તિહાડ જેલમાં બહાર બેસીને રોજ પાંચ કલાક વાંચતી હતી, CBSE ધોરણ ૧૨ માં કર્યું ટોપ…કાશ્મીરનું ગૌરવ..

69
sama-shabir-toper-in-kashmir

જીવનમાં કંઈજ અશ્કય જેવું નથી હોતું, આપણી ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળથી આપણે ધારીયે તે કરી શકીએ છીએ. તેના માટે કોઈ આપણને રોકી પણ શકે તેમ નથી. આ વાતનો પુરાવો છે સમા શબ્બીર. શનિવારે સીબીએસઈએ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું ત્યારે ભારતના કાશ્મીરમાં એક છોકરીએ સમગ્ર ભારતની સાથે કાશ્મીરમાં ડંકો વગાડી દીધો અને સાબિત કરી બતાવ્યું કે જો ખરેખર તમારે કંઈ કરવું હોય તો ગમે તેવી મુશ્કેલી હશે તો પણ તમે સફળ થઈ શકશો.

કાશ્મીરમાં રહેતી સમા શબ્બીર શાહે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ક્રમે આવી છે. તેણે 97.8% ટકા આવ્યા છે. સમાએ શ્રીનગરમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી શિક્ષણ મેળ્વયું છે. તમને જણાવી દઈએ કે સમા પ્રથમ ક્રમાંકે આવી તે પહેલા તેને લોકો અલગવાદી નેતાની છોકરી તરીકે બધા ઓળખતા હતા. તેણા પિતા શબ્બીર શાહ જમ્મુ-કશ્મીરમાં અલગવાદી પાર્ટીના અધ્યક્ષ હતા. પરંતુ 2017માં મની લોંડ્રીંગ કેસમાં તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેના પિતા તિહાડ જેલમાં છે.

સમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનું સપનું વકીલ બનવાનું છે. તે કાયદાનો અભ્યાસ કરીને દેશમાં મોટી વકીલ બનવા માંગે છે. સમા એટલા માટે વકીલ બનવા માંગે છે કેમ કે તેને એવું લાગે છે તેના પિતા પર ખોટા આરોપ લગાવામાં આવ્યા છે તેમને કોર્ટનાં બહુ બધા ધક્કા ખાધા છે. તેમજ સમાના અનુસાર, કોર્ટ ભ્પષ્ટાચાર અને ધર્મને લઈને બહુ ભેદભાવ થાય છે.

સમાએ આગળ કહ્યું કે, તેના પિતા સાથે જે કંઈ થયું તે બહુ ખોટું થયું છે તેના પિતાનો કોઈ ગુણો ન હોવા છતાં તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. સમાએ કહ્યું કે, તેને ખુદ જોયુ છે કે કોર્ટમા ન્યાયના નામે કેટલો ભ્રષ્ટાચાર થાય છે. ન્યાયપાલિકા દેશનું મહત્વું અંગ છે જો ન્યાયપાલિમાં જ આવું હોય તો લોકોને કેવી રીતે ન્યાય મળે. તેના લીધે આજે લોકોને ન્યાયપાલિકા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

તેણે કહ્યું કે, જે લોકો પાવરફુલ હોય છે તેઓ પૈસા આપીને છૂટી જાય છે અને જે નિર્દોષ હોય છે તેને સજા આપવામાં આવે છે. આવું ખુદ તેને પોતાની આંખે જોયું છે. એટલા માટે બધાને ન્યાય મળે એટલે તે કાયદાનો અભ્યાસ કરવા માંગે છે જેથી કરીને કોઈની સાથે અન્યાય ના થાય. તેમજ તે વકીલ બનીને ન્યાયપાલિકાની સિસ્ટમને સુધારવા પણ માંગે છે.

સમા માટે ટોપર બનવું મહત્વનું હતું-

સમાના ઘરે છેલ્લા ચાર વર્ષથી કોઈજ પ્રકારનો ઉત્સવ મનાવામાં નથી આવતો. કેમ કે તેના પિતા જેલમાં બંધ હોવાને લીધે તેના ઘરમાં બધા દુઃખી હતા. કાશ્મીર એક એવું રાજ્ય છે જ્યાં હંમેશા તનાવ હોય છે આવા વાતાવરણમાં સનાએ રાજયમાં પ્રથમ ક્રમાકે આવીને બહુ મોટી સફળતા હાસિંલ કરી છે. તેને ક્યારે પણ નહતું વિચાર્યું કે તે રાજ્યની ટોપર બનશે. કેમ કે, કાશ્મીરમાં ગમે ત્યારે તોફાન થાય છે જેથી કરીને ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ રહે અને પોતાના પિતા જેલમાં છે આ બધી સમસ્યાની તે બહુ તનાવમાં રહેતી હતી.

તેમ છતાં તે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ટોપર બની તે બહુ ગર્વની વાત છે. જ્યારે તેના પિતાની વાત કરતી હતી ત્યારે સમાની આંખો ભીની થઈ ગઈ હતી અને કહ્યું હતું કે તેને પોતાના પિતાને છેલ્લા એક વર્ષથી નથી જોયા. તે પોતાના પિતાને ગૌરવ થાય તેવું કંઈક કરવા માંગતી હતી.

જેલની બહાર વાંચતી હતી-

દરેક વ્યક્તિના જીવનમાં કોઈના કોઈ એવી વ્યક્તિ હોય છે જે તેને પ્રેરણા આપે છે. સના માટે તેના પિતા પ્રરણા સ્ત્રોત છે. સમાએ કહ્યું કે પિતા જેલમાં હોવાથી તે પિતાને મળી શકતી નહતી. ત્યારે તેને વિચાર આવ્યો કે તે તિહાડ જેલની બહાર પરિક્ષાની તૈયારી કરશે. તેમજ તે પરીક્ષાની તૈયારી કરતા પહેલા એક વખત તેના પિતાને મળી હતી.

સમાએ આગળ જણાવ્યું કે, તે જેલની બહાર પાંચ પાંચ કલાક વાંચતી હતી ત્યારે ખાલી 10 મીનિટ માટે તેના પિતાને જેલના અધિકારીઓ મળવા દેતા હતા. જેલમાં કોઈ પણ પુસ્તક લઈ જવાનો પ્રતિબંધ હોવાને કારણે તે જેલની બહાર જ પરીક્ષાની તૈયારી કરતી હતી. અને આજે તેની સફળતા રંગ લાવી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment