રજનીકાંતની નાની દીકરી સૌંદર્યા રજનીકાંત બીજા લગ્ન કર્યા પછી આઈસલેન્ડમાં મનાવી રહી છે હનીમૂન…

13

સૌંદર્યા રજનીકાંત વિશાગન વનંગમુદી સાથે બીજા લગ્ન કર્યા પછી આઈસલેન્ડમાં હનીમૂન મનાવી રહી છે. હનીમૂનના ફોટાઓ એમણે સોશિયલ મીડિયા પર શેર કરીયા છે.

સૌંદર્યા રજનીકાંતએ પોતાના લગ્નના દિવસે ટ્રેડીશનલ કાંજીવરમ સાડી પહેરી હતી. જેને અબૂજાની સંદીપ ખોસલાએ એમ્બ્રોઇડરી વર્ક સાથે તૈયાર કરી છે.

ચેન્નઈમાં થયેલ વેડિંગ રીસેપ્શનના દિવસે સૌંદર્યાએ સબ્યસાચી દ્વારા ડીઝાઈન કરી. તેમજ એમની જવેલરી પણ સબ્યસાચીના હૈરિટેજ કલેક્શનમાંથી લેવામાં આવી હતી.

રજનીકાંતની નાની દીકરી સૌંદર્યાએ એક્ટર અને બિઝનેસમેન વિશાગન વનંગમુદી સાથે લગ્ન કરી લીધા છે. ચેન્નઈમાં ૧૧ ફેબ્રુઆરીની સવારે લગભગ દોઢ કલાક ચાલેલ દક્ષિણ ભારતીય વિધિ પછી સૌંદર્યા અને વિશાગન લગ્નના બંધનમાં બંધાય ગયા.

આ સૌંદર્યાના બીજા લગ્ન છે. સૌંદર્યાએ આની પહેલા ઉદ્યોગપતિ અશ્વિન રામકુમાર સાથે ૨૦૧૦માં લગ્ન કર્યા હતા અને એમણે ૨૦૧૬માં છૂટાછેડાની અરજી આપી દીધી અને અલગ થઇ ગયા. એમનો વેદ નામનો એક દીકરો છે.

ગ્રાફિક્સ ડીઝાઈનરના રૂપે પોતાના કરિયરની શરૂ કરનારી સૌંદર્યાએ ‘બાબા’, ‘મજા’, ‘સંદાકોજી’, અને ‘શિવાજી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ વિશાગનએ ૨૦૧૮માં તમિલ ફિલ્મ ‘વંજાગર ઉલાગમ’ની સાથે અભિનય કરિયરની શરૂઆત કરી હતી.

૨૦ સપ્ટેમ્બર, ૧૯૮૪એ જન્મેલ સૌંદર્યાનું સાચું નામ શકુબાઈ રાવ ગાયકવાડ છે. ૨૦૧૪માં રિલીજ રજનીકાંત સ્ટારર ‘કોચાદાઈયા’ દ્વારા એમણે ડાયરેકશનમાં પગ રાખ્યો હતો.

નવેમ્બરમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં સૌંદર્યાએ સગાઈ કરી, જેમાં ખાલી પરિવારના અંગત લોકો જ શામેલ થયા હતા. સૌંદર્યાની જેમ જ વિશાગનને પણ બીજા લગ્ન છે. એમણે પહેલા લગ્ન એક મેગેજીનની એડિટર કનિખા કુમારન સાથે કરીયા હતા, પરંતુ પછી બંને અલગ થઇ ગયા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment