શહીદ શ્યામબાબુના દર્શનો માટે ઉમટી પડી ભીડ, સ્મૃતિ ઇરાની રહી હાજર…

21

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા કાનપુર દેહાત ગામના શ્યામબાબુનું પાર્થિવ શરીર શનિવારે સવારે પહોચ્યું. શહીદના અંતિમ દર્શનો માટે લોકોની ભીડ ઉમટી પડી. તે દરમિયાન લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, ભારત માતાકી –­­­­­­­­­­­­­­જય, શહીદ શ્યામબાબુ અમર રહેના નારા બોલ્યા. શહીદ શ્યામબાબુને શ્રદ્ધાજલી દેવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાજર રહ્યા.

પુલવામા આતંક હુમલામાં શહીદ શ્યામબાબુનું પાર્થિવ શરીરને શનિવારે પુરા સમ્માનની સાથે તેમના ગામમાં લઇ જવામાં આવ્યું. તેમના અંતિમ દર્શન કરવા માટે ગામના ગામ ઉમટી પડ્યા. ભીડ શહીદ શ્યામ બાબુ અમર રહેના નારા બોલી રહ્યા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર દેવામાં આવ્યું. ભાઈ કમલેશે તેમને મુખાગ્ની આપીને હંમેશા માટે અમર કરી દીધા.

જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે સાંજે થયેલા આતંકી હુમલામાં યુપીના દેહાત ગામના શ્યામબાબુ શહીદ થઇ ગયા હતા. શહા­­­­­­­­­­­­­­­­­­દતની ખબર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો. ડેરાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના નોનારી ગામના મજરા રૈગવા નિવાસી ખેડૂત રામ પ્રસાદના બે દીકરામાં શ્યામબાબુ મોટા હતા. નાનો દીકરો કમલેશ પ્રાઈવેટ નોકરી કરે છે.

પિતાએ જણાવ્યું કે શ્યામબાબુના લગ્ન લગભગ છ વર્ષ પહેલા થયા હતા. તેમનો ચાર વર્ષનો દીકરો અને છ મહિનાની એક દીકરી છે. મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, તે કારણથી જ શ્યામબાબુ થોડાક દિવસો માટે રજાઓ પર ઘરે આવ્યા હતા. ૨૯ જાન્યુઆરીએ ડયુટી પર ગયા હતા અને ૧ ફેબ્રુઆરીએ ફરીથી પાછા આવ્યા હતા. ૧૦ ફેબ્રુઆરીએ પાછા ડયુટી પર જતા રહ્યા હતા.

ગુરુવારે સીઆરપીએફ જવાનો પર પુલવામા હુમલાની ખબર મળ્યા પછી પરિવાર ચિંતિત થઇ ગયું હતું. મીડિયા તથા અન્ય માધ્યમોથી શ્યામબાબુના શહીદ થવાની જાણકારી પરિવારને મળી રહી હતી. સાંજે લગભગ સાડા છ વાગે ડેરાપુર પોલીસ સ્ટેશનના સિપાહીએ ઘરે જઈને સુચના આપી. તેના પછી ઘરમાં માતમ છવાઈ ગયો. ઘરની બહાર ગામના લોકોની ભીડ જમા થઇ ગઈ

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment