રીંગણમાં છુપાયેલા છે આરોગ્ય માટેના આ 5 ગુપ્ત રહસ્ય

60

આમ જુઓ તો રીંગણના ફાયદા હંમેશા અજાણ્યા, અનિચ્છિતજ રહ્યા છે. પરંતુ જો તમે તેના ફાયદા વિશે જાણશો તો ચોક્કસ તમે ચોંકી જશો. તો ચાલો આજે અમે તમને જણાવીએ રીંગણના ફાયદાઓ વિશે.

૧.) આરોગ્યવર્ધક એલીમેન્ટ્સનો ભરપૂર ખજાનો :

રીંગણમાં કેટલાય એવા આરોગ્યવર્ધક એલીમેન્ટ્સ હોય છે, જે મોટા ભાગે બીજા કોઇ પણ શાકભાજીમાં આવેલા હોતા નથી. ખોરાકમાં રીંગણનો ઉપયોગ કરવાથી સૌથી મોટો ફાયદો એ છે કે તે આસાનીથી મળતી શાકભાજી છે.

૨.) વજન ઓછું કરવામાં ફાયદાકારક :

રીંગણ તમારા શરીરનું વજન ઓછું કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આહારમાં રીંગણનો ઉપયોગ કરવાથી તે કેલેરીને વાપરવામાં મહત્વનો ભાગ ભજવે છે. રીંગણમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. રીંગણથી બનેલી કોઇપણ શાકભાજી ખાવાથી તમને ભારેપણાનો અનુભવ થશે, જેથી તમે આપોઆપ ઓછું જમશો, ખોરાક પર કંટ્રોલ રહેશે. જેથી તમારું વજન પણ વધશે નહિ.

૩.) દાંતના દુખાવામાં પેઈનકીલરનું કામ કરે છે :

રીંગણના રસનો ઉપયોગ દાંતના દુ:ખાવામાં પેઈન કીલર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના રસથી દાંતના દુ:ખાવામાં રાહત મળે છે. રીંગણના છોડના મૂળનો ઉપયોગ અસ્થમાની રોકથામમાં પણ કરવામાં આવે છે.

૪.) રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે :

રીંગણમાં વિટામીન C આવેલું છે. આ વિટામીન C બહારના ઈન્ફેકશનથી તમને બચાવે છે. સાથે સાથે ઈમ્યુન સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે.

૫.) કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે :

રીંગણ ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું રહે છે. રીંગણમાં પોટેશ્યમ અને મેગ્નેશ્યમનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. જેના કારણથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ કાબુમાં રહે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment