RBI એ જણાવ્યું થોડું એવું સોનું પણ દેશની બહાર નથી મોકલ્યું, રેકોર્ડમાં ઉચ્ચ સ્તર પર પહોચ્યો સોનાનો ભંડાર…

12

દેશનું સોના ભંડાર વર્તમાનમાં રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોચી ગયું છે. આ સમયે આરબીઆઇની પાસે લગભગ 609 ટન સોનાનો ભંડાર છે.

ભારતીય રીઝર્વ બેન્કે શુક્રવારે જણાવ્યું કે 2014 કે ત્યાર બાદ થોડું એવું સોનું પણ બહાર મોકલવામાં આવ્યું નથી. કેટલાક અખબારો અને સોશ્યલ મીડિયામાં કેન્દ્રીય બેંક દ્વારા 2014 માં થોડુક સોનું મોકલ્યાની રીપોર્ટ બાદ આરબીઆઈએ આ બયાન જાહેર કર્યું હતું. તેથી તેના વિશે મીડિયામાં જે રીપોર્ટ આવી છે, તે સાવ ખોટી છે.

કોંગ્રેસ પાર્ટીએ ટવીટર પર એક રીપોર્ટ ટ્વીટ કરી છે, જેમાં 2014 માં આરબીઆઈ એ 200 ટન સોનું સ્વીત્ઝરલૅન્ડ મોકલવાની વાત કરી હતી. પાર્ટીએ રીપોર્ટ ટેગ કરતા જણાવ્યું હતું કે શું મોદી સરકારે ગુપચુપ રીતે આરબીઆઈ નું 200 ટન સોનું 2014માં સ્વીત્ઝરલૅન્ડ મોકલ્યું.

રેકોર્ડ સ્તર પર પહોચ્યું સ્વર્ણ ભંડાર.

ઓવરસીઝ ચાઈના બેંકિંગ કોર્પના અર્થશાસ્ત્રી હોવેઈ લી ના જણાવ્યા અનુસાર આરબીઆઈ 2019 15 લાખ ઔંસ સોનું ખરીદી શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના જણાવ્યા અનુસાર 2018માં આરબીઆઈ એ કુલ 42 ટન સોનાની ખરીદી કરી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સોનાની ખરીદ કર્યા બાદ દેશનું સુવર્ણ ભંડાર વર્તમાનમાં રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોચી ગયું છે. આ સમય આરબીઆઈની પાસે લગભગ 609 ટન સોનાનો ભંડાર છે. રૂસે 2018 માં સૌથી વધારે 274 ટન સોનાની ખરીદી કરી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment