પંજાબના અમ્રીત્સરના પ્રસિધ્ધ “છોલે” બનાવ્યે સ્ટેપ બાય સ્ટેપ

344

પંજાબી રસોઈ એ પંજાબ, હરિયાણા તથા કાશ્મીરનું મિશ્રણ રજુ કરે છે. જયારે પણ પંજાબી રસોઈની વાત આવે એટલે છોલેનો ઉલ્લેખ થાય જ છે. પંજાબી છોલે વગર પંજાબી રસોઈ અધુરી ગણાય છે. પંજાબી છોલે પંજાબમાં જ નહિ આખા ભારત ભરમાં ખુબ પ્રસિધ્ધ છે. આ વાનગીની સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં કે રાતના ભોજનમાં પણ લિજ્જત મણાય છે. અહી મેં પંજાબના અમ્રીત્સરના પ્રસિધ્ધ છોલે રજુ કર્યા છે. આ વાનગી સાથે પરોઠા કે ભટુરા પીરસી શકાય છે.

પંજાબી છોલે બનાવવા માટે સમગ્રી :

છોલે : 250 gm પલાળેલા અને બાફેલા
છોલે મસાલા : 1 1/2 ચમચી
ટામેટા : 2 કપ પ્યુરી (પીસેલા)
ડુંગળી : 1 કપ કાપેલી
આદું : 1 ચમચી ઉભા કાપેલા
તેલ : 2 ચમચી
એલચી : 3 નંગ
લવીંગ : 3 નંગ
તજ : 1 ઇંચ નો ટુકડો
તેજ પત્તા : 2 નંગ
ચા : ૪ ચમચી, ચાનું પાણી
આમચૂર પાવડર : 1 ચમચી
આમલીનો પલ્પ : 2 ચમચી
લાલ મરચું : 2 ચમચી
મીઠું : 2 ચમચી
પાણી : 1, 1/2 કપ ગ્રેવી માટે

પંજાબી છોલે બનાવવા માટે સૂચનો :

1.) છોલેને આખી રાત કે ૬ થી ૭ કલાક માટે પલાળી દો.
2.) એક કટોરામાં આમલીને ૫ મિનીટ માટે પલાળી દો.
3.) એક તપેલામાં પાણી ઉકાળીને તેમાં ચા નાખી તેનું પાણી બનાવી લો. તેને ગાળીને બાજુમાં રાખી દો.
4.) એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં તજ, લવીંગ, એલચી અને તેજ પત્તાને એક મિનીટ માટે સોતરી લો.
5.) ત્યાર પછી તેમાં ડુંગરી નાખીને ત્યાં સુધી સોતળો કે તે કાચીના રહે.
6.) એક વાર ડુંગરી ચડી જાય એટલે તેમાં બાકીની સામગ્રી નાખીને મિક્સ કરો.
7.) હવે બાફેલા ચણાને તેમાં ઉમેરો અને બરાબર હલાવો.
8.) લગભગ ૪ મિનીટ માટે ગ્રેવીને હલાવો અને તેમાં છોલે પાવડર, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી દો.
9.) એક વાર બધી સામગ્રી બરાબર ચડી જાય એટલે તેમાં ચાનું પાણી નાખી ૫ મિનીટ માટે ચડવા દો.
10.) જોતા રહો ધીમે ધીમે શાકનો રંગ વધુ ઘેરો બનશે.
11.) હવે તેમાં આદુંની ચીરી ઓ નાખી હલાવી લો.
12.) છેલ્લે તેમાં આમલીનું પાણી નાખી ૫ મિનીટ માટે પકાવો.
13.) હવે તમારી છોલે મસાલા સબ્જી ત્યાર છે.

આ અમરીત્સરી છોલે મસાલા સબ્જીને ગરમ પરોઠા, તંદુરી રોટલી કે નાન સાથે પીરસો.

પંજાબી છોલે બનાવવા માટે વિધિ :

અમરીત્સરી પરમ્પરાના છોલે બનાવવા માટે છોલે ચણાને આખી રાત પલાળો. છોલે લગભગ બમણા થશે.

પંજાબી છોલે માટે આપને નીચે આપેલી સામગ્રી જોશે. પલાળેલા ને બાફેલા ચણા, ટામેટાનો પલ્પ, બારીક કાપેલી ડુંગરી, આમચૂર પાવડર, આમલી, તજ, લવીંગ, તેજ પત્તા, એલચી, આદુ ઉભા ચીરીમાં કાપેલું, અને થોડું ચાનું પાણી. સાથે દરેક ભારતીય સામગ્રી ભંડારમાં મળતો છોલે મસાલો પણ લેવો. અહી મેં એવેરેસ્ટ છોલે મસાલા વાપર્યો છે.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લવીંગ, તજ, એલચી અને તેજ પત્તા નાખો.

હવે તેમાં ઝીણી સમારેલી ડુંગરી, આછો કથ્થાઈ રંગ થાય ત્યાં સુધી સાંતળો.

તેમાં ટામેટાનો પલ્પ ઉમેરી ગ્રેવીને ચડવા દો. હવે તેમાં લાલ મરચું ઉમેરી ગ્રેવીને 2 થી 3 મિનીટ સુધી ચડવા દો.

એક વાર ગ્રેવી બરાબર ચડી જાય અને તેલ છુટવા લાગશે.

હવે છોલેને ટામેટાની ગ્રેવીમાં ઉમેરી દો.

તેમાં એવેરેસ્ટ છોલે મસાલા, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી દો.

બધા મસાલાને મિક્સ કરી તેમાં ચાનું પાણી ઉમેરી દો. આનાથી છોલેનો રંગ વધુ ઘેરો બનશે અને તે પરંપરિત ધાબા સ્ટાઇલ જેવા દેખાશે.

પાણી ઉમેરી છોલેને ૫ થી ૧૦ મિનીટ સુધી બરાબર ચડવા દો. છેલ્લે તેમાં આદુની ઉભી ચીરી ઉમેરી દો.

હવે તેમાં આમલીનું પાણી નાખીને બરાબર મિક્સ કરો.

છેલ્લે સબ્જીને ૫ થી ૬ મિનીટ ચડાવી લો.

સ્વાદિષ્ટ, પરંપરિત, પંજાબી, અમરીત્સરી છોલે પીરસવા માટે તૈયાર છે. આ સબ્જીને પરોઠા, નાન, લચ્છા પરોઠા અને તંદુરી રોટી સાથે પીરસો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment