શકે છે અથવા હૉસ્પિટલમાં દાખલ કરાવી સારવારની સલાહ આપે છે.

શું ઉબકા કે ઉલટી મારા બાળકને નુકસાન પહોંચાડે છે?

વહેલી સવારે થતી ઉલટીની અસર બાળકને નુકસાન નથી પહોંચાડતી. તમારે અતિશય પાણી જ્યુસ પીવું જોઈએ અને ખાવાનું જેમ બને તેમ પેટમાં રહે તેવા પ્રયાસો કરવા જોઈએ.

તેને ઓછું કરવા મારે શું કરવું જોઈએ?

ઘણી ખાસ પ્રકારની ગંધથી જો તમને પેટમાં ચૂંક આવતી હોય કે ગમતુ ન હોય તો તેને લેવાનું ટાળો. નીચે જણાવેલ સૂચનો અપનાવી શકો છોઃ

તમારા પલંગની બાજુમાં અમુક સાદા બિસ્કિટ રાખો. સવારના થોડુ-થોડુ ખાવા માટે સમય ફાળવો અને પછી 20-30 મિનિટ આરામ કર્યા બાદ પથારીમાંથી ઊભા થાવ.

રોજિંદાનું ભોજન ધીમે-ધીમે થોડુ-થોડુ કરીને ખાવ – ખાલી પેટે ઉબકા કે ઉલટીઓ વધુ થાય છે.

હળવા નાસ્તા (જેમકે સુકા બિસ્કિટ કે દહીં) હાથવગા રાખો અને થોડુ-થોડુ આખો દિવસ ખાતા રહો.

તમારા ડૉક્ટર કે સુયાણી તમને B6 વિટામીનની 50mg ની ગોળી દિવસમાં બે વખત લેવાની સલાહ આપી શકે છે, જે ઘણી સ્ત્રીઓને મદદરૂપ થાય છે, પણ તે લેતા પહેલા ડૉક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે.

જો તમે પ્રસુતિ પહેલાં જ કઈંક લેતા હો તો તેને અમુક દિવસો માટે બંધ કરી જુવો. જો તેનાથી ઉબકા વધુ આવે તો તેને ફરીથી ચાલુ કરવા માટે અમુક દિવસો વધુ રાહ જુવો.

લોહતત્વવાળી ગોળીઓ લેવાનું ટાળો (નહિંતર તમારી લોહીની તપાસમાં એવું આવશે કે તમે માંદલા છો અને તમારામાં લોહીની ખામી છે) કારણ કે તે પચાવવામાં અઘરી પડે છે. અથવા તમે કોઈ બીજી કંપનીની ગોળી અજમાવી શકો છો. બની શકે તે તમને વધુ માફક આવે.

તીખુ, તળેલું અને એસિડવાળુ ખાવાનું ટાળો, સામાન્ય રીતે ઓછી ચરબીવાળુ ખાવાનું ખાઓ.

પ્રવાહી વધુ પડતુ પીવો, પણ તે જમવાની સાથે લેવા કરતા તેના વચ્ચેના ગાળા દરમિયાન લેવાનું રાખો.

ઉબકાને ટાળવા કે ઓછા કરવા માટે લીંબુની ચીર સુંઘો કે આઈસ ટી (ઠંડી ચા)માં લીંબુ નાંખીને પીવો, મોઢા ઉપર પાણી છાંટો.

આદુવાળી બિયર (ફણગાવેલા જવમાંથી બનતો દારૂ) કે આદુવાળી ચા પીવો. આદુ પાચન માટે સારૂં રહે છે.

આરામ કરો. બીજી માતાઓ સાથે તેમના અનુભવોની આપ-લે કરો જેથી તમારી ચિંતા ઓછી થશે અને તમને રાહત મળશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment