પ્રેમીના જન્મદિવસ ઉપર પતિની હત્યાની બનાવી યોજના, ઘરમાજ સંતાડીયો હતો પતીની હત્યાનો સામાન.અને પછી થયું આવું…

17

સાડીઓના વેપારી હેમંત જૈનની હત્યા કોઈ એક દિવસની યોજના ન હતી.પરંતુ આ યોજના ગયા વર્ષે 24 માર્ચ પછી બની હતી.24 માર્ચના દિવસે મૃદુલ ગુપ્તાનો જન્મદિવસ હતો.આજ દિવસે પત્નીની નજીકતા મૃદુલ સાથે વધતી જતી જોઇને પતિએ મૃદુલ ઉપર ઘરે આવાની પાબંધી લગાવી દીધી હતી.આ વાતના કારણે મૃદુલે હેમંતને ઘમ્કાવ્યો પણ હતો.આ દિવસ પછી પત્નીએ મૃદુલ સાથે મળીને આવતી 24 માર્ચ સુધીમાં પતિની હત્યાની યોજના બનાવી લીધી હતી.અને આ યોજના મુજબજ તેની હત્યા પણ કરી હતી જેના લીધી તે મૃદુલ સાથે રહી શકે.આ બધો ખુલાશો બનેએ પોલીસની પૂછપરછમાં કર્યો હતો.

જૂની હાઇકોર્ટની સામે આવેલા શાંતિ મોહન રેસીડેન્સીના ફ્લેટ નંબર 208માં રહેતા સાડીના વેપારી હેમંત જૈનની તેનાજ ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી.તેની પત્ની પ્રીતિ જૈને આ હત્યાને એક અકસ્માતનું રૂપ આપવાની યોજના બનાવી હતી.પરંતુ જયારે cctv કેમેરાની ફૂટેજ સામે આવીતો તેમાં નજરમાં આવતું હતું કે કોઈ બે વ્યક્તિ હેમંતના ફ્લેટમાં ગયા હતા.દોઢ કલાક પછી બને માંથી એક વ્યક્તિ તેના હાથમાં થેલો લહીને બહાર આવતો નજરમાં આવ્યો હતો.૩ મિનીટ પછી પત્ની પ્રીતિ ફલેટમાંથી કપડા બદલાવીને બહાર આવીને પડોસીને બોલાવી આવી હતી.આના લીધે પ્રીતી પણ સંકાના ઘેરામાં આવી ગય હતી.ફલેટમાંથી દોઢ કલાક પછી નીકળેલા વ્યક્તિની ઓળખાણ મૃદુલ ગુપ્તા છે એવી થઇ હતી.પોલીસે મૃદુલ ગુપ્તાની તપાસ ચાલુ કરી દીધી હતી અને બીજા વય્ક્તિ આદેશની ધરપકડ કરવામાં આવી હતી.આ વચ્ચે પૂછતાછ વખતે ખબર પડી હતી કે મૃદુલ અને પ્રીતિ વચ્ચેના પ્રેમ સંબંધના લીધે હેમંતની હત્યા બનેએ મળીને કરી હતી.પોલીસે મંગળવારે મૃદુલની પણ ધરપકડ કરી હતી.

આરોપીએ પૂછતાછમાં આ નવા રાજ ખોલ્યા હતા.

પ્રીતિ પોતાના બને બાળકો અને મૃદુલની સાથે રહેવા માંગતી હતી.ગયા વર્ષે 24 માર્ચે મૃદુલના જન્મદિવસ ઉપર બનેની નજીકતા જોઈ પતીને બધુ સમજી ગયું હતું.આ વાત ઉપર પતિએ મૃદુલને ઘરે આવવાની પાબંધી લગાવી દીધી હતી.આ પછી ઝઘડાઓ વધી જવાથી પતિ હેમંતે ફ્લેટ પણ વહેચી નાખ્યો હતો.

બનેએ બીજા જન્મદિવસ સુધીમાં હેમંતને રસ્તા માંથી હટાવી દેવાની યોજના બનાવી નાખી હતી.20 ઓગસ્ટના પણ હેમંત સુતો હતો ત્યારે તેના મોઢા ઉપર તક્યું રાખી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

15 માર્ચે હેમંત સુરતથી પાછો આવી ગયો હતો.13 માર્ચ સુધીમાં પ્રીતિ અને મૃદુલે હેમંતની હત્યાની યોજના બનાવી લીધી હતી.આ ઘટનામાં એક MRનું નામ પણ સામે આવ્યું હતું.જેને પ્રીતિને નીંદરની ગોળીઓ લઈને આપી હતી.

 

કોઈ અફસોસ નથી… ખાલી બાળકોની ચિંતા.

પ્રીતિને હેમંતના મૃત્યુનો કોઈ આફસોસ નથી.તે ખાલી પોતાના બાળકોની ચિંતા કરી રહી છે.પોલીસની પૂછપરછ વખતે પણ તે વારે-વારે તેના બાળકો વિષે પૂછી રહી હતી.તે કહી રહી હતી કે તે મૃદુલ અને બાળકો સાથે જીવનભર રહેવા માગતી હતી.અને મૃદુલ વારે-વારે બોલતો રહ્યો કે એક ભૂલે જીવન બરબાદ કરી નાખ્યું.

ખુબજ ભરોશો કરતો હતો હેમંત…બાળકો કાકા કહીને બોલાવતા.

હેમંત મૃદુલ ઉપર ખુબજ ભરોશો કરતો હતો.હેમંતના બને બાળકો ખુશી, વંશ તેને કાકા કહીને બોલાવતા હતા.ઘણી વાર બને બાળકો તેની સાથે ફરવા પણ જતા હતા.હેમંત પોતાની ગેરહાજરીમાં ઘરની જવાબદારી મૃદુલને આપીને જતો હતો પરંતુ તેનો આ ભરોશો ગયા વર્ષે તૂટી ગયો હતો.આ પછી તેને ઘણા એવા મેસેજ પણ પ્રીતિના મોબાઈલમાં જોયા જે સર્મજનક હતા.બને બાળકો અને હેમંતે ગયા વર્ષે મૃદુલનો જન્મદિવસ પણ પોતાના ઘરમાં ઉજવ્યો હતો.એનો વિડિયો પણ વંશે ફેસબૂક ઉપર પોસ્ટ કર્યો હતો.આ પછી સબંધો એટલા બગડી ગયા હતા કે હેમંતે થોડાક દિવસો પહેલા એ પણ લખીને રાખ્યું હતું કે જો તેનું મ્રત્યુ થાય તો તેની જવાબદાર તેની પત્ની પ્રીતિ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment