સમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ આદતો…

68

ભાગદોડ વાળી દીનચર્યા, અવ્યવસ્થિત જીવનશૈલી, કામનો થાક અને માનસિક તનાવની વચ્ચે ખરાબ આદતો હાલના સમયમાં લોકોની મુશ્કેલી વધારી રહી છે. કેમ કે એમની શારીરિક શક્તિ દિનપ્રતિદિન ઘટતી જાય છે. જાણકાર આને ગંભીર ચિંતાનો વિષય ગણાવે છે.

કલીનીકલ ન્યુટ્રીશન, ડાઈટીશિયન અને હિલ યોર બોડીના સંસ્થાપક રજત ત્રેહન ને કહ્યું કે લોકો એ આ વિચારવાની જરૂર છે કે શારીરિક શક્તિ ઘટાડતી કઈ ખરાબ આદતો છે જેને છોડીને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે છે.

ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેની નવી રીપોર્ટ મુજબ, ભારતની કુલ ૧૩૦ કરોડની વસ્તીમાંથી ૨૮.૬ ટકા લોકો તંબાકુનું સેવન કરે છે. રીપોર્ટમાં આશ્ચર્યચકિત કરનારી બાબત સામે આવી છે કે લગભગ ૧૮.૪ ટકા યુવાન તો તંબાકુ, સહિત ખૈની, બીટલ, અફીમ, ગાંજો જેવા અનેક ખતરનાક પદાર્થોનું સેવન કરે છે.

ગત વર્ષે આવેલી ડબલ્યુ.એચ.ઓની ગ્લોબલ સ્ટેટસ રીપોર્ટમાં પણ ચિંતાજનક આકડા સામે આવ્યા હતા. ૨૦૧૭ માં આવેલી આ રીપોર્ટ મુજબ, ભારતમાં વીતેલ ૧૧ વર્ષેમાં પ્રતિ વ્યક્તિએ શરાબનો ઉપયોગ બમણો થયો છે. જયારે ૧૧ વર્ષ પહેલા એક વ્યક્તિ ૩ લીટર શરાબ પીતું હતું તેમજ વીતેલા ૧૧ વર્ષમાં વધીને ૬ લીટર થઇ ગઈ છે.

રીપોર્ટ મુજબ, આ દસકામાં ભારતીય યુવાનોમાં તંબાકુ અને શરાબ સિવાય બીજા એક નશીલા પદાર્થની લત જડપથી વધી રહી છે. એ નશીલો પદાર્થ છે ડ્રગ્સ. ડ્રગ્સને અન્ય માદક પદાર્થોના સેવનથી શારીરિક કાર્યક્ષમતા બનાવી રાખવામાં ઉર્જાનો અધિકતમ ઉપયોગ થાય છે, આગળ જતા આ નશીલા પદાર્થ યકૃત અને ફેફસામાં વિષેલા પદાર્થના રૂપમાં જમા થાય છે.

ખાન-પાનની આદતો પણ વીતેલા થોડાક સમયમાં જડપથી બદલી છે. સામાન્ય ફૂડથી લઇને જંકફૂડની માત્ર શહેરોમાં જ નહિ પણ ગ્રામીણ વિસ્તારમાં પણ પગ પસારો કરી રહયા છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ક્લીન્ટની રીપોર્ટ મુજબ ૩૫ ટકા ભારતીયો અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં એકવાર ફાસ્ટફૂડ ખાય છે.

ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થના એક સર્વે મુજબ, ૧૪ ટકા સ્કુલના બાળકો મોટાપાના શિકાર છે. જંકફૂડમાં જરૂરી પોષણ તત્વોની ઉણપના લીધે મોટાપો વધે છે, ઓછી ઉમરમાં કોલેસ્ટ્રોલ વધવાનો જોખમ અને લીવર અને ખોરાક પચાવનારા અન્ય અંગોને જંકફૂડ પચાવા માટે વધારે ઉર્જા અને હાર્મોનલ સ્ત્રાવની જરૂર પડે છે, કેમ કે આ ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઈડ્રેટ અને વસાનું પ્રમાણ વધારે હોય છે.

બદલાતી જીવનશૈલી અને શહેરી લાઈફસ્ટાઈલ ઓછી નીંદરનું પ્રમુખ કારણ છે. કામનો થાક, શિક્ષાનો દબાવ, સંબંધમાં પડેલી દરાર, તનાવ અને અન્ય સમસ્યાઓને કારણે લોકોને ઊંઘ નથી આવતી. યુવા વધારે સમય મુવી જોવામાં અને રાત્રે પાર્ટી કરવામાં વિતાવે છે.

જાણકારો જણાવે છે કે ઊંઘની ઉણપના લીધે તનાવના હાર્મોનસ રીલીઝ થાય છે. આ ટેસ્ટોસ્ટેરોન ઓછું કરે છે, ઓછી ઊંઘના લીધે હદયરોગ અને મોટાપો વધવાનો જોખમ બની રહે છે. ઓછી ઊંઘના લીધે શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે એવામાં વસાનો ઉદ્દભવ થાય છે, જેના લીધે મધુમેહ એટલે કે ડાયાબીટીસનો જોખમ ઘણા અંશ સુધી વધી જાય છે.

યોગ, ધ્યાન અને વ્યાયામ આ ત્રણેય વસ્તુ શરીર અને શરીર સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવાની સંજીવની છે. આ બધા તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનને સામાન્ય (રકત વહન) અને હાર્મોન્સને જાળવી રાખે છે એની સાથે જ શારીરિક ઉર્જા અને એની કાર્યક્ષમતાને બનાવી રાખે છે. શારીરિક વ્યાયામ કરતા સમયે આપના શરીરમાંથી વસા અને કેલેરી ખર્ચ થાય છે, જેનાથી શરીરને વધુ ઉર્જા મળે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment