રહસ્યથી ભરેલી છે વિશ્વની આ 9 જગ્યાઓ જ્યાં ક્યાંક જમીનમાંથી આગ નીકળે છે તો ક્યાંક કપડા પહેરવાની મનાઈ છે

14

વિશ્વમાં એવી કેટલીય અજીબો ગરીબ જગ્યાઓ છે. જેના વિશે કદાચ તમે જાણતા પણ નહિ હો. અને હા, કદાચ તમે આ જગ્યાઓને જોઇને પણ વિશ્વાસ નહિ કરી શકો. આમ જુઓ તો વિશ્વમાં એવા કેટલાય શહેર અને દેશ છે જે પોતાના કેટલાક અસુરક્ષિત લક્ષણ અને ખાસિયતને લીધે પ્રસિદ્ધ છે. તો ચાલો આજે અમે તમને વિશ્વના જુદા જુદા શહેરમાં અને દેશમાં આવેલી આવી કેટલીક રહસ્યથી ભરેલી જગ્યાઓ અને દેશ તથા શહેરો વિશે જણાવીએ.

કદાચ તમને ખબર તો હશે જ કે વિશ્વમાં સૌથી ઓછો કચરો સ્વીડનમાં જોવા મળે છે. જ્યારે ઈજીપ્તના આ શહેરમાં અન્ય દેશ કરતા કચરો કંઈક વધુ પ્રમાણમાં મળી આવે છે. ઉપરાંત તે અન્ય દેશોમાંથી પણ કચરાને ખરીદે છે. ઈજીપ્તના આ શહેરમાં રોડ પર, ગલીઓમાં, ઘરની બાલ્કનીમાં, છત પર, બારીના છજા પર આમ દરેક જગ્યા પર તમને કચરો ફેલાયેલો જોવા મળશે. હકીકતમાં અહિયાં આસ  પાસના બીજા શહેરોમાંથી પણ કચરો લાવવામાં આવે છે. અને તેને ફરીથી રીસાઈકલ કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલીયાના એડીલેડ શહેરથી લગભગ 850 કિલોમીટર દૂર આવેલ કૂબર પેડી નામનું આ આખું ગામ જમીનની ઉપર નહી પણ જમીનની નીચે આવેલું છે. આ ગામને ઉપરથી જોતા તમને ફક્ત માટીનો કાદવ જોવા મળશે. જયારે જમીનની નીચે જઈને જોતા તમને આલીશાન મહેલ અને મકાનો જેવા ઘર જોવા મળશે. આ ગામમાં 3500 લોકોની વસ્તી આવેલી છે.

અત્યાર સુધીમાં કદાચ તમે અમુક લાંબા કે ઉચા માણસોને જોયા હશે અથવા તો તમારી આજુ બાજુ 2, 4 ઠીંગણા લોકોને જોયા હશે. પરંતુ તમે ક્યારેયસાંભળ્યું છે કે તમને ખબર છે વિશ્વમાં એક એવું શહેર પણ છે જ્યાં દરેક લોકો ઠીંગણા છે. એટલું જ નહિ ચીનમાં આવેલ આ શહેરમાં ફક્ત તેવા લોકોને જ તે શહેરમાં રહેવા માટેની અનુમતિ મંજુરી આપવામાં આવે છે જેની લંબાઈ 51” ઇંચથી ઓછી હોય. છે ને અજબ વાત

તમે તાપ અને ધૂળથી બચવા માટે મોઢા પર માસ્ક ચોક્કસ લગાવ્યો જ હશે. પરંતુ શું તમને ખબર છે કે લગભગ અઢી હજાર વસ્તીવાળા જાપાનના મીયાકી જીમા શહેરમાં દરેક લોકો દરરોજ માસ્ક પહેરી રાખે છે. હકીકતમાં અહિયાં કેટલીય વાર જ્વાળામુખી ફાટી ચુક્યા છે. એટલા માટે અહીના લોકો દરરોજ માસ્ક પહેરી રાખે છે.

તમને એ બાબતની ખબર તો હશે જ કે ચીન દરેક બાબતની કોપી કરવામાં એક નંબરનું માસ્ટર છે. જો તમારે આ બાબતનું પ્રમાણ જોઈતું હોય તો ચીનના થેમ્સ ટાઉનની મુલાકાત લઇ આવો. તમને તરત ખ્યાલ આવશે કે આ થેમ્સ ટાઉન ઇંગ્લેન્ડની આબેહુબ કોપી નકલ છે. અને લંડનની થેમ્સ નદીના નામ પરથી આ શહેરનું નામ પણ થેમ્સ ટાઉન રાખવામાં આવ્યું છે. અહીયાની દરેક દીવાલો, ઘર, પાર્ક, રોડ-રસ્તાઓ વગેરે બધું જ ઇંગ્લેન્ડ શહેરની હુબહુ કોપી છે. જો કે આ આખું શહેર અત્યાર સુધી સાવ પૂરેપૂરું ખાલી છે. તે શહેરમાં કોઈપણ રહેવા આવતા નથી.

ભારતના તામીલનાડુમાં 1968 ના વર્ષમાં ઓરોવીલેની સ્થાપના કરવામાં આવી હતી. અહીની સૌથી મોટી ખાસિયત એ છે કે કોઇપણ વ્યક્તિ અહિયાં જમીન જાયદાદના માલિકિ હક્ક રાખતા નથી. અને પૈસાની લેવડ દેવડ કે આદાન પ્રદાનસાવ નહિવત છે. સમજો કે ના બરાબર છે. આ શહેરની વચ્ચે એક મંદિર પણ છે. જ્યાં દરેક ધર્મના લોકો આવીને પોતાના ઈશ્વરની આરાધના કરે છે.

વિશ્વમાં ફક્ત એક અમેરિકામાં જ આવેલ સેન્ટરેલિયા પેન્સીલવેનિયા શહેર છે જેની જમીનમાંથી હંમેશા આગ નીકળે છે. વાસ્તવમાં હકીકતમાં એક જમાનામાં  અહિયાં કોલસાની ખાણો હતી. પણ એક દિવસ કોલસાની આ ખાણમાં અચાનક આગ લાગી ગઈ. ત્યારથી આજ સુધી આ આગનો સિલસિલો ચાલુ છે. 1962 નાં વર્ષની પહેલા અહિયાં ખુબજ વિકાસ થયેલો હતો. પરંતુ કોલસાની ખાણમાં લાગેલી આ આગે આ શહેરને બરબાદ કરી દીધું છે.

રીટાયર્ડમેન્ટ પછી જો તમને ક્યાય શિફ્ટ થવાનું મન હોય તો “ધ વિલેજ ફ્લોરીડા”તમારા માટે સૌથી સારી અને પરફેક્ટ જગ્યા છે. એમ સમજો કે આ શહેર ફક્ત સીનીયર સીટીઝન માટે જ બનાવવામાં આવ્યું છે. દરેક ઘરમાં એક વ્યક્તિ 55 વર્ષથી ઉપરની હોવી જ જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહી એટલી શાંતિ,આરામ છે કે અહિયાં આજ સુધીમાં એક પણ અપરાધિક ગુનો બનેલ નથી.

બ્રિટનના હર્ટ ફોર્ડશાયરના બ્રિકેટવુડથી દૂર આવેલ એક સ્પીલપ્લાટ્ઝ નામનું એક ગામ છે. આ ગામમાં રહેતી મહિલાઓ, પૂરૂષો અને નાના બાળકો, દરેક લોકો કપડા પહેરતા નથી. કપડા પહેર્યા વગર જ રહે છે. એટલે કે સાવ નગ્ન જ રહે છે. એટલું જ નહિ પણ આ દરેક લોકો સંપૂર્ણપણે આધુનિક જીવન સ્ટાઇલની સાથે જીવન જીવે છે. હકીકતમાં આ ગામ વિશે મોટા ભાગના લોકોને આજે પણ જાણકારી નથી. આ ગામને 1929 ના વર્ષમાં ઇસુલ્ટ રીચાર્ડસને શોધ્યું હતું. ત્યારથી આ લોકોએ નક્કી કર્યું હતી કે તેઓ પ્રકૃતિની નજીક અને બિલકુલ પ્રાકૃતિક રીતથી જીવન જીવશે. અને ત્યારથી અહીના લોકો આરામથી સાવ નિર્વસ્ત્ર રહે છે અને જીવન જીવે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment