સાંજના ભોજનમાં આ ચીજનો ઉપયોગ ન કરો નહિતર તમને આવી શકે છે “જાડાપણું કે સ્થૂળતા”

30

જો તમને સાંજના ભોજનમાં જંકફૂડ ખાવાની ટેવ છે તો, સાવધાન થઇ જાવ. તેનાથી તમારા સ્વાસ્થ્યને તો ચોક્કસ નુકસાન થાય જ છે તે સાથે તમારી ઊંઘને પણ અસર કરી ઊંઘ ઓછી કરે છે. જેથી તમારા શરીરમાં સ્થૂળતાને તમે સામે ચાલીને આમંત્રણ આપો છો. આમ જુઓ તો અત્યારે લગભગ દરેક વ્યક્તિની જીવનશૈલી બદલાઈ ગઈ છે. કામ કરવાની પદ્ધતિ, રાતના ઉજાગરા, કામ કરવાનો સમય, ઘડીયાળના કાંટે ચાલતી માનવ જિંદગી કે પછી સાવ બેઠાળુ જીવન જીવતા લોકોના આરોગ્ય સાથે સ્વયં પોતે જ ચેડા કરી તેનાં આરોગ્યને સામે ચાલીને નુકશાન પહોચાડે છે. નથી સમયસર લોકો ઊંઘ લેતા કે નથી પોતાના શરીરને આરામ આપતા. કંઈપણ કામ ન હોવા છતાં લોકો કારણ વગર રાતના ઉજાગરા કરીને જંકફૂડ ખાઈને કે બિન આરોગ્યપદ નાસ્તા કરીને પોતાના આરોગ્યને કારણ વગર નુકશાન પહોચાડે છે.

અમુક અભ્યાસ અને સંશોધન દ્વારાએ વાત જાણવામાં આવી છે કે સાંજના કે રાતના ભોજનમાં જંકફૂડ ખાવાથી કે આરોગ્યને નુકશાનકારક નાસ્તા કરવાથી, તમારી ઊંઘની આ ખરાબ આદત કે ગુણવત્તા આ જંકફૂડની લાલચ સાથે જોડાયેલ છે. અને તેનો ઉપયોગ કરતા સહભાગીઓના જાડાપણું કે શરીરની સ્થૂળતા, ડાયાબીટીસ અને આવા બીજા તમારા શરીરના સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યા સાથે તે બાબત જોડાયેલ છે.

અમેરિકા નાટક સનમાં આવેલ એરિજોના વિશ્વ વિદ્યાલયના મનોચિકિત્સક વિભાગના માઈકલ એ ગ્રૈનડનર કહે છે કે, “પ્રયોગશાળામાં આ વિશે અભ્યાસ કરતા જાણવામાં આવ્યું છે કે સાંજના કે રાતના ભોજનમાં જંકફૂડકે બિન આરોગ્યપ્રદ નાસ્તો કરવાની કે ખાવાની લાલચથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે એટલે કે તમારી ઊંઘનાં કલાકોમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ ટેવ આગળ જતા તમને સાંજના કે રાતના અસ્વસ્થ નાસ્તાની આદત કે ટેવમાં બદલી શકે છે. જેનાથી તમારા શરીરમાં જાડાપણું કે સ્થૂળતા વધી જાય છે. એરિજોના વિશ્વ વિદ્યાલયના મનોચિકિત્સક વિભાગના માઈકલ એ ગ્રૈનડનર આ ઉપરાંત કહે છે કે “ ખરાબ ઊંઘ, જંકફૂડ ખાવાની લાલચ અને સાંજના કે રાતના સમયે બિન આરોગ્યપ્રદ નાસ્તાનો સંબંધ એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે લઇ શકાય છે કે ઊંઘની મેટાબોલિઝમની ક્રિયાના સંચાલનમાં તે ખાસ અસર કરે છે.

આમ જુઓ તો ટેલીફોનીક વાતચીતમાં કરવામાં આવેલ વાત મુજબ આ અભ્યાસને બાલ્ટીમોરમાં એસોસીએટેડ પ્રોફેશનલસ્લીપ સોસાયટીઝ એલેલસી (એપીએસેસ) ની 32મી વાર્ષિક બેઠકમાં આ અહેવાલને રજુ કરવામાં આવેલ છે. આ અધ્યયનમાં 3,105 વયસ્કોના લેવામાં આવેલ આંકડાઓનો અભ્યાસ કરી તેના પર થતી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ બાબત જાણવામાં આવી હતી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment