શરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…

136
sandhana-dukhavana-gharelu-upachar

શરીરમાં સાંધામાં થતા દુઃખાવાને દવા વગર ઘરેલૂ ઉપચારથી કરો દૂર

ગઠિયા એક એવો રોગ છે, જે થવાથી શરીરનાં સાંધામાં દુઃખાવો શરૂ થવા લાગે છે. આ રોગ થવાનું કારણ શરીરમાં યૂરિક એસિડ વધવાનું છે. તે વધવાથી શરીરનાં સાંધામાં નાના-નાના ક્રિસ્ટલ જમા થવા લાગે છે, જેના લીધે સાંધામાં દુઃખાવો થાય છે. તે સિવાય આ સમસ્યા થવાથી સાંધામાં સોજા આવી જાય છે અને દર્દીને હલન-ચલન કરવામાં મુશ્કેલી પડે છે. આ રોગ ઘુટન, આંગળીઓમાં થયા પછી કાંડા, કોણી, ખભા પર દુઃખાવો શરૂ થાય છે. આ સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મેળવવા માટે ડોક્ટરની દવાની સાથે કેટલાંક ઘરેલૂ ઉપાય કરવાછી તમે આ દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો.

બટેકાનો રસદરરોજ 100 મિ.લી બટાકાનો રસ પીવાથી દુઃખાવામાંથી છૂટકારો મળે છે, પરંતુ તેને ભોજન કરતા પહેલાં પીઓ.

સુંઠસુંઠ એટલે કે સુકાયેલું આદુ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેને ગઠીયાની સમસ્યા હોય તેના માટે બહુ ફાયદાકારક છે. તેનું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો. તેમજ સૂંઠ વા ના રોગો માટે સૌથી ઉત્તમ દવા છે. જે શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય ત્યારે થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લેવું. તેનાથી દુ:ખાવાથી તરત જ રાહત મળશે.

એલોવેરા જેલગઠિયાના કારણથી થતા દુઃખાવામાંથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ તેના પર લગાવવું. તેનાથી તમને દુઃખાવામાં જલ્દી રાહત થઈ જાય છે.

લસણગઠિયાના દર્દીઓ માટે લસણ બહુ ફાયદાકારક હોય છે. તો તમે તેનું સેવન કરવાનું પસંદ ન કરતા હોવ તો તેમાં સંચળ, જીરું, હીંગ, કાળા મરી અને સૂંઠ જેની વસ્તુઓને 2-2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો. તેને દુઃખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. લસણથી પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાની બીમારી વગેરેમાં પણ એક દવા જેવું કામ કરે છે.

એરંડાનું તેલસાંધામાં વધારે દુઃખાવો થતો હોય ત્યારે એરંડાના તેલની માલિશ કરવી. તેનાથી દુઃખાવામાં જલ્દીથી રાહત મળે છે અને સાથે સોજા પણ ઓછા થઈ જાય છે.

સ્ટીમ બાથગઠિયાના દુઃખાવામાંથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ બાથ લેવું અને પછી જૈતૂનનાં તેલથી માલિશ કરવી.

બથુઆના પાનનો રસ

ગઠિયાના દર્દીએ રાહત મેળવવા માટે પાલકના પાનનો રસ રામબાણ ઈલાજ છે. દરરોજ 15 ગ્રામ તાથા પાલકનાં પાનનો રસ પીવો પરંતુ તેના સ્વાદ માટે તમે કઈં મિક્સ કરી શકો છો. આ ઉપાય સતત ત્રણ મહિના સુધી કરનાથી હંમેશા માટે રાહત મળશે.

અજમાનું તેલ10 ગ્રામ અજમાનું તેલ 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્સ કરીને એક બોટલમાં રાખો. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુઃખાવો કે, માથાનો, કે કમરનો દુખાવો થાય ત્યારે અજમાનાં તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે. તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્યભાગોમાં થતાં દુખાવાને પણ દૂર કરે છે.

ગાજરગઠિયાના દુ:ખાવામાં ગાજર બહુ ફાયદાકારક છે. ગાજરને ગરમ પાણીમા ઉકાળીને પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ કાચા ગાજરનો રસ પીવાથી વધારે લાભ થાય છે. ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી સાંધાના દુઃખાવામાંથી દુખાવાથી છુટકારો મળે છે. તેમા પણ જો આમળાનો રસ મિક્સ કરવામાં આવે તો તે વધુ ગુણકારી બની જાય છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment