બે નાનકડી વાતો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…રાજેન્દ્ર જોશીની કલમે.

97
rajendra-joshi-two-short-story

બે પ્રેરક પ્રસંગો

૧. “શું તમને કૉફી ભાવે છે?”

એક ભાઇના નવા નવા લગ્ન થયા! લગ્નના બીજા દિવસે તેમની ઊંઘ તેમના પત્ની કરતાં થોડી વહેલી ઉડી ગઇ. તેમણે પથારીમાંથી ઊભા થઇ દૈનિક ક્રિયાઓ પતાવી. ત્યારબાદ રસોડામાં જઇ બે કપ કોફી બનાવી. એટલી વારમાં તેમના પત્ની ઉઠી ગયાં.પેલા ભાઇએ કોફીનો એક કપ પોતાના માટે રાખ્યો અને બીજો કપ પોતાના પત્ની તરફ લંબાવ્યો.
આ રીતે રોજ પેલા ભાઇ સવારે વહેલા ઉઠે,બે કપ કોફી બનાવે,એક કપ પોતે પીવે અને બીજો કપ પોતાના પત્નીને આપે.આ ઘટનાક્રમ જીવનના બીજા ૫૦ વર્ષો સુધી અવિરતપણે ચાલ્યા કર્યો.લગ્નની સુવર્ણ જયંતિના દિવસે પણ પેલા ભાઇ હંમેશની માફક સવારે વહેલા ઉઠ્યા.૭૦-૭૨ વર્ષની ઉંમરે હળવાં ડગલાં ભરતાં તેઓ રસોડા તરફ ગયા.ધ્રુજતા હાથે ગેસનો સ્ટવ ચાલુ કરી તપેલી મુકી.બે કપ કોફી તૈયાર કરી.સર્વિંગ પ્લેટમાં બન્ને કપ ગોઠવી તે પોતાના પત્ની પાસે ગયા.કોફીનો કપ તેમણે શ્રીમતિજી તરફ લંબાવ્યો પણ અચાનક તેમની દ્રષ્ટિ તેણીની આંખ પર પડી.તેમાંથી દડદડ દડદડ આંસુની ધાર વહી રહી હતી. અનાપેક્ષિત શ્રાવણ-ભાદરવો નિહાળી પેલા ભાઇ મુંઝવણમાં મુકાઇ ગયા.તેમણે શ્રીમતિજીને સાંત્વના આપતા કહ્યું કે “આજે આપણા લગ્નની સુવર્ણ જયંતિ છે.૫૦ વર્ષોમાં આપણી વચ્ચે કોઇ અણબનાવ નથી બન્યો. બે દીકરા છે બન્ને વેલસેટ છે.વહુઓ પણ દીકરીથીયે વિશેષ મળી છે.તારો ખૂબ જ ખ્યાલ રાખે છે.તને કોઇ વાતનું દુઃખ નથી.વળી, હું પણ તારા માટે રોજ કોફી બનાવું છું. તો પછી તું શા માટે રડે છે?”
પેલા બહેને રડતાં રડતાં કહ્યું કે ” તમે મને ક્યારેય પૂછ્યું છે કે – તને કોફી ભાવે છે? આ તો પરણીને આવી તેના પહેલા દિવસે તમે પ્રેમથી કોફી બનાવી એટલે મેં પી લીધી.મને શું ખબર કે આ ક્રમ આટલા વર્ષો સુધી ચાલશે!!”

૨. “૧+૧=૨ ક્યારે ન થાય?”

શનિવારીય બાલસભામાં એક બાળકે કોયડાના રૂપમાં પ્રશ્ન પૂછ્યો : ” ૧+૧=૨ ક્યારે ન થાય? ” દરેકે પોતાની સમજણ મુજબ જવાબો આપ્યા પણ આ પ્રશ્નના સાચા ઉત્તર સુધી કોઇ પહોંચી શક્યું નહિ.
પ્રશ્ન પૂછનાર બાળકે શિક્ષકોને પણ જવાબ આપવાની છૂટ આપી. એક સન્નાટો છવાઇ ગયો. સામાન્ય રીતે ૧+૧=૨ જ થાય એવી પાકી સમજણ ધરાવતાં શિક્ષકોએ તે બાળકને જ એ પ્રશ્નનો જવાબ આપવા કહ્યું.બાળકે સ્મિત આપતાં કહ્યું : ” સાહેબ, દાખલો ખોટો હોય ત્યારે ૧+૧=૨ ન થાય. ”

લેખક : રાજેન્દ્ર જોશી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment