સપાટીની ઠંડકના કારણે ચંદ્ર 50 મીટર સુધી સકોચાય ગયો છે, નાસાએ રીપોર્ટમાં જણાવ્યું તેની પાછળનું કારણ…

4

અમેરિકાના નેશનલ એર સ્પેસ મ્યુઝીયમે એક રીપોર્ટમાં કહ્યું કે ચંદ્રમાં સકોચાતો જાય છે. એવું તેની અંદરની સપાટી ઠંડી થવાના કારણે થઇ રહ્યું છે. વીતેલા કરોડો વર્ષોમાં પૃથ્વીનો આ ઉપગ્રહ ૫૦ મીટર સુધી સકોચાય ચુક્યો છે. તેના કારણે ત્યાં ભૂકંપ આવી રહ્યા છે. એમાંથી અમુકની તીવ્રતા સ્કેલ પર ૫ સુધી આંકવામાં આવી છે. આ રીપોર્ટ નેચર જીયોસાઈન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

અમેરિકાના નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝીયમના વૈજ્ઞાનિક થોમસ વેટર્સની મુજબ, ચંદ્રની સપાટી પર કરચલીઓ કઈક એજ રીતે દેખાય રહી છે, જેમ કે અંગુરના કિશમિશ બનવવા દરમિયાન દેખાય છે. છતાં પણ, બનેમાં માત્ર એટલું જ અંતર છે કે અંગુરની બહારની સપાટી લચીલી હોય છે, જયારે સંકોચાય જવાથી ચંદ્રની સપાટી ફાટવા લાગે છે.

ચંદ્રમાં પર બની રહ્યા છે થર્સ્ટ ફોલ્ટ: વેટર્સનું કહેવું છે કે સકોચવા પર થર્સ્ટ ફોલ્ટ બનવા લાગ્યા છે. આ પ્રક્રિયામાં ચંદ્રની એક સપાટી બીજા પર ચડવા લાગે છે. તેના કારણે ત્યાં તીવ્ર ગતિથી ભૂકંપ આવી રહ્યા છે. તેમનું કહેવું  છે કે થર્સ્ટ ફોલ્ટનો આકાર પગથીયા જેવું હોય છે. લગભગ ૧૦ મીટર ઉચા ફોલ્ટ ઘણા કિલોમીટર સુધી ફેલાયેલા છે.

અપોલો મિશનમાં રાખેલા ઉપકરણોથી ખબર પડી.

વેટર્સનું કહેવું છે કે અપોલો મિશન ૧૧, ૧૨, ૧૪, ૧૫ અને ૧૬ દ્વારા ચંદ્ર પર સેસ્મોમીટર્સ રાખેલા હતા. તેનાથી મળનારા દેતાની ગણના કરવાથી જ વૈજ્ઞાનિક ચંદ્ર પર થઇ રહેલા ફેરફાર અને ભૂકંપની જાણકારી મેળવી રહ્યા છે.

અપોલો ૧૧ દ્વારા ચંદ્ર પર સ્થાપીત કરવામાં આવેલ સેસ્મોમીટર ત્રણ અઠવાડિયા સુધી જ કામ કરી શક્યું, પરંતુ બકિના ઉપકરણો પરથી ખબર પડી કે ૧૯૯૬ થી ૭૭ ની વચ્ચે ઉપગ્રહ પર ૨૮ નાના ભૂકંપ આવ્યા હતા. રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૨ થી ૫ સુધી આંકવામાં આવી. જયારે અભ્યાસ વધુ ઊંડાણમાં કરવામાં આવ્યો ખબર પડી કે એમાંથી ૮ ભૂકંપ ફોલ્ટના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં આવ્યા હતા.

એટલું જ નહી ધરતીની જેમ ચંદ્ર પર કોઈ ટેક્નોનીક પ્લેટ નથી. તેમ છતાં અહી ટેક્નોનીક ગતિવિધિ થવાથી વૈજ્ઞાનિક પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. વિશેષજ્ઞો વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્ર એવી ગતિવિધિ ઉર્જા ખોવાની પ્રક્રિયામાં ૪.૫ અરબ વર્ષ પહેલા થઇ હતી. આ કારણે ચંદ્રની સપાટી કિશમિશ જેવી થઇ ગઈ છે તેથી ધરતીકંપ પણ થાય છે.

વૈજ્ઞાનિકો માને છે કે ઉર્જા ગુમાવવાની પ્રક્રિયાના કારણે છેલ્લા લાખો વર્ષોથી ૧૫૦ ફીટ (૫૦ મીટર) સુધી સકોચાય ચુક્યો છે. યુનીવર્સીટી ઓફ મેરી લેન્ડના ભૂગર્ભ વૈજ્ઞાનિક નિકોલસ ચેમરે કહ્યું કે તેની સંભાવના ઘણી વધુ છે કે લાખો વર્ષો પહેલા થયેલી ભૂગર્ભીય ગતિવિધીયો આજે પણ ચાલે છે.

જણાવી દઈએ કે સૌથી પહેલા અપોલો મિશનના અવકાશ યાત્રીઓએ ૧૯૬૦ અને ૧૯૭૦ ના દશકમાં ચદ્રની ભૂમિ પર ભૂકંપીય ગતિવિધિયોને માપવાનું શરુ કર્યું હતું તેમનું આ વિશ્લેષણ નેચર જિઓસાઇન્સમાં પ્રકાશિત પણ થયું હતું. એમાં ચંદ્ર પર આવનારા ભૂકંપોનો અભ્યાસ હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment