વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી દરેક વ્યક્તિના શરીરના આરોગ્યનો ખજાનો છે. તેનાથી તમને મળશે આ લાભ…

69

જ્યારે તમે માર્કેટમાં ફળ કે શાકભાજીની ખરીદી કરવા જાવ છો ત્યારે તમે કઈ બાબતનું સૌથી વધારે ખાસ ધ્યાન રાખો છો ? એજ ને કે શાકભાજી કે ફળ તાજા ફ્રેશ છે કે નહિ ? લગભગ મોટા ભાગના લોકો ફળ કે શાકભાજી ખરીદતી વખતે એવું વિચારતા નથી કે તાજા ફળ કે શાકભાજી ખરીદતી વખતે તે સાથે બીજી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, જેનાથી તેને વધુ ફાયદો થાય.

શું તમે જાણો છો કે ફળ કે શાકભાજીનો ખાસ રંગ તેમાં રહેલ પોષક તત્વોની તરફ તમારું ખાસ ધ્યાન ખેંચે છે ? જેમ કે, વાયોલેટ કે પર્પલ રંગના ફળ કે શાકભાજીને ખાવાથી તમારા આરોગ્ય માટે તે ઘણી રીતે લાભદાયક પૂરવાર થાય છે. કારણ કે તેમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો અને મિનરલ એટલે કે ખનીજ તત્વો હોય છે. તો ચાલો તમને બતાવીએ આવા ફળ અને શાકભાજી.

1.) વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી.

અત્યારે માર્કેટમાં વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી ઉપલબ્ધ છે. જેમ કે, રીંગણા, ડુંગળી, કાળી દ્રાક્ષ, જાંબુ, પર્પલ ગાજર, લીલા પાન વાળી કોબી, લીલી ફ્લાવર કોબી, શેતુર, ફાલકા, બ્લુબેરી વગેરે ફળ અને શાકભાજી ખુબજ લાભદાયક છે. કારણ કે આવા શાકભાજી અને ફળમાં એન્ટીઓક્સીડેન્ટસનું પ્રમાણ વધારે હોય છે. હકીકતમાં જે ફળ અને શાકભાજીનો રંગ જેટલો ગાઢ અને ઊંડો હોય તે શાકભાજી અને ફળમાં મિનરલ્સ એટલે કે ખનીજ તત્વો અને એન્ટીઓક્સીડેન્ટસનું પ્રમાણ તેટલું વધારે હોય છે.

2.) ઉમરની અસરનો પ્રભાવ કે ચિહ્નો બતાવતું લક્ષણ ઓછા હોય છે.

વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજીની એક ખાસ વાત એ છે કે તેમાં એન્ટી એજીન્ગનો ગુણ રહેલો છે. એટલે કે જો તમે આવા ફળ અને શાકભાજીનો ખાવામાં ઉપયોગ કરતા હશો તો તેનાથી તમારી ઉમરની અસરનો પ્રભાવ કે ચિહ્નો બતાવતું લક્ષણ જેમ કે, ज़ुर्रिया ,जाइया, આંખોની નીચે કાળા કુંડાળા વગેરે ઓછા દેખાય છે. એટલા માટે જો તમે ઈચ્છતા હો કે તમારા શરીરની ત્વચા (સ્કીન) તમારી ઉમર કરતા વધારે યુવાન દેખાય તો વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી ખાવા જોઈએ.

3.) બ્લડ પ્રેશર (લોહોનું દબાણ) ઓછું કરે છે.

વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી આહારમાં લેવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમારે રીંગણા, પર્પલ (કાળી) દ્રાક્ષ, વાદળી રંગના પાનવાળી કોબી વગેરેનો ઉપયોગ તમારા આહારમાં વધારે કરવો જોઈએ. વાયોલેટ કે પર્પલ રંગના શાકભાજીમાં ફ્લૈવોનોઈડ હોય છે જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ફ્લૈવોનોઈડ વાળા ખાદ્ય પદાર્થોનો ખાવામાં ઉપયોગ કરવાથી અમુક પ્રકારના કેન્સરથી પણ બચાવે છે.

4.) યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન (યુટીઆઈ) માં પણ રક્ષણ.

વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી આહારમાં લેવાથી યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન એટલે કે યુટીઆઈ માં પણ રક્ષણ કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે આવા રંગના ખાદ્ય પદાર્થ શાકભાજીમાં એન્થોક્યાનિન નામનું એન્ટીઓક્સીડેંટ હોય છે. જે બેક્ટેરિયા અને સંક્રમણને રોકે છે. તે શરીરના અન્ય પ્રકારના સંક્રમણમાં પણ રક્ષણ કરે છે. જો તમને કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન હોય તો વાયોલેટ કે પર્પલ રંગના ફળ અને શાકભાજી આહારમાં લેવાનું અત્યારથી જ શરુ કરો. ચોમાસાની ઋતુમાં સંક્રમણનો ખતરો ખાસ વધી જાય છે.

5.) હૃદય માટે ખાસ ઉપયોગી.

સ્વસ્થ શરીર માટે સૌથી જરૂરી છે તમારું હૃદય સ્વસ્થ રહે. જો તમે તમારા આહારમાં પર્પલ રંગના શાકભાજીનો પણ સમાવેશ કરશો તો તેનાથી તમારું હૃદય પણ સ્વસ્થ રહે છે. પર્પલ રંગના ફળ અને શાકભાજીમાં એવા કેટલાય એન્ટીઓક્સીડેંટ હોય છે જે હૃદયની બીમારીથી બચાવે છે, અને તમારા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને કંટ્રોલમાં રાખે છે. એ

6.) લીવરનું રક્ષણ કરે છે અને બીજા રોગોમાં પણ લાભદાયક હોય છે.

બ્રાઉન ચોખામાં બ્લુબેરી કરતા પણ વધારે એન્થોકયાનીન હોય છે. એટલા માટે તેનો ખાદ્ય પદાર્થ સાથે ઉપયોગ કરવાથી તમારા માટે ખુબજ લાભદાયક રહે છે. પર્પલ રંગના ફળ, શાકભાજી અને અમુક પ્રકારના અનાજમાં ફ્લૈવોનોઈડ, રેસ્વેરાટ્રોલ, પોલીફેનોલ્સ, જેવા કેટલાય અગત્યના એન્ટીઓક્સીડેંટ હોય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment