“રિક્ષાવાળો” – “સર્વ ધર્મ સમભાવ” વાંચો માનવતાની વાર્તા અને લાઇક કરો અમારું પેજ..

22

હું રવિ અને મારા બે મિત્રો દર્શન અને દિપક…

અમારો ખાનદાની ધંધો રિક્ષાચાલાવવાનો. એમને ખબર હતી કે રિક્ષાચાલક ને લોકો કઈ રીતે માન આપે છે છતાં પરિવારની આાર્થિક સમસ્યા “ગરીબી” નાં લીધે અમે ત્રણે ઝાઝું ભણી ન શક્યા હોવાથી ખાનદાની ધંધો રિક્ષાચાલક નો પસંદ કર્યો.

ઉનાળાનો સમય હતો, કાગઝાળ ગરમી, એ.સી વગર રહેતા તમામનાં હાલ પરસેવાંથી રેબઝેબ હતા.

બપોરનો સમય હતો, રસ્તાઓ ખાલીખમ નજરે ચઢતાં હતાં, ડામર નાં રસ્તા પર ગરમીને લીધે નિકળતી વરાળ સાફ દેખાય રહી હતી, બજારમાં માણસો નો ભીડ નહીંવત હતી…

પેસેન્જર મળવાંનાં કોઈ અણસાર ન દેખાતા મેં મારી રિક્ષા સાઈડમાં મૂકી.
દર્શન ને ફોન કરી ને કહ્યું “ચાલ ફ્રી હોય તો આવ ચા-નાસ્તો કરીયે..
અમે રિક્ષાવાળા એટલે આટલી ગરમીમાં પણ ચા વગર નય જ ચાલે..
દર્શન પણ ફ્રી જ હતો એટલે એણે કહ્યું હા, આવું જ છું ચાલ તો ગલ્લે મળીયે..

આ ગલ્લો એટલે અમારું ટાઈમપાસ નું સ્થળ ત્યાં ચા પણ મળી રહે અને થોડો આરામ પણ… ધણા રિક્ષાવાળા ગલ્લે જ ચા પીય… ચા ઉપર ચર્ચા પણ અહીં જ થઈ જતી.. (રિક્ષાનાં ધંધામાં મળતાં નફા-ખોટ ની ચર્ચા)

મને ત્યાં પહોંચતાં થોડી જ વાર થઈ હશે ને ત્યાં જ દર્શન અને સાથે સાથે દિપક એમ બંન્ને ની રિક્ષા આવી પહોંચી.
એ લોકો આવતાંની સાથે જ બાકડે બેસી મેં કાકાને બૂમ પાડી

“કાકા ૩ ચા આપજો, આપણી રેગ્યુલર કડક મીઠી આદુ……”
હજી મારી વાત પૂરી ન થઈ અને વચ્ચે એક અવાજ આવ્યો,

“કાકા ૩ નય ૪ ચા આપજો અને હા આદુંવાળી, બરાબર ને રવિભાઈ…”
મેં જોયું તો બોલનાર બીજો કોઈ નહીં, એક રિક્ષાચાલક દર્શનનો મિત્ર “મોસિન” હતો.

મોસિન જાત નો મુસલમાન, કફની-પાયજામો ને માથે ટોપી. લાંબી દાઢી…
મને મુસલમાનો સાથે ન ફાવે એટલે મેં કહ્યું “કાકા ત્રણ જ ચા આપજો મારે નથી પીવી”

“પી લો ને ચા, રવિભાઈ ગરીબ માણસ સાથે ય કોઈ દિવસ” મોસિન બોલ્યો…
મેં કંઈ જવાબ આપવા વિના જ દર્શન બાજું થોડા ગુસ્સાની નજરથી જોઈ ને રિક્ષાની કિક મારી ત્યાંથી નિકળી ગયો…
દર્શન અને દિપક બંન્ને સમજી ગયાં હશે કે મને મુસલમાન સાથે ચા પિવી નહીં જ ગમે…

થોડા દિવસો પછી હું પેસેન્જર બેસાડી રિક્ષા લઈને જઈ રહ્યો હતો…
અચાનક મારા ફોન ની ધંટડી વાગી…

મેં રિક્ષા સાઈડમાં લઈને થોભાવી અને ફોન ઉંચક્યો, મારા પગ તળીયેથી જમીન ખસી ગઈ, મારા પિતા ધરે દાદર ઉપરથી પડી ગયાં, એમને માથા ના ભાગે ખૂબજ મોટી ઈજા થઈ હતી અને એમને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.

મેં મારા પેસેન્જરો ને કહ્યું “તમે બીજી રિક્ષા પકડી લો, મારે તાત્કાલિક હૉસ્પિટલ જવું પડશે.. તમામ પેસેન્જર ઉતરી તો ગયાં પણ તમામના ચહેરા પરથી લાગતું હતું કે તેઓએ મને અઢળક ગાળો આપી હશે..

શું કરું ન કરું સમજ્યા વગર ખૂબ જ જોરથી રિક્ષા હંકારી હું હોસ્પિટલ પહોંચ્યો..

મારી માતા અને એક-બે આડોશી-પાડોશી સબંધીઓ ઉભા હતાં. તમામના ચહેરા પર એક ડર ચોખ્ખો નજર આવતો હતો… છતાં મેં હિંમત કરી માતા પાસે ગયો, પછી ખબર પડી કે પિતા ને માથાનાં ભાગે ખુબ જ મોટી ઈજા થવાના કારણે સર્જરી માટે ઑપરેશન થિયેટરમાં લઈ ગયાં હતાં…

લગભગ અડધો ક્લાક પછી ડૉ.જીગ્નેશ બહાર આવ્યા.
“આ માંથી દર્દી નાં સબંધી કોણ છે?” ડૉ. એ પૂછ્યું.
મેં ગભરાટ નો માર્યો થોડા નીચે સ્વરોમાં બોલ્યો

“હું એમનો પુત્ર છું, બોલો સાહેબ શું થયું?
“તમારા પિતા ના માથા માંથી ખૂબ જ લોહી વહી ગયું છે, તમારે ૧ બૉટલ લોહી શોધવું પડશે, અને હા તમારા પિતાનું લોહી
AB–Ve જે ખુબ જ ઓછા પ્રમાણ માં મળે છે અમારી હૉસ્પિટલમાં માત્ર ૧ જ બૉટલ હતી એ એમદે ચઢાવી દીધી હવે તમારે ½(અડધાં) ક્લાકમાં ૧ બૉટલ શોધી ને લાવવું પડશે.”

“હું ગમે તેમ કરી શોધી લાવીશ પણ મારા પિતા ને કંઈ થવું ના જોઈયે, ગમે તેમ કરો પણ મારા પિતાને બચાવી લો”
આટલું બોલતાં મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

મેં બહાર નિકળી ને પહેલાં દર્શન અને દિપક ને ફોન કરી ને કહ્યું કે “ગમે ત્યાંથી પણ AB–ve લોહી શોધી આપો, અને આપણી સરકારી હૉસ્પિટલમાં પહોંચો, પિતાજી ને તાત્કાલિક લોહીની જરુર છે”…
આટલું કહી હું રિક્ષા લઈને નિકળ્યો.
કૉલેજો ઉપર ગયો, રિક્ષા સ્ટૅન્ડ ઉપર ગયો પણ ક્યાંક
AB–ve લોહી વાળું વ્યક્તિ મળ્યું નહીં…

½ ક્લાકમાં હું જાણે આખા શહેરમાં ફરી વળ્યો પરંતું એ લોહી ડૉ. ના કહેવા મુબજ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે.
મેં તો તમામ આશાઓ છોડી લટકતાં મોં એ પાછો હૉસ્પિટલ પહોંચ્યો..
ત્યાં ઉભેલ વ્યક્તિમાં મારા બંન્ને મિત્રો વધારો હતો. મેં આંખમાં આંસું સાથે કહ્યું “દર્શન-દિપક આ લોહી તો ક્યાંય ન મળ્યું, શું કરું મારા પિતાે કેમ કરી બચાવું…??”
“તેની ચિંતા ના કર તારા પિતા ને હવે, સારું છે જા ડૉક્ટર સાહેબ ને મળી આવ” દિપકે કહ્યું.

મે થોડો ખુશ થયો અને દોડતો-દોડતો ડૉક્ટર સાહેબ નાં રુમમાં ગયો.
તેમને પગે લાગી ને કહ્યું “ડૉ.સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, મારા પિતાનું જીવન બચાવાં માટે.”
ડૉ.સાહેબે કહ્યું “આભાર માનવો હોય તો તમારા પિતાનાં બૅડ પાસે એક બીજો બૅડ છે, એમની પાસે જાવ એમણે જ તમારા પિતા ને લોહી આપ્યું છે.”

મેં ઉતાવળા પગે અંદર ગયો અને બૅડ ઉપર જોયું તો મારી આંખો એકદમ પહોળી થઈ ગઈ, બૅડ ઉપર બીજુ કોઈ નહીં પરંતું “મોસિન” ભાઈ હતા. (યાદ છે ને, રિક્ષાવાળા મોસિનભાઈ)

મારી આખો પસ્તાવા નાં આસું થઈ છલકાઈ ગઈ. મેં મોસિનભાઈ પાસે જઈને એમના પગ પકડી ને કહ્યું
“માફ કરી દો ‘મોસિનભાઈ’ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ, મેં તમને કેટલીય વાર ignore કર્યા, કોઈ દિવસ તમારી સાથે ‘ચા’ નથી પીધી, કારણ કે તમે ‘મુસલમાન’ છો એટલે, પરંતું આજે મને મારી ભૂલ ઉપર પસ્તાવો થાય છે…”

“અરે, રવિભાઈ શું તમે પણ એક મિત્ર જ મિત્રની મદદ કરુ શકે અને મેં એજ કર્યું છે, જ્યારે મારા ઊપર દર્શનભાઈ ને ફોન આવ્યો અને કહ્યું કે “રવિભાઈના પિતા ને AB–ve લોહી ની જરુર છે, કોઈ નું હોય તો શોધી આપો” ત્યારે મેં કહ્યું કે અરે આ blood group તો મારું જ છે, અને હું અહીં આવી ગયો”

“હું તમારો આભાર કેવી રીતે માનું એ સમજાતું નથી, તમે મારા માટે ભગવાન સમાન છો” મેં હાથ જોડી ને કહ્યું

“અરે રવિભાઈ ગાંડા થઈ ગયા છો, એક દોસ્તની ફરજ જ છે બીજા દોસ્તની મદદ કરવાની અને મેં એજ કર્યું છે”

“આભાર તમારો મોસિનભાઈ, તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું” મેં કહ્યું

આટલી વાત પૂરી કરી “મોસિનભાઈ” લોહી આપી ને જતા રહ્યાં…
હું વિચારવાં લાગ્યો કે…
આ માનવી કેવો હોય ??

ધર્મમાં ભાગલાં પાડે એ માનવી??
નાત-જાત માં ભાગલા પાડે એ માનવી??
અમીર-ગરીબોમાં ભાગલાં પાડે એ માનવી?

આજે પિતાને રજા આપ્યા પછી ૬ દિવસ થઈ ગયાં, પિતા હવે તંદુરસ્ત છે, આજે પણ હું મનોમન “મોસિનભાઈ” નો આભાર માનું છું…

અને હા ત્યાર બાદ દરરોજ હું અને મોસિનભાઈ સાથે જ “ચા-નાસ્તો” કરીયે છીએ અને હા તમામ સુખ-દુ:ખ માં સાથે રહીયે છીએ, કેટલીય વાર મારા ધરે એક જ થાળીમાં જમી લઈયે…

એક “રિક્ષાવાળો લોહી આપીને કેટલું બધું સમજાવી ગયો, કાશ દુનિયા નાત-જાત ભૂલી, દરેક ને માન-સન્માન આપે,
સર્વ ધર્મ એકસમાન માને…” કાશ!!!
પહેલા સર્વ ભારતીય, પછી હિંદુ-મુસલમાન…

“હિન્દુ–મુસલિમ–શિખ–ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ”

“સર્વ ધર્મ એક સમાન, કોઈ વ્યક્તિ ની અવગણનાં ન કરો, શું ખબર કોઈ વ્યક્તિ ક્યારે કામ આવી જાય…”

લેખક : કુંજ જયાબેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment