સૌથી નાનકડી વાર્તાઓ, દિલ અને દિમાગ બને વિચારતા થઇ જશે…

451
sajan-micro-story-part-8

૧) ઓકે – સમીક્ષા ઠૂંમ્મર

દરવાજો ખોલીને તૃપ્ત ઘરમાં આવ્યો. એણે ચાવીને ટીપૉય પર ફંગોળી અને સોફામાં પડતું મૂક્યું. આજનો દિવસ ખૂબ હેક્ટીક રહ્યો. થાકીને ચૂર થઈ જવાયું હતું. એણે મોબાઇલ હાથમાં લીધો. નવસો મેસેજ! આખો દિવસ વૉટ્સઍપના મેસેજ જોવાનોય સમય મળ્યો નહોતો. કંટાળીને એણે બધાને ‘ઓકે’નો મેસેજ ફોરવર્ડ કરી દીધો….

થોડી વારે ખાલી રસોડામાં નજર નાખીને એ બાથરુમમાં ઘુસી ગયો. શાવરના પાણી સાથે થાક ઓગળતો રહ્યો.
ભીના વાળ લુછતો એ બહાર આવ્યો…. ને અચાનક…. અંધકારને ચીરીને ચાંદની પ્રવેશી.

Young couple lying on a bed laughing

આકર્ષક અદાઓથી દિવાસળીને’ માચીસનું મિલન કરાવી, એણે મીણબત્તી પ્રકાશિત કરી. તૃપ્ત કંઈ સમજે એ પહેલા તે આલિંગનમાં જકડાઈને હોશ ગુમાવી બેઠો…. સુગંધ, શ્વાસને સમન્વય….

“ખરેખર! જયાં સુધી તું છે…. નશા બંધી થઈજ ના શકે!” સંતુષ્ટ થયેલો તૃપ્ત બોલ્યો.

“જીજુ… તમે મને ઓળખોજ ક્યાં છો…! અમે ભલે જુડવા હોઈએ, પણ હું સોહિની કરતાં વધારે મીઠી છું….”

ઝટકાથી તૃપ્તે એને આલિંગનમાંથી અળગી કરી…. અને સોહિનીના ગળાની પાછળ આવેલો તલ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ તલ મળ્યો નહીં! એ આઘાત સાથે બોલ્યો, “મોહીની….?”

છેડતી ભર્યા સ્વરે મોહીની બોલી,”બહુ ભોળા ના બનો જીજુ… મેં તમને મેસેજ કરેલો છે કે દીદી બહાર જાય છે તો આપણે…. ને તમે ‘ઓકે’નો રિપ્લાય પણ આપેલો છે! એટલેજ તો હું આવી…!”

તૃપ્ત એને એકટક તાકી રહ્યો.

૨) અજાણી – નીવારોઝીન રાજકુમાર

એનું માથું પૂર્વના ખભે ટેકાઈ ગયું. પૂર્વ થોડો સંકોચાઈ ગયો. થોડી અવઢવ પછી અજાણીને જગાડવા હાથને સ્પર્શ્યો પણ જાગવાનાં બદલે એ પૂર્વનો હાથ જકડી પોતાના ખભા અને ગાલ વચ્ચે દબાવી થોડું એની બાજુ ફરી ગઈ. અજાણીનાં શ્વાસ પૂર્વનાં હાથ સાથે ટકરાવા લાગ્યા. યુવાન સ્ત્રી શરીરને મહેસુસ કરવાનો અનુભવ તો સાવ પહેલો હતો. એ નાજુક હથેળી પૂર્વનાં મનમાં અનેરા, અસહ્ય સ્પંદનો પેદા કરવા લાગી.


ઉડતી લટો પૂર્વનાં ચહેરાને ઉશ્કેરતી રહી. અંતે દુપટ્ટાએ ખસી લીધું. જરા તરા ડોકિયા કરતા એ ઉભારની હલચલે એનાં લોહીની ગતિ બધે વહેતી કરી મૂકી. બસ, ‘આ ઠીક નથી’ એ વિચાર ફગવી બહારનાં વરસાદની જેમ પૂર્વ વરસી પડ્યો. એ બંધ આંખો અને બંધ હોઠ…. એ ઉન્માદ ભર્યા, ઉંઘરેટા પ્રતિભાવે પૂર્વની હિંમત ખોલી નાખી. એનો હાથ હિંમત પૂર્વક અજાણીની બધી અજાણી જગ્યાઓ પર ફરી વળ્યો.

“બીસ મીનીટ કા હોલ્ટ હૈ…” ક્લીનરના અવાજ સાથે આખી બસમાં અજવાળુ રેલાઈ ગયું.


અજાણીએ બેગ હાથમાં લીધી અને બસમાંથી ઉતરી પડી.
એની પાછળ અવશ પણે પૂર્વ પણ ઉતરીજ પડ્યો.

૩. ભ્રમ – ગોપાલ ખેતાણી

“તું અને જીમ? કોના માટે”

“અજયને તો તું…”

“ઓહ માય ગોડ…યુ ક્રેઝી!”

“હા યાર… એ છેજ એવો… પુશઅપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો મને એવું લાગે કે હું તેને બાઈટ્સ આપી દઉં. હેરબેન્ડ ખોલી એની લટોને ઝાટકો આપે ત્યારે એવું લાગે કે સાક્ષાત શિવજીએ પોતાની જટા વિખેરી!”


“બસ બસ પાર્વતી… ખમૈયા કર… હવે ખબર પડી કે તારા શિવજીને રિઝવવા તે કેમ યુની સેક્સ જીમ સિલેક્ટ કર્યું? ઓલ ધ બેસ્ટ રિયા!”

બીજા દિવસે રિયાએ જોયું કે એક જ ચેન્જરુમમાંથી જીમ ઈન્સ્ટ્રક્ટર અને અજય બહાર નીકળ્યા. રિયાની હાલત તો કાપો તો લોહીના નીકળે! અજય તેની પાસેથી પસાર થયો અને બેગમાંથી તેનું પાકીટ પડ્યું. રિયા પાકીટ માટે નીચે વળી. જીમ ઈન્સ્ટ્રક્ટર નીચે વળેલી રિયાની ક્લીવેજને તાકી રહ્યો હતો એ રિયાથી અજાણ્યું નહોતું. પણ તેણે અજયના પાકીટમાં ભરાવેલા ફોટો સામે જોયું… એની આંખો ચાર થઈ ગઈ!

૪) બેબીડોલ – સંજય થોરાત

“ઓહ! વૉવ! ફેન્ટાસ્ટીક ગર્લ!” એક સાથે બધા સૈનિકોએ ઉંહકારો ભર્યો.

ગઈ કાલે રાત્રે જાપાનથી પાછા ફરેલા મેજરની રૂમમાં બ્યુટી ગર્લને જોતાંજ બોર્ડર પર તૈનાત બજરંગ સૈનિકો રંગમાં આવી ગયા. પરિવારથી દૂર એકલા રહેતા સૈનિકો એ એનું નામ ‘બેબીડોલ’ પાડી દીધું. આજે મેજરની એની સાથે પ્રથમ રાત હતી…. અતૃપ્ત વાસના ધરાવતા સાથી સૈનિકો લાઈવ ડેમો જોવા મળે એ માટે બારી બારણાંની તિરાડોમાં ગોઠવાઈ ગયા. ડીમ લાઈટ ઓન હતી….


વાંકડિયા ગોલ્ડન વાળમાં બેબીડોલ મરલીન મનરો જેવી લાગતી હતી. મેજર એની ગોલ્ડન લટને ચહેરા પરથી દૂર કરી હાથ ફેરવતા ગાલ પર થઈ હોઠે અટક્યા, એની છાતીનાં ઉભારને મન ભરીને માણી એને કમરેથી ઉંચકી બેડ પર સુવાડી અને આક્રમક શૈલીમાં પોતાની ચરમસીમા સંતોષી.

મેજરની આ જાપાની ગુડીયા એમના પુરતી સિમિત ન રહેતાં દરેક સૈનિકોને સેટીસફાઇડ કરતી રહી…. આ ખબર કર્નલને પહોંચી. એમણે તાત્કાલિક મેજરને બોલાવ્યા, “બ્લડી નૉનસેન્સ, શેઈમ ઓન યુ મેજર….”

“સર, ડુ યુ નો? આપણા સૈનિકોના ત્રણ રેપ કેસ મેં રફે દફે કર્યા છે.”

“વ્હૉટ?”

“યેસ…. આ પ્લેઈંગ ડોલ એટલે જ જાપાનથી ખરીદી લાવ્યો….”

“ઓહ! ધેટ્સ ગ્રેટ મેજર….”

“અને હા…. મેઇન તો તમારી યુવાન દિકરી….”

૫) હું આવીશ – સંકેત વર્મા

“હું આવીશ!”

તરસીને ચૂર થઈ ગયેલી ધરતીના કાનમાં એના શબ્દો ગુંજવા લાગ્યા. બૅડરૂમની સોનેરી ચાદર પર પડેલી સળો જોઈને એની અંદર ઊઠેલી તપિશ તેજ થઈ ગઈ. આકાશમાં ઘેરાયેલું કાળું વાદળ જરા દૂર હતું. ઠંડો પવન ફૂંકાયો અને કાન પાછળ વ્યવસ્થિત ખોસેલી લટ એની આંખો પર આવીને એના રૂપને એક અનેરો વળાંક આપી ગઈ. તંગ શરીરને વળ

આપી એણે ઘેરી રાત જેવા પોતાના વાળ ખોલી નાખ્યા.

“હું અને તું કંઈ જુદા છીએ?” એણે ધરતીનો હાથ પોતાના હોઠ પર ચાંપી દીધેલો.


ધરતીના એ હાથમાં એના ચુંબનોનો રંગ હતો. એ હાથનો સ્પર્શ ધરતીના ફાટફાટ થતા યૌવનના શિખરોને નવીજ ઊંચાઈ આપવા લાગ્યો અને એ ટેરવા એના અંગેઅંગને ઝંકૃત કરવા લાગ્યા, તાપ ભાંગતા ગયા, પીસાતી ચાદરમાં કેટલાય સોનેરી સળો જન્મતા ગયા. છેક નજીક આવી ગયેલા વાદળે જોરદાર કડાકો કર્યો, ધરતી ધ્રુજી ઊઠી અને વાદળ વરસવાજ જઈ રહ્યું હતું…

…ને ડૉરબેલનો અવાજ આવ્યો!

ઊઠેલાં તોફાનને અંગેઅંગમાં ભરીને ધરતી દરવાજા સામે જોઈ રહી.

૬) ટેસ્ટ – દિવ્યેશ વિ. સોડવડિયા

સામસામેના બાંકડે ગોઠવાયેલ બંને ક્યારથીય એકમેકના સંપૂર્ણ શરીરને નજરોથી પી રહ્યા હતા. ચાલીસી વટાવી ગયા હોવા છતાં નોકરી, દેખાવ અને લગ્નની ઇચ્છાના અભાવે બેઉ અપરિણીત રહી ગયેલા. આવેશ ભરી મનેચ્છાઓને પામવા બંને બગીચાની છેલ્લી નિર્જન દીવાલ પાસે ક્યારે પહોંચી ગયા એનુંય ભાન ન રહ્યું.

દીવાલને અઢેલીને લગોલગ આવતાની સાથે શર્મિંદી પાંપણો ઝૂકી ગઈ. ‘કોઈ જોતું તો નથી ને?’ એની ખાતરી કરીને બંનેના હાથ એકમેકની પીઠ પર વીંટળાઈને ચિપકી ગયા. નશીલી ગરદન પર લોહીનું ચાંભું પડી જાય એવા ગાઢ ચુંબન બાદ બંને રોમેરોમ ઉકળી ઉઠેલા દેહને સંતૃપ્ત કરતા રહ્યા.


વિખૂટા ન પડવાની ઇચ્છાને પળભરમાં ધરબી ‘ભવિષ્યમાં આ સંયોગની ક્ષણોજ કામ લાગશે.’ એવું સ્વગત વિચારતા બંને એ ફરી આવરણો ઓઢી લીધા.

“હવે હું ‘ટેસ્ટ’માં પાસ થઈ શકીશ. એ બદલ આભાર…” આંખોમાં અનોખા ચમકારા સહ કહેતા વસંત હળવું મલકાયો.

“કદાચ હુંય, તારો પણ આભાર.” તરડાઈ ગયેલા હોઠ અજાણ્યા દોસ્તના હોઠે અડાડીને રાજે તરબતર યાદને માનસ પટ પર કંડારી લીધી. ને બંને પોતપોતાના લગ્નની દિશામાં આગળ વધ્યા.

૭) મન – લીના વછરાજાની

વૃદ્ધાશ્રમના છ નંબરના રૂમમાં વસુબાનો પલંગ સૂનો થયો હતો. ગઈ કાલે જ અંતિમ યાત્રા પતી.
આઠ નંબરના રૂમમાં એ.સી.ની ચિલ્ડ ઠંડક વચ્ચે રાજારામ કાકાને કાન પાછળથી પરસેવાનો એક રેલો ઉતર્યો.

“હવે? એકલા જીવતા આવડશે?”

પોતાની જાત સાથે સંવાદ ચાલતો રહ્યો,

“અહીંયા આવ્યો ત્યારે એકલો જ હતો ને વળી!”

“હા,પણ બધા સાથે સરસ મનમેળ બેસી ગયો હતો.

“તે હજી બધા છે જ ને!”

“હા,છે તો ખરા પણ..”

“એમ બોલને કે, છ નંબરવાળી વસુ હવે નથી.”

“હા, કદાચ નાટકના પહેલા અંકમાં પરિવારજનોએ મને અલગ કર્યો અને બીજા અંકમાં આશ્રમના પરિવારજનોએ અપનાવ્યો એ બેમાં વસુનું આગમન મને જીવવા વધુ પ્રેરી ગયું.”


“પણ, એ ક્યાં તારી હતી! અને આ ઉંમરે..

“એ લોકલાજ જ અમને બન્નેને નડી ને! વસુની આંખમાં પણ મારા માટે કાળજી ઝલકતી.”

“તો હવે?”

“કંઈ નહીં,વસુ હજી બહુ દૂર નહીં પહોંચી હોય.”

બીજે દિવસે આશ્રમમાં ફરી દોડાદોડ થઈ ગઈ.

આઠ નંબરના રુમવાળા રાજારામકાકા રૂમમાં જ બેભાન મળી આવ્યા.

“આંખ ખોલો કાકા, આ ઉંમરે આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ?”
મહાપરાણે આંખ ખૂલતા પોલીસ પૂછપરછમાં રાજારામ બોલ્યા,”ભૂલથી ઉઁઘની દવાનો ડબલ ડોઝ લેવાઈ ગયો હશે સાહેબ.”

આશ્રમમાં પ્રવેશતાં વસુના ફોટા સામે નજર પડતાં નિ:સાસો નિકળી ગયો.
થોડા દિવસ પછી ચાના સમયે વસુના રૂમમાં નવી ગોઠવાયેલી હસુની ઓળખાણ થઈ.

૮. પડખું – મીનાક્ષી વખારિયા

“તને કવ સું સવલી, ઉંચવરણ ઝેવા નખરાં આપડાં ઝેવી વહવાયાની ઝાતને પોહાય નય. હું ભલે મહાણમાં મડદા બાડતો હોંવ પણ સોડીને હાહરે મોકલવાનાં હપના તો હુંય ઝોંવ સુ… મનિયાને હો ભણાવવો સ…”
“પણ તારા ઝેવો ધણી મેલીને હું..?”


“મરી ગયલી… હાને હાટુ રૂપનાં ટોપલા લઇને ઝલમી સો… તારા રૂપને ચ્યાં હંતાડુ… વાલા મૂઇ… માની ઝા, નકર મારો હાથ ઉપડી ઝાહે… એકવારનું પડખું દેવાનું સ… રોઝનું થોડું સ? વીહ હઝાર રૂપિયા કમાતા તો હંધો ઝલમારો વયો ઝાય… ને તારે કાયાને હાસવવી સ.. ઈવડો ઈ સેઠિયો હું બગાડી લેવાનો સ? આમેય મરવા વાંકે તો ઝીવે સ… હાળો”

સવલીએ ધણીની વાત માનીને સેઠિયાને પડખું…

ઉબકાં આવે એવા સેઠિયાએ કડકડતાં વીહ હઝાર ઓલીનાં ધણીને ઓરી દીધાં.
ને વળતે દહાડે સવલી કોઇને કીધાં વિના…

– મીનાક્ષી વખારિયા.

૯. અણગમતું કામ – નિમિષ વોરા

“દાદા, આ મારી બાની જવાબદારી મારી પર ના હોત તો ક્યારેય હું આવી નોકરી સ્વીકારત નહીં. મારા જેવો ડ્રાયવર આપણા ગામમાંજ નહીં પણ આખા જિલ્લામાં નહીં મળે.. છતાં જુઓ હાલત, સામે ચકચકિત ગાડી છે, ટાંકી ભરેલી છે, પાવર સ્ટિયરિંગ છે તોય દરરોજ સાફ કરી કમ્પાઉન્ડમાં એક નાનો રાઉન્ડ લગાવી ફરી બંધ કરી દેવાની.. નફરત છે મને આવા કામ પર..”

“રઘુ, હજુ માંડ દસ દિવસ થયા તારે નોકરીને.. ગામ નાનું છે.. ભગવાનની કૃપા કે તારે ગાડીનો ઉપયોગ નથી કરવો પડ્યો”

રઘુ અને કમ્પાઉન્ડર દાદાની વાત ચાલતી હતી ત્યાં જ રઘુને હોસ્પિટલમાંથી મળેલ ફોન રણક્યો.. પૂરા દસ દીવસ મૂંગો રહેલો એ ફોન તરત રઘુએ ઉપાડ્યો.. સામે છેડેથી ડોક્ટર ઉતાવળે બોલ્યા, “રઘુ, ૧૫ કિમિ દૂર હાઇવે પર ઢાબા પાસે એક બાઇકને અકસ્માત થયો છે, તું તરત નીકળ”

ફોન કટ કરી રઘુ રીતસરનો દોડ્યો.. તેનો પહેલો ‘પ્રોજેક્ટ’ હતો. ગાડી રીતસરની મારી મૂકી ને બીજી પંદર મિનિટે તો દર્દી સાથે હોસ્પિટલમાં હતો.. ત્યાં એક માજી રીતસરનું આક્રંદ કરતા હતાં.


રઘુનું’કામ’ પતી ગયું હોવા છતાં તે ઓપરેશન થિયેટર બહાર બેસી રહ્યો… પૂરા ત્રણ કલાક..
ડૉક્ટર બહાર આવતાં જ પેલી સ્ત્રીએ ઘૂંટણીયે પડી પોક મૂકી, “સાહેબ બચાવી લો મારા દીકરાને, એ એક જ મારા જીવનનો આધાર છે..”

ડૉક્ટરે તેમને ઉભા કરી સાંત્વના આપતાં કહ્યું “માજી, ફક્ત પાંચ જ મિનીટ માટે આપણે ઉપરવાળાની કોર્ટમાંથી કેસ જીતી ગયા.. જો પાંચ જ મિનીટ મોડું થયું હોત તો….”

ડૉક્ટર પાછળ ઉભેલા કમ્પાઉન્ડર દાદાની નજર રઘુ પર ગઇ.. તેની આંખોની ભીનાશ જાણે કહી રહી હતી.. “મને આ કામ ગમે છે.”

– નિમિષ વોરા.

૧૦. માંગણી – કલ્પેશ જયસ્વાલ

મંદિરમાં આંખો બંધ કરીને તેણે પ્રાર્થના કરી, “હે ભગવાન એટલું આપ કે તારા શરણે બેઠેલા ભિખારીઓને હું બે ટંક ખવડાવી શકું.”


પ્રાર્થના કરીને તે ફરીથી હારમાં ગોઠવાયો, પોતાની જમાતમાં!

– કલ્પેશ જયસ્વાલ

સૌજન્ય : માઈક્રો સર્જન ગ્રુપ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment