“રેડ વેલ્વેટ કપ કેક” – ઘરે જ બનાવી સરપ્રાઈઝ આપો તમારા પ્રિયજનને…

29

“રેડ વેલ્વેટ કપ કેક”

સામગ્રી :

૧ કપ મેદો,
૨૦૦ ગ્રામ કન્ડેનસ મિલ્ક,
૧ ટે.સ્પૂન કોકો પાવડર,
૨ ટે.સ્પૂન રેડ ફૂડ કલર,
૩/૪ કપ છાશ ( મોળી ),
૧/૨ ટે.સ્પૂન મિલ્ક પાવડર,
૧/૨ ટે.સ્પૂન પાવડર સુગર,
૧/૨ ટે.સ્પૂન બેકીંગ પાવડર,
૧/૨ ટે.સ્પૂન સોડા,
૨ ટે.સ્પન બટર ( રૂમ ટેપરેચર),
૧ ટી.સ્પૂન વેનીલા એસેન્સ,

રીત :

એક બાઉલમાં મેદો, સુગર, સોડા ,બેકીગ પાવડર , મિલ્ક પાવડર, કોકો પાવડર ચાળીલો.
હવે બીજા એક બાઉલમાં કન્ડેનસ મિલ્ક, બટર , એસેન્સ , કલર મિકસ કરી બીટર થી બીટ કરો પછી તેમા મેદા વાળી સામગ્રી એડ કરી છાશ નાખી ફરી બીટ કરી કેક જેવુ બેટર તૈયાર કરો.
હવે આ બેટર ને કપ કેકના મોલડમાં નાખી પ્રી હીટ ઓવન માં ૧૮૦ ડ્રીગ્રી મા ૧૫ થી ૨૦ મિનિટ માટે બેક કરો.
બેક થયા પછી ઠંડુ થાય એટલે મનગમતુ ફ્રોસ્ટીગ કરી તમારા Valentine ને સવૅ કરો.

નોંધ:

તમે કેક ઉપર આઈસીગ સુગર એકલુ પણ છાટી શકો છો.
ચીઝ ક્રીમ, બટર , એસેન્સ, આઈસીગ સુગર મિકસ કરી બીટ કરી ફ્રોરસ્ટીગ કરી શકો છો.
ફ્રોસ્ટીગ પર સીલ્વર બોલસ કે મલ્ટી કલર બોલ્સ થી ગ્રારનિશ કરી શકો છો.

રસોઈની રાણી – કાજલ શેઠ ( મોડાસા )

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment