સાવધાન! મચ્છર મારવાની દવાઓ આપી શકે છે તમને આ મોટી બીમારીઓ

91

જો તમે ઘણી વખત વસ્તુઓ મુકીને ભૂલી જાવ છો તો ચેતવી જજો ક્યાંક આનું કારણ મચ્છરો ભગાડવાની કીટનાશક દવાઓ તો નથી ને. વાતાવરણ બદલતા જ મચ્છરોથી થનારી બીમારીઓ જેમકે ડેન્ગું, મલેરિયા પોતે જમાવડો કરવા લાગે છે. મચ્છર માત્ર શરીરમાંથી તમારું લોહી જ નથી ચૂસતા પરંતુ ઘણી જાનલેવા બીમારીઓના વાયરસ પણ તમારા શરીરમાં છોડે છે. એવું કરવાથી તમારા મગજના સ્વાસ્થ્ય પર અસર નાખીને તમને આ મોટી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. જાણો કેવીરીતે?

અમેરિકી શોધકર્તાઓ પ્રમાણે કીટનાશક દવા ડીડીટી (ડાઈક્લોરો-ડાયફીનાઈલ-ટ્રાયક્લોરોએથેન)ના વધારે પ્રમાણમાં સંપર્કમાં આવવાથી અલ્જાઈમર થવાનો જોખમ વધી જાય છે. અલ્જાઈમરથી પીડિત વ્યક્તિમાં ભ્રમમાં રહેવું, કોઈપણ કારણવિના આવેશમાં આવવું, મૂડમાં જડપથી ફેરફાર આવવો અને લાંબા સમયે મેમરી જવી જેવા લક્ષણ જોવા મળે છે. જામા ન્યુરોલોજીમાં પ્રકાશિત એક અધ્યયનમાં બતાવામાં આવ્યું છે કે અલ્જાઈમસર્સના દર્દીઓના શરીરમાં ડીડીટીનું સ્તર કોઈપણ સ્વસ્થ વ્યક્તિની તુલનામાં ચારગણું વધારે જોવા મળ્યું. અમુક દેશોમાં ડીડીટીનો ઉપયોગ મેલેરિયા માટે જવાબદાર મચ્છરોને મારવા માટે હજી પણ થાય છે.

બીજું વિશ્વયુધ્ધ પૂરું થયા પછી મેલેરિયા નિયંત્રણ માટે ડીડીટીનો મોટા પ્રમાણમાં સફળતાપુર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘અલ્જાઈમર રીસર્ચ યુકે’નું કહેવું છે કે અલ્જાઈમર અને ડીડીટીના સંબંધની હજી વધુ તપાસ કરવાની જરૂર છે.

ડીડીટી પર પ્રતિબંધ

બીજું વિશ્વયુધ્ધ પૂરું થયા બાદ અમુક ખાસ પ્રકારના પાકના જીવજંતુઓને બચાવવા માટે પણ મોટા સ્તર ઉપર ઉપયોગ કરવામાં આવ્યો. છતાં માનવીય સ્વાસ્થ્ય અને પર્યાવરણ, ખાસ કરીને શિકારી પક્ષીઓ પર દુષ્પ્રભાવ વિશે પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. અમેરિકામાં ડીડીટીના ઉપયોગ પર વર્ષ ૧૯૭૨માં પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. ઘણા બીજા દેશોમાં પણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સગઠન મેલેરિયાના નિવારણ માટે ડીડીટીના ઉપયોગ માટે હજીપણ ભાર આપે છે. ડીડીટી માણસના શરીરમાં પણ મળે છે જ્યાં તે ડીડીએ (ડાઈક્લોરો-ડાયફીનાઈલ-ડાઈક્લોરો-ઈથીલીન) માં બદલી જાય છે.

રટગર્સ અને એમોરી યુનિવર્સીટીમાં શોધકર્તાઓના એક દળે અલ્જાઈમરથી પીડિત ૮૬ દર્દીઓના લોહીમાં ડીડીઇના સ્તરની તપાસ કરી. એમણે જોયું કે અલ્જાઈમરના દર્દીઓમાં ડીડીઇનું સ્તર ત્રણગણું વધારે મળ્યું. પરંતુ છતાં આ બાબત હજી એકદમ સ્પસ્ટ નથી કેમકે અમુક એવા લોકોમાં પણ ડીડીઇની માત્રા વધારે મળી છે જે એકદમ સ્વસ્થ છે.

‘અલ્જાઈમર રીસર્ચ યુકે’ના શોધ પ્રમુખ ડોકટર સાઈમન રિડલ કહે છે કે, “ડીડીટીના કારણે અલ્જાઈમરનો જોખમ વધે છે, આની પુષ્ઠી માટે અત્યારે હજી શોધ કરવાની જરૂરિયાત છે.”

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર

Leave a comment