સાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો પુત્ર ક્યા દેશનો થશે નાગરિક ??

70

ભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક થોડા દિવસ પહેલા એક બાળકના માતા-પિતા બન્યા છે. એક બાજુ અનેક લોકો તે બંનેને અભિનંદન અને મુબારક આપી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયા પર ફરીથી એક વાર લોકોએ એ સવાલો ઉઠાવ્યા છે કે છેવટે આ બાળક ક્યાં દેશને પોતાનો માનશે ? અને ક્યા દેશની નાગરિકતાથી તે ઓળખાશે ? કારણ કે શોએબ માલિક પાકિસ્તાની ક્રિકેટર છે અને તેની પાસે પાકિસ્તાની નાગરિકતા પણ છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબે આઠ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા ધરાવતી ભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે શાદી – લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પછી પણ આજની તારીખે સાનિયા મિર્ઝાએ તેની ભારતીય નાગરિકતા જાળવી રાખી છે. અને આજે પણ તે ટેનીસ ખેલાડી તરીકે ભારત તરફથી જ રમે છે. આથી અત્યારે દરેક લોકોને એ પ્રશ્ન થાય છે કે આખરે તેનું બાળક ક્યા દેશને અપનાવશે ? ક્યા દેશનો થશે નાગરિક ? તો ચાલો તમને જણાવીએ તે બાળકના માતા-પિતા બનેલા ખેલાડી સાનિયા મિર્ઝા અને ક્રિકેટર શોએબ માલિક શું વિચારે છે તેના વિશે, શું મંતવ્ય છે તે બંનેનું ?

ભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિકના બાળકનો જન્મ ભારતમાં થયો છે.

મહત્વની બાબત એ છે કે સાનિયા મિર્ઝાએ ભારતના હૈદ્રાબાદમાં બાળકને જન્મ આપ્યો છે. આ પછી સોશ્યલ મીડિયામાં તે બાળકની નાગરિકતા બાબતે ફરીથી અનેક સવાલ થવા લાગ્યા છે. આ બાળકનો જન્મ ભારતમાં થયો છે, અને તે બાળકની માતા સાનિયા આજની તારીખે પણ, પાકિસ્તાની સાથે લગ્ન કરવા છતાં ભારતીય નાગરિકતા ધરાવે છે. તેથી નવજાત બાળક આપમેળે કાનૂની રીતે પણ ભારતીય નાગરીક્તાનો હક્કદાર બને છે. પણ સવાલ એ છે કે આ બાબતે તે બાળકના પિતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક શું વિચારે છે. તેનો અભિપ્રાય શું છે ?

શોએબ માલિકે ખુશી વ્યક્ત કરી :

ભારતની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિકના ઘરે નાનકડા બાળ મહેમાનની પધરામણી થઇ છે. શોએબ માલિકે પિતા બનવાના આ ગુડ ન્યુઝને ટ્વીટર પર શેર કરી છે. બાળકના જન્મની ખુશ ખબર જણાવતા શોએબે એમ પણ કહ્યું કે સાનિયાની તબિયત સારી છે, સ્વસ્થ છે. શોએબે લોકોએ આપેલા અભિનંદન માટે લોકોનો આભાર પણ માન્યો હતો. શોએબે લખ્યું હતું કે, “मै बेहद उत्साहित हू l बेटा हुआ है l माय गर्ल (सानिया) की सेहत ठीक है, और वह हंमेशाकी तरह स्ट्रोंग है l आप सबकी दुआओंके लिए शुक्रिया, # Baby Mirza Malik, ” તમને જણાવીએ કે સાનિયા અને શોએબે તેના બાળકનું નામ ઇઝાન મિર્ઝા માલિક રાખ્યું છે. ઇઝાનનો અર્થ અરબી ભાષામાં, “खुदा का तौफा ” થાય છે.

સાનિયા અને શોએબનો પુત્ર ભારત કે પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તેવી શક્યતા છે :

પાકિસ્તાની ન્યુઝ પેપર ધ એક્સપ્રેસ ટ્રીબ્યુને શોએબના હવાલાથી એવા હેતુસર સમાચાર આપતા કહ્યું કે શક્ય છે કે સાનિયા અને શોએબનો પુત્ર ભારત કે પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તેવી શક્યતા છે. જો કે શોએબે આ વાત બાળકના જન્મ પહેલા લાહોરના ગદ્દાફી સ્ટેડીયમમાં પાક મીડિયાને કહી હતી.

શક્ય છે સાનિયા અને શોએબના પુત્રને દુબઈની નાગરિકતા પ્રાપ્ત થાય :

સાનિયા અને શોએબે લગ્ન ભારતમાં કર્યા હતા. ત્યાર પછી બંને થોડા દિવસો માટે પાકિસ્તાન ગયા હતા. પરંતુ આ કપલ પાકિસ્તાનમાં નહિ પણ દુબઈમાં રહે છે. દુબઈમાં તેમણે પોતાનું એક ઘર પણ લઇ રાખ્યું છે. આમ જુઓ તો સાનિયા મોટા ભાગનો સમય ભારતમાં કે ભારતવતી ટેનીસ રમવા માટે બહારના દેશમાં વિતાવે છે. આવા સમયે એવું લાગે છે કે સાનિયા અને શોએબનો પુત્ર દુબઈની નાગરિકતા સ્વીકારે.

મને હિન્દુસ્તાની હોવાનો ગર્વ છે. — સાનિયા

સાનિયા મિર્ઝાને ટી.વી. શો યારોં કિ બારાતમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, “જો તમારા બાળકને ખેલ પ્રત્યે રૂચિ હોય તો તે ક્યાં દેશ તરફથી રમશે ?”

ત્યારે સાનિયાએ જવાબ આપ્યો હતો કે, “સાચું કહું તો મારા અને શોએબ વચ્ચે આ બાબતે ક્યારેય કોઈ ચર્ચા થઇ નથી. જેથી મને ખબર નથી. શક્ય છે કદાચ તે કોઈ ખેલાડી બનવા ન પણ ઈચ્છતો હોય. તેને બદલે તે એકટર, શિક્ષક કે ડોક્ટર બનવા માગતો હોય. જો કે અત્યારે તો આ દૂરની વાત છે પણ મને હિન્દુસ્તાની હોવાનો ગર્વ છે અને શોએબને પાકિસ્તાની હોવા પર. પણ સાચું કહું તો અમને બંનેને પતિ-પત્ની હોવા પર ગર્વ છે.”

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment