સાબુદાણાની ખીચડી – શ્રાવણ મહિના માટે ખાસ રેસીપી

548

મિત્રો ચાલો આ શ્રાવણ મહિનો બનાવીએ સ્વાદથી ભરપુર. શ્રાવણ મહિનો અટેલે આપના સૌના ભોળિયા ભગવાન મહાદેવને ભજવાનો અને ભક્તિ કરવાનો ઉત્સવ. આપણા ઘણા મિત્રો ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા આખો મહિનો ઉપવાસ કરતા હોય છે જેમાં ફળ આહાર અટેલે કે ફરાળ કરવાનું હોય છે. તો ચાલો મિત્રો આ શ્રાવણ મહિનો આપણે ભોળાનાથની ભક્તિ કરતા કરતા થોડા સ્વાદ સાથે મનાવીએ. તો ચાલો આજે બનાવતા શિખીએ સાબુદાણાની ફરાળી ચટપટી ખીચડી.

સાબુદાણાની ખીચડી માટે સામગ્રી :
સાબુદાણા : 1 કપ, પલાળેલા
બટાટા : 1/2 કપ, સમારેલા
તેલ : 1 ચમચી
તજ : 1/2 ઇંચ ટુકડો
લવિંગ : 2 નંગ
જીરું : 1 નાની – ચમચી
લીમડો (કળી પત્તા) : 4 નંગ
આદુ : 1 નાની-ચમચી, ખમણેલું
લીલા મરચા : 1 નાની-ચમચી, ખમણેલું
સિંગ દાણા (મગફળી) : 1/3 કપ, શેકેલો ભુક્કો
લીંબુ નો રસ : 1 નાની-ચમચી
ખાંડ : 1 નાની-ચમચી
મીઠું : સ્વાદ અનુસાર

સાબુદાણાની ખીચડી માટેની ટુકી રીત :

1.) સાબુદાણાને ધોઈને પાણીમાં 4 કલાક માટે પલાળો.
2.) પલાળેલા સાબુદાણામાંથી પાણી નીતરી લો.
3.) બટાટાને પ્યવસ્થિત ધોઈ એની છાલ ઉતારીને મધ્યમ આકારના ટુકડામાં કાપીલો.
4.) સિંગ દાણાના છોતલા ઉતારી એનો ભુક્કો કરી નાખો.
5.) એક નોન – સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમા તજ, લવિંગ, જીરું અને લીમડો શોતળી નાખો.
6.) પછી તેલમાં કાપેલા બટાટા, લીલું મરચું, આદુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને 5 મિનીટ માટે પાકવાદો.
7.) હવે સિંગ દાણાનો ભુક્કો, સમારેલા બતાતા, લીંબુનો રસ અને ખાંડ નાખી હલાવો.
8.) હવે 5 મિનીટ માટે ખીચડીને પાકવો.
9.) સ્વાદિસ્ત સાબુદાણાની ખીચડી ત્યાર છે.
10.) બારીક સમારેલી કોથમીર છાંટીને ગરમા ગરમ પીરોસો.

સાબુદાણાની ખીચડી માટેની રીત :

સાબુદાણાને ધોઈને પાણીમાં 4 કલાક માટે પલાળો. પલાળેલા સાબુદાણામાંથી પાણી નીતરી લો.

બટાટાને વ્યવસ્થિત ધોઈ એની છાલ ઉતારીને મધ્યમ આકારના ટુકડામાં કાપીલો. સિંગ દાણાના છોતલા ઉતારી એનો ભુક્કો કરી નાખો.

એક નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમા તજ, લવિંગ, જીરું અને લીમડો સતરો.

પછી તેલમાં કાપેલા બટાટા, લીલું મરચું, આદુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને 5 મિનીટ માટે પાકવા દો.

હવે સિંગ દાણાનો ભુક્કો, સમારેલા બતાતા, લીંબુનો રસ અને ખાંડ નાખી હલાવીલો. 5 મિનીટ માટે ખીચડીને પાકવા દો.

સ્વાદિસ્ત સાબુદાણાની ચટપટી ખીચડી ત્યાર છે.

બારીક સમારેલી કોથમીર છાંટીને ગરમા ગરમ ફરાળી કાઢી (ઉપવાસની કઢી) સાથે ગરમા ગરમ સાબુદાણાની ચટપટી ખીચડી પીરોસો.

તો માણો આ શ્રાવણ મહિનો ભક્તિની સાથે સ્વાદને સંગ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment