વીસ વર્ષ પહેલા થયેલા પ્રેમનો ઇઝાહાર કરતો લાગણી સભર પત્ર વાંચો અને શેર કરો …

80
ravaji-gabani-love-latter

વહાલી લાગણી,

વીસ વર્ષ પહેલા તને પ્રેમનો ઇઝહાર કરતો પત્ર લખવાની હિમ્મત કરેલી.આજે ફરી વખત હિમ્મત કરું છું. એ વખતે તો તે જવાબ આપવાની તસ્દી સુધ્ધા નહોતી લીધેલી.ખબર નહીં કે આ વખતે તું શું કરીશ? છતાં આ વખતે મને શ્રદ્ધા છે , વિશ્વાસ પણ છે કે તારો કોઈ તો જવાબ આવશે જ.

વીસ વર્ષ એટલે 7300 દિવસ.લગભગ 175200 કલાક. કેવી રીતે મેઁ આટલો સમય વિતાવ્યો હશે ? કોઈને ચાહતા રહીને પોણા બે લાખ કલાક કાઢવા સહેલી વાત નથી. છતા મેઁ એ સમય સતત તને ચાહતા રહીને કાઢ્યો છે.આટલા બધા દિવસોમાં મારો કોઈ દિવસ એવો નહોતો કે મેઁ મારી લાગણીને ઝંખી ના હોય.ઝંખું જ ને ! કેમ ના ઝંખું ? હમમમ…? તને કહુ છું ?

તને પહેલીવાર મમ્મી સાથે દૂધ લઈને નીકળતા જોયેલી ત્યારે જ હું તારા પ્રેમમાં પડી ગયેલો.મારો એ પ્રેમ એક ક્ષણ માટે નહીં, કાયમ માટેનો હતો.મેઁ તને એક નહીં , બે નહીં , ત્રણ ત્રણ વાર મારી લાગણી પહોંચાડવા પ્રયત્ન કરેલો.પત્રમાં મેઁ મારા લોહીથી લવ યુ લખેલું.પણ , તું એ સમયે મારા માટે કોઈ રીતે ઉત્સુક નહોતી.તું મૌન રહી મને મુંજવતી ને હું તારા મૌનથી મુંજાયા કરતો.એ સિવાય મારી પાસે  બીજો કોઈ રસ્તો પણ નહોતો. અને હા , મને રીસ્પેક્ટ આપવાની વાતમાં તું મને પ્રેમ આપવાનું ભૂલી ગઈ હતી.ખેર ! છોડ જૂની વાત.


આજે વીસ વર્ષે પછી કોઈ ઈશ્વરીય સંકેતોથી તું મને મળી હો એવું મને લાગી રહ્યું છે. તારો સંપર્ક એફ.બી.ના માધ્યમથી થયો પછી છેલ્લા એક મહિનામાં જે કંઈ મે અનુભવ્યું છે એનો હું સાક્ષી છું.મને તો ફક્ત એટલી જ ખબર હતી, છે અને રહેશે કે મેઁ તને પ્રેમ કર્યો હતો , કરું છું અને મારે કરવાનો છે. મેઁ તો લાગણી નામની ધરતી પર પ્રેમ નામના બીજ વાવી દીધા છે.હવે વાદળ જાણે અને જાણે વસુંધરા.મને મારી ખબર છે લાગણીના મનમાં શું છે એ લાગણી જાણે.એ મને મનોમન પ્રેમ કરશે તો પણ મને બહુ ગમશે.મને અઢળક ખુશી થશે.મારી અતૃપ્ત ઝંખનાઓ પૂરી થશે.કોઈ પણ જાતની અપેક્ષાઓ વિના કરેલા પ્રેમની સાક્ષીએ તને એટલું જ કહેવાનું કે તું પણ મને મનોમન ચાહે.

વર્ષોના તપ પછી વરસાદ આવવાથી સૂકી ધરતી નવપલ્લવિત થાય, કંઈક એ રીતે તારો ઓનલાઈન સંપર્ક થવા માત્રથી તારા તરફના મારા પ્રેમે મને અંદરથી હરિયાળો કર્યો છે.તને મેળવ્યા વિના ગુમાવી દીધાની પીડા લઈને હું વર્ષો સુધી જીવ્યો છું. હવે તને મનોમન મેળવ્યાનું સુખ લઈને જીવવું છે. જો તારો સાથ મળે તો…
સમય હવે લાગણીના જવાબની એકવાર માટે રાહ જોઈ રહ્યોં છે. અટકું છું.

-લિ. સમયના Jsk.

એફ .બી.ઉપર પોતાને પોસ્ટ કરાયેલો પત્ર વાંચીને લાગણી અંદરથી હલબલી ગઈ. બેશરમ છે સાવ.આટલા વર્ષે પણ ભૂલ્યો નથી.પાગલ છે સાવ.કેવો પાછળ પડ્યો છે ! શું સમજતો હશે એના મનમાં એ ?રૂમાલથી પરસેવો લૂંછી એણે પાણી પીધું.સોફામાં બેઠી. ઝડપથી ફોન હાથમાં લીધો અને બળપૂર્વક પોસ્ટ ડિલીટ કરી નાખી. ઘરનું કામ હજુ બાકી હતું એટલે એ કામમાં પરોવાઇ.

આખો દિવસ તો કામના કારણે એણે સમય અને એના પત્રને પોતાની નજીક ફરકવા દીધા નહોતા. પણ પછી ધીરે ધીરે એનું મન વળી વળીને પત્રની વાતોમાં અટવાયા કરતું હતું.વીસ વરસ.7300 દિવસ.175200 કલાક. હે ભગવાન ! નંબર મળે તો એને ધધડાવી નાખું. શાંત પાણીને ડહોળવાનો પ્રયત્ન કરનાર સાલો મૂરખ ! કાંઈ લેવા દેવા જ નથી તો પછી શું ! બાજુમાં રહેતા અને રિસ્પેક્ટ આપતા એટલે ત્યારે કાંઈ નહીં કીધેલું. આટલા વર્ષે ફરી એને મોંમાં પાણી આવ્યું છે. નંબર શોધું અને પછી લઉ બરાબરનો.કેવું કેવું લખે છે સાલો આ ઉંમરે ? વિચારતા વિચારતા જ થાકના કારણે લાગણીને ક્યારે ઉંઘ આવી ગઈ એ ખબર ના રહી.

ભરનિંદ્રામાંથી એ જ્યારે જાગી ત્યારે ભારે વિહવળ અને બેચેન હતી.

” મેં તો તને પત્રમાં ખાલી મનોમન ચાહવાની વાત કરી હતી .ખાલી હા કહી રાજી રાખવાનો હતો મને.શું માંગી લીધું મેં તારી પાસે ? શું લૂંટાઈ જતું હતું તારું ? કોઈની લાગણીને સમજ્યા વિના ખખડાવી નાખવાથી તને શાંતિ મળીને ? હવે કોઈ પોસ્ટ નહીં આવે મારી.અને હા , શક્ય હોઈ તો મારી ભૂલ માફ કરી દેજે.” સમય દ્વારા બોલાયેલા છેલ્લાં શબ્દો લાગણીના કાને પડ્યા ને સપનું પૂરું થયું. સપનાના કારણે જ એ વિહવળ અને બેચેન હતી.

‘ઝટકાવી નાખવા છતા કેવી દલીલ કરતો હતો.મનોમન ચાહવા મંજૂરી માંગતો હતો પાગલ ! એકવાર આંગળી આપીએ એટલે પોઁચો પકડે પછી.બહુ દાખલા છે આવા.’મનોમન બબડતી લાગણીને ફરી ફરીને સપનાની વાત વીંટળાયા કરતી હોય એવું લાગ્યા કરતું હતું.

‘આમ તો આટલા વર્ષોમાં એણે ક્યારેય મને પરેશાન નથી કરી.પત્રમાં પણ બીજી કોઈ તોછડાઈ નથી કરી.હા, સપનામાં એણે છેક સુધી લડી લેવા જરૂર  પ્રયત્ન કરી લીધો હતો.પણ, એ તો સપનું માત્ર હતું.બાકી, એ ધારેત તો મારો સંપર્ક કરવામાં એને અગવડ પડે એવું હતું જ નહીં.પણ, ક્યારેય એણે કોઈ પ્રયત્ન સુધ્ધા કર્યો જ નહોતો.આજે કોણ જાણે એફ.બી.ના માધ્યમથી ટપકી પડ્યો.’

લાગણીને પત્ર ફરી વખત વાંચવાની ઇચ્છા થઈ આવી એટલે એફ.બી.ઓપન કરી.પછી એને યાદ આવ્યું કે પોતે પોસ્ટ તો ડિલીટ કરી નાંખી છે.

‘શું ઉતાવળ હતી તો આટલી ઝડપે પોસ્ટ ડિલીટ કરી? શાંતિથી વાંચીને પછી પણ ડિલીટ થઈ શકતી હતી.’લાગણીએ મનોમન પોતાની જાતને કેટલાક સવાલો કર્યાં.એકવાર તો પોસ્ટ એણે રીડ કરી જ હતી પણ, ગુસ્સાને કારણે ઉતાવળથી વંચાયું હતું.

લાગણીને લાગી રહ્યું હતું કે એના મન અને હૃદયે ઝગડવાનું શરું કરી દીધું છે.

“ફાલતું પત્ર વાંચીને કામ શું છે ?કારણ વિનાનો ઝંઝાવાત ઊભો કરવો છે ? જે થયું એ બરાબર જ થયું છે.પેલા નહોતું કશું તો અત્યારે કશું કરીને શું કામ છે ? બહુ લાગણીવેડામાં બહેક્વુ સારું નહીં.”
લાગણીનું મન લાગણીના હૃદયને ધમકાવી રહ્યું હતું.


‘ પણ, પ…ણ…, ચૂપ રહીશ તું ! તે જ આખો દિવસ એના વિચારો કરેલા. એટલે જ એ સપનામાં આવેલો.અને એ બીચારાએ પત્રમાં કે સપનામાં બીજું કહી પણ શું દીધું છે?’

લાગણીનું હૃદય સામે બરાબરની દલીલ કરી રહ્યું હતું.

મન અને હૃદયના જામેલા દ્વંદ્વ વચ્ચે લાગણી પીસાઇ રહી હતી. મનની ધરાહાર ના વચ્ચે હૃદય કહી રહ્યું હતું કે, ‘મનોમનમાં વાંધો શું છે ? ભલેને ચાહે એ પણ અને….’

લાગણીને હવે પત્ર વાંચવો પડશે એમ લાગી રહ્યું હતું એટલે એણે ગમે તેમ કરીને સમયનો નંબર મેળવી લીધો.
ઝટપટ નંબર ડાયલ કરી ધડકતા હૃદયે એ ફોન રિસિવ થવાની રાહ જોવા લાગી.
સામેથી “હેલ્લો !” સંભળાતા જ  લાગણી રેલ્લો ! રેલ્લો ! થઈ ગઈ.

‘ લાગણી બોલું છું. તમારી જેમ મને પણ… મ..નો..મ..ન..ફાવશે.અને હા, શક્ય હોઈ તો પેલો પત્ર મને ફરી વાર સેન્ડ કરોને !

લાગણી આગળ કશું બોલે એ પહેલા નેટવર્ક એરરના કારણે બે વાર  ટુ…ટુ …થઈને ફોન કપાઈ ગયો.ફોનના બંને છેડે સમય અને લાગણી કશુંક મનોમન વિચારી રહ્યાં હતાં.
રવજી ગાબાણી (વાર્તાનું ટાઇટલ : મનોમન )

નમસ્તે !

લેખક : રવજી ગાબાણી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment