રીસર્ચ પ્રમાણે વજન વધવાનો મતલબ જાડુ થવું નથી, એનું કનેક્શન છે 13 પ્રકારના કેન્સર સાથે…

11

જો તમારો વજન વધારે છે તો એનો મતલબ ખાલી જાડુ થવું નથી પરંતુ ઘણી ખતરનાક બીમારીઓને નિમંત્રણ આપવા જેવું છે. અમુક લોકો જાડા હોય છે જે ઘણી વખત એવું કહેતા હોય છે કે અમે ખાતા પીતા ઘરેથી છીએ. જો તમે પણ એવું વિચારનાર છો તો સચેત થઇ જાવ કેમકે તમારો મોટાપો ઘણી ખતરનાક બીમારીઓનું કારણ બની રહ્યો છે. હકીકતમાં, મોટાપાનું કનેક્શન ફેટ સેલ્સ સાથે હોય છે. જેટલી ઝડપથી તમારા શરીરમાં ફેટ સેલ્સ વધવાનું શરૂ કરે છે એટલી જ ઝડપથી શરીરમાં ઈન્સ્યુલિન પણ વધવાનું શરૂ થઇ જાય છે અને જો એવું બની રહ્યો છે તો સમજી લો કે કેન્સર જેવી જીવલેણ રોગ થવાના સંકેત છે.

હાલમાં જ થયેલ એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે કે મોટાપાથી ઘણી ખતરનાક બીમારીઓ થાય છે

ખાસ રીતે કેન્સરનો જોખમ વધારે હોય છે. એક સ્ટડીમાં આ વાતનો ખુલ્લાસો થયો છે કે કેન્સરનો જોખમ મોટાપાથી ૪૦ ટકા સુધી વધી જાય છે અને જો તમારો વજન વધારે છે તો તમને એક નહિ લગભગ ૧૩ પ્રકારના કેન્સર થવાનો જોખમ રહે છે.

યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશન (CDC) ની એક સ્ટડી મુજબ એમ જણાવામાં આવે છે કે રીસર્ચમાં લગભગ ૬૦ લોકોની તપાસ કરવામાં આવી જેમાં મોટાપાના કારણે ૧૩ અલગ અલગ પ્રકારના કેન્સર મેળવામાં આવ્યા. જેવા કે બ્રેન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થાયરોઈડ કેન્સર, ગોલ બ્લાડર કેન્સર, પેટનું કેન્સર, લિવર કેન્સર, પૈનક્રિયાજ કેન્સર, કોલોન કેન્સર, યૂટ્રસ કેન્સર, ઓવરીજ કેન્સર વગેરે આના સિવાય જે લોકો સ્મોકિંગ કરે છે એમને કેન્સર જેવી ખતરનાક બીમારીનો જોખમ વધારે હોય છે.

તમને જણાવી દઈએ કે શરીરમાં દિવસે દિવસે વધતા મોટાપા તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે

મોટાપાથી આપણા દેશમાં લગભગ કેટલા લોકોનું મૃત્યુ થઇ ગઈ છે. લોકો ઇચ્છીને પણ પોતાના મોટાપાને સમાપ્ત નથી કરી શકતા. લોકો પોતાને સ્માર્ટ દેખાડવા માટે મોટા ભાગે બહારનું જમવાનું ખાય છે. ઘરે બનેલા જમવામાં એમને ઓછું ગમે છે બહારનું જમવાનું પસંદ કરે છે. જે મોટાપાનું ખુબજ મોટું કારણ બનતું જાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment