પીએમ મોદીએ જણાવી ભારતની નવી નીતિ : અમે કોઈને છેડતા નથી, પરંતુ છેડવાવાળાને છોડતા પણ નથી…

26

જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં ૪૦ સીઆરપીએફની શહાદત પછી દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા પછીથી આખા દેશની આંખો ભીની છે. આની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત ફરીથી મહારાષ્ટ્રમાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસના અવસર પર પાકિસ્તાનને ચેતવ્યું છે. પીએમ મોદીએ એક વખત ફરીથી જણાવ્યું છે કે સરકાર જવાનોના લોહીનો બદલો જરૂર લેશે. તેમજ, પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે હવે નવી નીતિ છે અને આના પ્રમાણે અમે પહેલા કોઈને છેડતા નથી અને જો કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી.

મહારાષ્ટ્રના ધુલામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે એક એવા સમય પર હું તમારી વચ્ચે આવ્યો છું જ્યારે પુલવામા માં આપણા જવાનો પર હુમલાને લઈને દેશ આક્રોશિત છે. એક બાજુ દેશ ગુસ્સામાં છે તો બીજી બાજુ દરેક આંખ ભીની છે. એક દેશ માટે આપણું કાર્ય અહિયાથી જ શરૂ થાય છે. જેમણે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, એમના પરિવાર સાથે અમે હંમેશા ઉભા રહીએ. આ ધીરજનો સમય છે, સંવેદનશીલતાનો સમય છે, આ દુઃખનો સમય છે. પરંતુ દરેક પરિવારને હું એ ભરોસો આપું છું કે દરેક આંસુનો જવાબ લેવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત નવી રીત અને નવી નીતિનો દેશ છે, એ હવે દુનિયા પણ અનુભવ કરશે. ભારતની આ નીતિ રહી છે કે અમે કોઈને છેડતા નથી, પરંતુ ભારતને કોઈ છેડશે તો છોડતા પણ નથી. પીએમ મોદીએ આની પહેલા પણ કહ્યું છે કે તે લોહીના એક એક બુંદનો હિસાબ લેશે. જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલામાં ૪૦ જવાન શહીદ થઇ ચુક્યા છે, જ્યારે ઘણા ઘાયલ છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે.

પીએમ મોદીએ ધુલામાં કહ્યું કે ધુલે શહેરમાં ઔધોગિક શહેર બનવાની પૂરી સંભાવના છે. આ એવી જગ્યા સ્થિત છે, જ્યાંથી દેશના અલગ અલગ શહેરોમાં વ્યાપારની સંભાવના છે, અહિયાથી ઘણી નવી મોટી મોટી નેશનલ હાઈવે નીકળે છે. આજે અહીયાની કનેક્ટિવિટીને અને સશકત કરતાં બે રેલ્વે લાઈનોના પાયા નાખવામાં આવ્યા છે.

પીએમ મોદીએ આગળ કહ્યું કે તાપી નદીની જલધારા જે ધૂળથી થઇ નીકળે છે, તે લાંબા સમયથી પાણી માટે તરસતા રહ્યા છે. પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી બંને પડકારોને ઓછા કરવા માટે આજે મોટો પ્રયત્ન થયો છે. લગભગ એક દશક પહેલા ઉધના જલગાંવ રેલ લાઈનના વિસ્તકરણની ફાઈલ શરૂ કરવામાં આવી હતી, જેને હવે છેક પૂરી કરી શકાઈ છે. આ લાઈનના દોહરીકરણની સાથે સાથે, આનું વિદ્યુતીકરણ પણ પૂરું થઇ ચુક્યું છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના યવતમાલ અને ધુલે જિલ્લાના પ્રવાસ પર છે. જ્યાં એમણે ઘણા પ્રોજેક્ટોની શરૂઆત કરી. વિદર્ભના યવતમાલમાં પ્રધાનમંત્રી, આદિવાસી વિદ્યાર્થીઓ માટે એક મોર્ડન આવાસીય શાળાનું ઉદ્ધાટન કર્યું. આના સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રમાણે બનાવેલા ઘરોની ચાવીઓ અમુક લાભાર્થીઓને સોંપી. આ દરમ્યાન એમણે એક જનસભાને પણ સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું કે દેશની પ્રગતિ પાછળ ઘણા બલિદાનોનું યોગદાન છે.

એમણે કહ્યું કે હું જાણું છું કે આપણે બધા ઊંડી વેદના અનુભવી રહ્યા છીએ. પુલવામા માં જે થયું, એને લઈને તમને આક્રોશને હું સમજી રહ્યો છું. અહિયાં મહારાષ્ટ્રના ૨ વીર પુરુષોએ પુલવામા માં પોતાના પ્રાણોની આહુતિ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે આ શહીદોનું બલિદાન વ્યર્થ નથી જાય, આતંકી સંગઠનોને, આતંકના વડાઓએ જે ગુનાઓ કર્યા છે, તે ચાહે જેટલું છુપવાની કોશિશ કરે, એને સજા અરુર આપવામાં આવશે. એમણે જણાવ્યું કે સૈનિકોમાં અને વિશેષ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે, તે પણ દેશ સમજી રહ્યો છે, એટલા માટે સુરક્ષા બળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment