સમાપ્ત થયો પ્રતીક્ષાનો સમય, સામે આવી છે રણવીર અને દીપિકાના લગ્નની તસ્વીરો તો જોવાનું ચૂકશો નહિ

99

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઇટલી પહોચીયા બાદ તેમના ફેન્શ તે લોકોની નવી તસ્વીરો માટે સોસીયલ મીડિયા પર આતુરતા પૂર્વક ખાખા ખોળી કરી રહ્યા હતા. પણ તે લોકોને કોઈપણ નવી તસ્વીરો મળી આવી ન હતી. ૧૪ નવેમ્બરે કોકણી રીવાજ મુજબ લગ્નની વિધિઓની થોડીક તસ્વીરો સામે આવી હતી. પણ દુલ્હા દુલ્હનના ફેન્શ તેનાથી નિરાશ હતા, કારણ કે એ તસ્વીરોમાં તે લોકોના સ્ટાર કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ નજરે દેખાતા ન હતા. પણ અંતે ગઈ રાત્રીએ દુલ્હા દુલ્હને પોતાના ચહિતા ફેન્શ માટે પોતાના લગ્નની ખુબસુરત તસ્વીરોનો ગુલદસ્તો આપીયો.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્શની છેવટે પ્રતીક્ષા પૂરી થઇ. લાંબા સમયાંતર પછી તે લોકોના લગ્નની ઓફિશ્યલ તસ્વીરો સામે આવી. તમને જણાવીએ કે દીપિકા અને રણવીરે ઈટલીમાં આવેલ વિલ દેલ બાલબીયાનેલોમાં પહેલા ૧૪ નવેમ્બરે કોકણી રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા, અને ત્યાર બાદ ૧૫ નવેમ્બરે બીજી વખત સિંધી રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. એ દરમ્યાન દુરથી લેવાયેલી તસ્વીરો સામે આવી હતી. પણ ફેન્શ દુલ્હા દુલ્હનની એક પણ જલક માણી શક્યા ન હતા. જેથી તે લોકો તેમની તસ્વીરો માટે આતુરતા પૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા.

છેવટે દીપવીરની ઓફિશ્યલ તસ્વીરો સામે આવી. લગ્નના લાલ લિબાસમાં દીપિકા પાદુકોણ એકદમ સુંદર દેખાઈ રહી હતી, અને સાથે સાથે રણવીર પણ અલગ અંદાજમાં દેખાઈ આવીયો હતો.

રણવીર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાના લગ્નની પહેલી તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં બંને એકદમ સુંદર દેખાય આવે છે. રણવીર સિંહે કોકણી અને સિંધી બંને લગ્નની તસ્વીરો શેર કરી હતી. ત્યાર બાદ દીપિકાએ પણ પોતાના સોસીયલ મીડિયામાં આજ તસ્વીરો શેર કરી હતી.

 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment