“સાંભાર ભાત” આ ભાતની વેરાઈટી પાપડ કે દહીં સાથે પીરસવામાં આવે છે… એક વાર ટ્રાય જરૂર કરજો…

127

સાંભાર ભાત, તમિલનાડુ પ્રદેશનો મુખ્ય ખોરાક છે. અહીના તમિલ લોકો રોજ જમવામાં આ વાનગીનો ઉપયોગ કરે છે. મને આ વાનગી બહુ ગમે, કારણ એ જ કે આ સ્વાદિષ્ટ છે, પૌષ્ટિક છે અને બનવામાં બહુ જ સરળ છે. આ વાનગીમાં ચોખા, દાળ, શાકભાજી અને બહુ જ સરસ એવી સંભારની ફ્લેવર. આ બધું જ છે એટલે એક complete meal.

સામગ્રી :

૧ વાડકો ચોખા, ૧/૪ વાડકો તુવેરની દાલ, સરગવાના નાના-નાના થોડા કટકા, ૧/૪ વાડકો ફણસી, થોડી લાંબી સુધારવી, ૧/૪ વાડકો ગાજર, લાંબા કટકા, ૧/૪ વાડકો ડુંગળી, લાંબી સુધારવી, ૧/૪ વાડકો ટામેટા, જીના સમારેલા, થોડા લીમડાના પાન, આમલીનું પાણી ૨-૩ ચમચી, ૧ ચમચી સાંભર મસાલો, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી લાલ મરચું, મીઠું, ૨-૩ ચમચી તેલ, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી હિંગ, ૨ ચમચી જીણી સમારેલી કોથમીર

રીત :

દાળ અને ચોખા ને ભેગા કરી ધોઈ લો.પૂરતા પાણી માં ૩૦-૪૦ min માટે પલળવા મૂકી દો.

કુકર માં તેલ ગરમ કરો .. તેલ માં રાઈ નાખો . ત્યાર બાદ હિંગ નાખી ડુંગળી અને લીમડા ના પાન ઉમેરો.

થોડી સેકન્ડ્સ માટે હલાવો. હવે એમાં બધા શાક ઉમેરો , થોડું મીઠું નાખો અને ૧ min હલાવો.

હવે એમાં બધા મસાલા નાખો-સાંભર મસાલો , હળદર, લાલ મરચું અને હલાવો.

પલાળેલા દાળ ચોખા ઉમેરો . ૨ ગ્લાસ પાણી ઉમેરો.

આ વાનગી આપણી ઢીલી ખીચડી જેવી થાય એટલે એ પ્રમાણે પાણી ઉમેરવું. પાણી ના માપ નો આધાર દાળ ચોખા ની અને પાણી ની ગુણવત્તા પર આધાર રાખે છે.

બધું હલાવી ને સરસ મિક્ષ કરો. એકાદ ઉભરો આવે એટલે આંબલી નું પાણી ઉમેરો . ૧-૨ min સુધી ઉકાળવા દો . વચ્ચે વચ્ચે હલાવતા રહો.

કુકર બંધ કરી માધ્યમ આંચ પર ૩-૪ સીટી વગાડો . ઠરે એટલે હલાવી કોથમીર થી સજાવટ કરી ગરમ ગરમ પીરસો.

તમિલનાડુ ના જુનવાણી લોકો દાળ ચોખા અલગ અલગ રાંધી ને પછી મિક્ષ કરે , પણ અહી બતાવેલ રીત એક ઝડપી version છે જેમાં સ્વાદ અને ફ્લેવર એવા જ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment