“રામ ખીચડી” એટલી મજેદાર કે પીરસતા જ થાય ચટ

360

ગુજરાતના કાઠીયાવાડી વિસ્તારની એક સરળતાથી બનાવી સકાય તેવી વાનગી એટલે ખીચડી. દાળ, ચોખા અને ભરપુર માત્રામાં શાકભાજીઓનું એક પરફેક્ટ સયોજન કરીને સ્વાદ આ ખીચડીને પોષ્ટિક તત્વોથી ભરપુર બનાવે છે. આ તીખી અને મજેદાર ખીચડી લો ફેટ વાળા દહિની સાથે કે કાઢી અને પાપડની સાથે લિજ્જતથી ખાય સકાય છે.

ખીચડી બનાવવાની તૈયારીનો સમય : 15 મિનિટ
ખીચડી પકવવા માટેની સમય : 25 મિનિટ
ખીચડીને પલાડવાનો સમય : 10 થી 15 મિનિટ
ખીચડી બનાવવાનો કૂલ સમય : ૫૫ મિનિટ
ખીચડીની ટોટલ માત્રા : 4 વ્યક્તિ માટે

ખીચડી બનાવવા માટેની સામગ્રી :

અડધો કપ પીળા મગની દાળ,
અડધો કપ ચોખા,
એક ટેબલ સ્પુન ઘી,
અધો ટી સ્પુન જીરું,
2 લવિંગ,
1 ઇંચ જેવડો તજ નો ટુકડો,
1 તમાલ પાત્ર,
અડધો કપ ફ્લાવર બાદીયા,
અડધો કપ ટુકડા કરેલ રીંગણ,
અડધો કપ છાલ ઉતારેલુ અને ટુકડા કરેલું બટાકું,
અડધો કપ કાપેલી ડુંગળી,
¼ કાપેલી ફણસી,
¼ લીલા વટાણા,
અડધી ટી સ્પુન હળદર,
1 ટી સ્પુન લાલ મરચાનો પાઉડર,
અડધો ટી સ્પુન ગરમ મસાલો,
સ્વાદ અનુસાર મીઠું,

ખીચડી સાથે પીરસવા માટે :

કાઢી અને પાપડ

ખીચડી બનાવવાની રીત :

1.) મગની દાળ અને ચોખાને સાફ કરી ચોખા પાણીથી ધોઈ પ્રીયાપ્ત માત્રના પાણીમાં 10 થી 15 મિનિટ સુધી તેને પલળવા દો. પછી તેને ગાળીને એક બાજુ રાખી મુકો.

2.) એક પ્રેસર કુકર લઈ તેમાં ધી ગરમ કરો પછી તેમાં જીરું, લવિંગ, તજ અને તમાલ પત્ર નાખો.

3.) જયારે આ બધી વસ્તુઓ સરખી રીતે તળાય જાય ત્યારે તૈયાર કરેલા શાકભાજીઓ, હળદળ, લાલ મરચા પાઉડર અને ગરમ મસાલો તેમાં નાખી સરખી રીતે હલાવી માધ્યમ તાપ પર 3 થી 4 મિનિટ સુધી પાકવા દો.

4.) ચોખા, મગની દાળ અને સ્વાદ અનુસાર મીઠું નાખી મધ્યમ તાપ પર વધારે 2 મિનિટ સસુધી પાકવા દો.

5.) હવે તેમાં 4 કપ ગરમ પાણી નાખી તેને સરખી રીતે મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી સુધી પકાવો.

6.) હવે કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેમની સારી વરાળ કાઢી લઈ પછી તેને 1 ચમચાથી હલાવો અને મિક્ક્ષ કરો.

7.) લો તમારી રામ ખીચડી થઇ ગઈ તૈયાર અને પીરસો કઢી અને પાપડ સાથે અને માણો આ રામ ખીચડીની લિજ્જત તમારા ફેમેલી સાથે.

લેખન અને સંકલન : ભાવના પટેલ & Team Dealdil

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment