સંજય દત્ત જેટલા કોન્ફિડન્સ સાથે જીવવું મુશ્કેલ છે. – રણબીર

125
sanju-movie-sanjay-dutt-and-ranbir-kapoor

સંજય દત્ત જેટલા કોન્ફિડન્સ સાથે જીવવું મુશ્કેલ છે. –રણબીર

રણબીરને ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ થઇ ગયા છે. તેને પોતાના કરિયરથી ખુશી તો છે પણ સંતોષ નથી. તે કહે છે કે મારે હજી ઘણુબધુ કરવાનું છે અને મને પસંદ હોય તે જ કામ કરું છું. હું વર્તમાનમાં જીવું છું. જોકે અભિનેતા રણબીર કપૂરે સંજય દત્તના જીવન પરથી બનેલી તેની બાયોપિક ફિલ્મ સંજૂમાં સંજય દત્તનું પાત્ર ભજવવા માટે ખૂબ મહેનત કરી છે. તેના માટે તેમણે 13 કિલો વજન પણ વધાર્યું છે. સંજય દત્તના જીવનના અલગ અલગ પહેલુને સ્પર્શવા માટે રણબીર છ પ્રકારના લુકમાં જોવા મળશે. આ ફિલ્મથી રણબીરની ઘણી આશા જોડાયેલી છે. તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ પણ આ ફિલ્મ બની શકે તેવું કહી શકાય છે. ફિલ્મના ટીઝરને લોકો ખૂબ વખાણી રહ્યા છે, તેથી રણબીર માટે કરીયરનો ગ્રાફ ઊંચો જાય તેવી શક્યતાઓ આ ફિલ્મ પછી વધી જાય તો નવાઇ નથી.


સંજય દત્તના જીવનને પડદા પર લાવવાનું કામ નિર્દેશક રાજકુમાર હિરાણી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સંજય દત્ત પોતાના જીવન દરમિયાન અલગ અલગ સમયે અનેક લુકમાં અને સમય ગાળામાં રહ્યા છે. તેમના જીવનની ફિલ્મી કરીયરની શરૂઆતથી લઇને તેમના જેલ જવાના સમય દરમિયાન તેમનો લુક ઘણીવાર બદલાયો છે. તેથી રણબીર કપૂર પણ ફિલ્મમાં અનેક પ્રકારના લુકમાં જોવા મળશે. સંજય દત્તની શરૂઆતની ફિલ્મો રોકીથી લઇને ખલનાયક સુધી અને તેમના જેલ જવા સુધીની ભૂમિકામાં રણબીર જોવા મળશે. રણબીર સિવાય આ ફિલ્મમાં સોનમ કપૂર પણ છે. તે ઉપરાંત લાંબા સમય પછી ફિલ્મી દુનિયામાં પાછી ફરી રહેલી દીયામિર્ઝા પણ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાના પાત્રમાં જોવા મળશે. પરેશ રાવલ સંજય દત્તના પિતા સુનિલ દત્તના પાત્રમાં અને મનિષા કોઇરાલા માતા નરગીસના પાત્રમાં જોવા મળશે.


સંજૂનું ટીઝર હાલમાં જ રીલીઝ થયું છે અને ટીઝરમાં રણબીર સંજય જેવા જ લાગી રહ્યા છે. તેમની ફિલ્મોમાં અલગ કિરદારમાં પણ જોવા મળી રહ્યા છે. દોઢ મિનિટનું આ ટીઝર જોવામાં ખૂબ જ રસપ્રદ છે.

તેમાં સંજય દત્તની શરૂઆતની કરિયરથી લઇને જેલમાંથી પાછા ફર્યા સુધીના કિસ્સાઓને દેખાડવામાં આવ્યા છે. ટીઝરમાં સંજય દત્ત બનેલા રણબીર કપૂર કહે છે કે તેમણે ઘડીયા ઔર હથકડીયાદોનોપહની હૈ, 308 લડકીયો કે સાથ ડેટીંગ પણ કરી ચૂક્યા છે. ટીઝર જોઇને ફિલ્મ જોવાનો ઉત્સાહ ખરેખર વધી ગયો છે. ટીઝરની શરૂઆતમાં દેખાડવામાં આવ્યું છે કે સંજય દત્તનું જીવન સાપસીડીની જેમ ક્યારેક અપ તો ક્યારેક ડાઉન રહેલું છે. 22 વર્ષની ઉંમરમાં ડ્રગ્સના કારણે તેઓ માંદગીમાં સપડાઇ ગયા. થોડા સમય પછી ફરીથી બોડી બનાવીને સૌને ચોંકાવી દીધા. સંજય દત્તના જીવન સાથે જોડાયેલી નાની મોટી વાતોનો ઉલ્લેખ ટીઝરમાં કરવામાં આવ્યો છે. ફિલ્મ વિશે અને કરિયર વિશે થયેલી રણબીર કપૂર સાથેની વાતચિત

— સંજય દત્તના જીવન પરથી બનેલી ફિલ્મ સંજૂ વિશે શું કહેશો.

સંજય દત્તે પોતાના જીવન વિશે રાજકુમાર હિરાણીને ખૂબ જ વિસ્તારથી માહિતી આપેલ છે. તેમણે પોતાના જીવન વિશે ઢોંગ કર્યો નથી. તેમનો પ્રચાર કરવા કે લોકપ્રિયતા મેળવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી નથી. તેમને ફિલ્મમાં ભગવાન તરીકે પણ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મમાં અભિનેતાના જીવનના સારા અને નરસા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. તેના માટે નિર્દેશકના ખરેખર વખાણ કરવા જોઇએ કે તેમણે સંજય દત્તના જીવન પર બાયોપિક બનાવવાનો વિચાર કર્યો. સંજય દત્તજીના જીવનના દરેક પહેલુંને ખૂબ જ ઇમાનદારીથી આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યા છે.

— ફિલ્મમાં જીવનના ક્યા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.

સંજય દત્તજીના જીવન પરથી બનેલી ફિલ્મમાં તેમના જીવનની દરેક બાબતનેઆવરી લેવામાં આવી છે. ફિલ્મમાં તેમના માનવીય પક્ષ, તેમની તકલીફો, તેમનીં લાઇફમાં આવેલા પછડાટ, કરીયર અને જીવનની નિષ્ફળતા, તેમના સંઘર્ષની વાતો, તેમણએ જેલમાં જે વિતાવ્યો તે સમય, તેમના પર લાગેલાઆતંકવાદના આરોપ, તેમણે કરેલ ડ્રગ્સના સેવન વિશેનો સમયગાળો, તેમની પહેલી ફિલ્મ રીલીઝ થવાની હતી તેના બે દિવસ પહેલા તેમની માતાનું મૃત્યુ થયું તે સમયમાં તેમણે પોતાને કઇ રીતે સાચવ્યા તે વિશે, તેમના પિતા સાથેના સંબંધો વિશેની વાત દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમણે પોતાના જીવનમાં કરેલા તમામ સંઘર્ષને ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે.

— ફિલ્મ કર્યા પછી સંજય દત્ત વિશે શું જાણવા મળ્યું. રોલ કેટલો મુશ્કેલ રહ્યો.

હું અત્યાર સુધી એક અલગ સંજય દત્તને જાણું છું જે એક ફેમીલી ફ્રેન્ડ છે, જે મને મોટા ભાઇ તરીકે રાખે છે. હું તેમનો પણ ફેન છું. અત્યાર સુધી હું એવા સંજય દત્તને ઓળખતો હતો જે ખલનાયક જેવો હતો, એક સ્ટાઇલ આઇકોન હતો, કાનમાં ક્રોસ પહેરતો હતો, તેના કપડાંની સ્ટાઇલ અલગ હતી.

ફિલ્મ દરમિયાન મને તેમની લાઇફની જર્ની વિશે જે જાણવા મળ્યું તે મારા માટે ખૂબ શોકીંગ હતું. તેમનો રોલ ભજવવો તે મારા માટે ખૂબ મુશ્કે રહ્યો કારણકે તેમના જેવો કોન્ફડન્સ લાવવો સૌથી મુશ્કેલ કાર્ય રહ્યું.

— શું તમારી બાયોપિક ક્યારેય જોવા મળશે.

મને નથી લાગતું કે હું મારા જીવનને લઇને ક્યારેય આટલો બધો પ્રામાણિક બની શકીશ કે મારી વાર્તાને હું પડદા પર લોકો સમક્ષ રજૂ કરવાની હિંમત કરી શકું.

દરેક પાસે સંજય દત્ત જેવી હિંમત હોતી નથી કારણકે બાયોપિકમાં ફક્ત સારી બાબતો જ નહીં તેમના નબળા પાસાને પણ રજૂ કરવામાં આવે છે. જે ખૂબ જ મુશ્કેલ છે.

— ફિલ્મના હિટ થવા અને ફ્લોપ થવા વિશે શું કહેશો.

જ્યારે મારી કોઇ ફિલ્મ હિટ થાય છે, ને દર્શકોને પસંદ આવે છે, તો મારું એક જ રીએક્શન હોય છે કે આ વખતે બચી ગયો. જ્યારે કોઇ ફિલ્મ ફ્લોપ થાય છે, તો તે ઘણુબધુશીખવીને જાય છે. તે સમયે સમજાય છે કે એક કલાકાર તરીકે હું ક્યાં ઊભો છું અને એક વ્યક્તિ તરીકે મારે ક્યાં હોવું જોઇએ. મને લાગે છે કે સફળતાની સાથે સાથે તમને નિષ્ફળતાને પણ સ્વીકારતા આવડવું જોઇએ.

— છેલ્લા દસ વર્ષમાં તમારામાં કોઇ ફેરફાર થયેલો અનુભવો છો.

મને નથી લાગતું કે મારામાં કોઇ ફેરફાર થયો છે. હું એક કલાકાર છું અને પોતાને ફિલ્મોનો સૌથી મોટો ફેન માનું છું. જીવનમાં ઊતાર-ચઢાવ આવતા રહે છે, તેની સાથે જ જીવન જીવવાની સાચી મજા છે. ઘણા સારા અને ખરાબ સમાચારોની સાથે આપણે જીવીએ છીએ.

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment