આંગળીઓને જેમ દરેક શખ્સના જીભની પણ પ્રિન્ટ અલગ અલગ હોય છે… જાણો આવી જ બીજી રસપ્રદ માહિતી…

14

આપણે હંમેશા આપણી ભાગદોડવાળી જિંદગીમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, પરંતુ આપણા વિશે વિચારવાનો જરા પણ સમય નથી મળતો. સ્વાસ્થય આપણી સૌથી મોટી ચિંતા હોવી જોઈએ. તેને નજરઅંદાજ કરતા આપણે જરા પણ વિચારતા નથી. બિઝી લાઈફમાં જિંદગીના અનેક તથ્યોથી આપણે અજાણ રહીએ છીએ. જેને જાણવા આપણા માટે બહુ જ જરૂરી છે. આવામાં કેટલાક રોચક તથ્યો અમે રજૂ કરીએ છીએ. થોડો સમય કાઢીને તમે તેને જરૂર વાંચી લેજો. તે તમારી થાકવાળી જિંદગીમાં આરામના કેટલાક પળ આપશે.

1. લસણને કાચુ ખાવાથી પગમાં તાકાત આવે છે.

2. મધ ખાવાથી હેંગઓવર મટી જાય છે

3. ગરમીમાં શરીર 3 ગેલન સુધીનો પરસેવો વહાવડાવે છે.

4. તમારું દિમાગ નક્કી કરે છે કે, સમય તેજીથી અથવા જલ્દીથી પસાર થઈ રહ્યો છે

5. દરેક 100માંથી 5 બાળકોને દુનિયામાં બ્લડપ્રેશરની બીમારી છે.

6. આંગળીઓને જેમ દરેક શખ્સના જીભની પણ પ્રિન્ટ અલગ અલગ હોય છે

7. દિમાગ એ દરેક બાબત યાદ રાખે છે જે તે જુએ અથવા સાંભળે છે

8. દિવસમાં માત્ર 30 મિનીટ ચાલવાથી હાર્ટ એટેકનો ખતરો 60 ટકા ઓછો થઈ જાય છે

9. કેટલાક લોકો ઈચ્છીને પણ વજન ઓછું નથી કરી શક્તા. તેનું કારણ તેમના શરીરમાં ફેટ સેલ અન્ય લોકોની સરખામણીમાં વધુ હોય છે.

10. આપણા શરીરના કુલ વજનના માત્ર 2 ટકા ભારવાળા દિમાગને 20 ટકા ઓક્સિજન અને કેલેરી જોઈતી હોય છે.

11. 20 વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિને પોતાના શરીરની તપાસ વર્ષમાં એકવાર કરાવવી જોઈે. જેનાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સુગરની તપાસ સૌથી પહેલા કરાવવી જોઈએ.

12. ખાવાનો નશો પણ કોઈ ડ્રગ્સના નશા જેવો હોય છે. જેમ તમારું દિમાગ કોઈ ડિશ વિશે વિચારે છે, તો તે એડિક્ટિવ થઈ જાય છે. જેમ કે ડ્રગ્સ.

13. કસરત કરવાથી મહિલાઓમાં કેન્સર થવાની શક્યતાઓ ઓછી થાય છે. પરંતુ તેની સામે પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ.

14. બેકિંગ સોડાથી બ્રેશ કરવાથી દાંતોની ચમક પરત આવી જાય છે.

15. માણસનો મોટાપા ગર્ભમાં મળેલા તેના ભોજન પર પણ નિર્ભર કરે છે.

16. નખ, ભ્રમર, હોઠ અને ગુપ્તાંગના ઉપરના હિસ્સા પર ક્યારેય પસીનો નથી આવતો.

17. દુનિયામાં ગોરા લોકો

ત્ર 20 હજાર વર્ષ પહેલા જ આવ્યા છે, તે પહેલાથી જ માણસની ત્વચાનો રંગ કાળો અને ઘઉંવર્ણો હતો.

18. ફેસબુક કે સોશિયલ મીડિયાના ઉપયોગથી નબળી યાદશક્તિ તેજ થાય છે. એક રિસર્ચ અનુસાર, જૂની વાતો અને પરિવાર સાથે વિતાવેલો સારો સમય પણ લોકોને લાંબા સમય સુધી યાદ રહે છે.

19. ફળ અને શાકભાજી વધુ ખાનારાઓના શરીરમાં આપોઆપ Salicylic Acid પેટમાં બને છે. જે અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં કામ આવે છે.

20. આપણા શરીરમાં દર વખતે એક હજારથી વધુ અલગ અલગ બેક્ટેરીયા રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment