અપનાવો આ નવો ટ્રેન્ડ અને સગાઈમાં રિંગની જગ્યાએ આંગળીમાં જડાવો હીરો

82
rings-piercing-trend

ડાયમંડ એટલે કે હીરો, જેનું નામ સાંભળતા જ લોકોની આંખોમાં ચમક આવી જાય છે. દુનિયામાં ડાયમંડનો ગાંડો ક્રેઝ છે, દરેક વ્યક્તિને ડાયમંડની ઈચ્છા હોય છે. એક રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં બ્રિટિશ કપલે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની રિંગ પહેરે છે, પરંતુ કેટલીક વાર તેમને ડાયમંજ રિંગ ખોવાય જવાનો ડર પણ રહે છે.

જેવી રીતે આપણે જાણતા જ હોઈ છીએ કે પ્રાચીન કાળથી શ્રૃંગારનો સામાન આભૂષણ છે. પહેલાના સમયમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના આભુષણો પહેરતી હોય છે. પરંતુ સમય બદલાતા જ્વેલરીની ડિઝાઈન પણ બદલાય ગઈ છે. પહેલાના જમાનામાં મહિલાઓ ભારે ભારે જ્વેલરી પહેરતી હતી. હવે ભારે જ્વેલરીની જગ્યાએ હળવી જ્લેવરી પહેરવાનું પસંદ કરે છે.

પિયર્સિંગનો ડ્રેન્ડ-


દુનિયામાં તેજીથી બદલાય રહ્યો છે આભુષણનો ટ્રેન્ડ. આજકાલ અલગ દેખાવાની હરીફાઈમાં યૂથ જનરેશ કંઈ પણ ટ્રાઈ કરવા માટે તૈયાર હોય છે. આજકાલ પિયર્સિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

છોકરીઓ પોતાના નાક પિયર્સિંગ, કાન પિયર્સિંગ, આઈબ્રો પિયર્સિંગ અને નાભિમાં પિયર્સિંગ કરાવતી હોય છે, પરંતુ ડાયમંડનું મહત્વને જોતા વેસ્ટર્ન કન્ટ્રીમાં યૂથમે એંન્ગેજમેન્ટ રિંગ પિયર્સિંગને અપનાવાનું શરૂ કરી દીધું છે. હવે આ ટ્રેન્ડ ભારતમાં પણ બહુ પ્રચલિત થઈ ગયો છે. તો આજે ્મે તમને જણાવીશું નવા ટ્રેન્ડ વિશે.

રિલેશનશિપને મજબૂત કરવાનું પ્રતીક-

હકીકતમાં 21મી સદીમાં કપલ પોતાના પ્રેમને વ્યક્ત કરવાની રીત બદલી નાંખી છે. પહેલાં લોકો ટેટૂ બનાવતા હતા, પરંતુ હવે સગાઈની રિંગ પિયર્સિંગનો ટ્રેન્ડ આવી ગયો છે. હવે કપલ પોતાની સગાઈમાં રિંગ નથી આપતા, પરંતુ રિંગ પિયર્સિંગ કરાવે છે. જો કે તેનાથી થોડો દુઃખાવો થાય છે, પરંતુ પ્રેમમાં દર્દ ના હોય તો તેની શુ મજા છે. હવે તમારે રિંગ સાચવવાની ચિંતા કરવાની જરૂર નથી અને હવે ડાઘ પડી જવાની સમસ્યાથી પણ છૂટકારો મળી જશે. સાથે આ રિંગ પિયર્સિંગનો એક ફાયદો એ પણ છે કે તેને તમે ક્યારે કાઢી નહીં શકાય સાથે રિલેશનશિપમાં પણ કોઈ મુશ્કેલી નહીં આવે.

કેવી રીતે કરવામાં આવે છે પિયર્સિંગ-

સગાઈ રિંગ પિયરર્સિંગ કરાવાની રીત આ પ્રકારની છે 10 મિનીટની અંદર કસ્ટમર્સની પસંદના હીરાને આંગળીમાં જડી દેવામાં આવે છે. તેના માટે ફિંગરના અમુક હિસ્સાને સુન્ન કરીને સ્કિન કાપવામાં આવે છે અને 2 પીસ જ્વેલરીના મેટલ વાળી ફ્લેટ હિસ્સાને સ્કિન પર ધુસાડવામાં આવે છે. તેના માટે હીરાની કોસ્ટ સિવાય 100 ડોલર્સ સુધી વધારેનો ચાર્જ થાય છે. આજકાલ ડાયમંડ અથના મોંધા રત્નની રિંગને પહેરવા માટે છોકરીઓ પિયર્સિંગના ટ્રેન્ડને ફોલો કરતી હોય છે.

શું કહે છે ડોક્ટર્સ-


ડોક્ટર્સના અનુસાર, પિયર્સિંગનો આઈડિયા ખરાબ છે. તેમના અનુસાર, પિયર્સિંગ શરીર માટે નુકસાનકારક છે. આંગળીમાં કાણું પાડીને રિંગને પહેરાવાની આ ખોટી રીત છે. તેનાથી તમને સ્કિનની સમસ્યા થઈ શકે છે. કેમ કે, કાણું પડાવતી વખતે તમારી આંગળી સુન્ન કરવામાં આવે છે, જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાથે આ પિયર્સિંગને હટાવતી વખતે તમારી આંગળીમાં ડાઘ પડી જાય છે, જેને તમે દૂર નથી કરી શકતા.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર  

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment