સાપના ઝેરને 5 મીનીટમાં બિન-અસરકારક કરશે આ જાદુઈ છોડ અને તેનો ઉપયોગ કરવો પણ ખુબજ સહેલો છે

148

તમે અવાર નવાર છાપામાં સમાચાર વાંચતા હશો અથવા તો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી સાંભળવા પણ મળ્યું હશે કે કોઈ વ્યક્તિના ઘરમાં સાપ નીકળ્યો છે. આવી ઘટનાઓ તો અવાર નવાર બનતી જ હોય છે. અને તેમાં પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો આ ઘટના સાવ સામાન્ય બની જાય છે. આવા સમયે જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તુર્તજ કકોડાના એટલે કે કંટોલાના છોડનો ઉપયોગ કરો. આયુર્વેદના કહેવા મુજબ સમય હોય તો આ છોડનો ઉપયોગ કરીને જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેને સાપના ઝેરની અસરથી 5 મીનીટમાં બચાવી શકાય છે.

સાપના ઝેરની અસરને બિન-અસરકારક કરનાર આ છોડનું નામ છે કકોડા. આ છોડને કંટોલાના નામથી પણ ઓળખવામાં આવે છે. લગભગ દરેક ગૃહિણીના રસોડામાં આ કંટોલાનું શાક બન્યું જ હશે. આ કંટોલાનો છોડ મોટા ભાગે ગરમ અને ભેજવાળી જગ્યામાં થાય છે.

આ બાબતમાં એક ખાસ વાત એ છે કે આ કંટોલાનો છોડ મોટા ભાગે જંગલમાં થતો જંગલીછોડ છે. ઉપર જણાવ્યું તેમ ઘણા લોકો આ કંટોલાનું શાક બનાવે છે. જો કે આ કંટોલાનું શાક ખાવામાં પણ ખુબજ સ્વાદવાળું હોય છે.

એમ માનવામાં અને કહેવામાં પણ આવે છે કે આ કંટોલાના છોડમાં દરેક પ્રકારના ઝેરનો નાશ કરવાની શક્તિ રહેલી છે. તેનો ઉપયોગ કરવાથી થોડી વારમાં જ કોઇપણ પ્રકારનું ઝેર ઉતરી જાય છે. તો ચાલો જોઈએ કેવી રીતે ઝેર ઉતારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સૌથી પહેલા કંટોલાના કે કકોડાના મૂળને તેના છોડથી અલગ કરીને આ મૂળને તડકામાં બે દિવસ સુધી સૂકવવા માટે રાખી મુકો. ત્યાર પછી આ સુકાઈ ગયેલા મૂળને ખાંડીને કે પીસીને તેનો બારીક પાવડર બનાવી તેને એક બોટલમાં ભરી લ્યો. જ્યારે પણ જરૂર પડે ત્યારે જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેને કકોડાના છોડના મૂળમાંથી બનાવેલા આ પાવડરની એક ચમચી દૂધ સાથે પીવડાવી દયો. લગભગ 5 મીનીટમાં જ સાપના ઝેરની અસર ઉતરી જશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment