“રજવાડી પોટલી” એકદમ સરળ રેસીપી છે તમે આ વિકેન્ડ પર જરૂર ટ્રાય કરજો…

57

“રજવાડી પોટલી”

સામગ્રી:

લોટ બાંધવા માટે:

મેંદાનો લોટ: અઢીસો ગ્રામ, ઘી: પાંચ ચમચી, દુધ: એક ગ્લાસ, એલચી પાવડર: બે તૃતિયાંશ ચપટી

પૂરણ માટે:

માવો: બસો ગ્રામ, વેનીલા એસેંસ: અડધી ચમચી, દળેલી ખાંડ: બસો ગ્રામ, બારીક કાપેલા મીક્ષ ડ્રાયફ્રુટ, ઘી: ચારથી પાંચ ચમચી, ખમણ: બે ચમચી

રીત:

લોટ બાંધવાની સામગ્રીથી લોટ બાંધીને અડધો કલાક રાખી મુકવો. એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં માવો ખમણીને નાખવો, તેને આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકવો, હવે તેમાં દળેલી ખાંડ, વેનીલા એસેંસ, બારીક કાપેલા મીક્ષ ડ્રાયફ્રુટ, ખમણ નાખી હલાવીને ગેસ બંધ કરી દેવો. હવે લોટમાંથી નાની -નાની પુરી વણી તેમાં તૈયાર કરેલુ પૂરણ ભરીને હાથથી પુરીને ગોળ-ગોળ ફેરવવી જેથી પોટલી જેવો સરસ આકાર આવી જશે.

આમ દરેક તૈયાર કરી લેવી, પછી તેને ચાર-પાંચ કલાક રાખી મુકવી ત્યારબાદ તેલ ગરમ કરીને આછા ગુલાબી કલરની તળી લેવી. તૈયાર છે તમારી રજવાડી પોટલી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment