પ્રિયંકા ચોપડાની ફિટનેસનું ખુલ્યું રહસ્ય, આ છે સિક્રેટ ડાઈટ

29

પરદા પર દેખાતા ઘણા બોલીવૂડ સેલિબ્રિટીને જોઇને પછી તમારા મનમાં પણ ઘણીવાર વિચાર આવતો હશે કે કાશ તમારી બોડી પણ એમની જેમ ફિટ અને સુંદર હોત. અને ઘણી વખત આપણે એમની જેમ દેખાવા માટે એમનું રૂટિન પણ ફોલો કરવા લાગે છે. હાલમાં જ બોલીવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકાની ફૈસ ફોલોઈંગ ઘણી વધતી જોવા મળી છે. એવામાં જો  તમે પણ એમની જેમ ફિટ દેખાવા માંગો છો તો પ્રિયંકા ચોપડાનું આ સિક્રેટ ડાઈટ પ્લાન ફોલો કરો.

પ્રિયંકાની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય એ છે કે પોતાના ખોરાકમાં સિર્ફ હેલ્દી ડાઈટની જગ્યાએ આપે છે. એમનું કહેવું છે કે, “હું મારા જમવામાં તેલ અથવા એવી કોઈ વસ્તુ શામેલ નથી કરતી જેના કારણે કારણ વગરનો વજન વધે.” એમની ડાઈટમાં રોટલી, શાક, સલાડ, થોડાક દાળ ભાત અને ઘણા બધા ફળ શામેલ થાય છે.

પ્રિયંકા પોતાની ડાઈટને લઈને ઘણી સ્ટ્રીક છે. તેણી હંમેશા પ્રયત્ન કરે છે કે દરેક બે કલાકે કઈક તો જરૂર ખાય. એના માટે નારિયળ પાણીની સાથે સુકા ફળો ખાય છે. પ્રિયંકાના દિવસની શરૂઆત નાસ્તામાં બે ઇંડા અને ફેટ વગરના દૂધને પીને થાય છે. લંચ સમયે દાળની સાથે શાક, બે રોટલી અને સલાડ લે છે. સાંજના સમયે છૂંદેલા ચણા પ્રિયંકાની ડાઈટનો એક મહત્વનો ભાગ હોય છે. ડિનરમાં પ્રિયંકા સૂપ પીવાની સાથે ઘણી વખત નોનવેજ પણ ખાવાનું પસંદ કરે છે.

પ્રિયંકા આ સ્ટ્રીક ડાઈટ વચ્ચે વિકેન્ડ પર કેક, ચોકલેટ અથવા પછી તંદૂરી વસ્તુઓ ખાઈ લે છે. એમનું માનવું છે કે તમારી પોતાની મનપસંદ વસ્તુઓને એકદમથી મુકવાની જરૂરિયાત નથી. અઠવાડિયામાં એક દિવસ તમે એમની ડાઈટનો ભાગ બનાવી શકો છો.

પ્રિયંકા ફિટ અને સ્લિ મ ફિગરની મલ્લિકા છે. તેમ છતાં, તેણી ફિટ રહેવા માટે અઠવાડિયામાં ચાર વખત એક કલાક જીમમાં કસરત કરે છે. સૌપ્રથમ પ્રિયંકા જીમમાં ૧૫ મિનિટ સુધી ટ્રેડમિલ પર દોડીને સતત પોતાને વાર્મઅપ કરે છે. આના પછી તેણી પુશઅપ્સ કરે છે. એમની એકસરસાઈઝમાં ૨૦ થી ૨૫ બેંચ જંપ અને ૨૦ થી ૨૫ રીવર્સ ક્ર્ન્ચેજ પણ શામેલ થાય છે. આના સિવાય પ્રિયંકા ખુદને ફિટ અને શાંત રાખવા માટે દરરોજ યોગા પણ કરે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment