સેઝવાન બ્રેડ ક્યુબ્સ – અચાનક કશું ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટ બનતી ને ટેસ્ટી આ ડિશ ભૂલ્યા વગર નોંધી લે જો !!

29

આજે આપણે એક એવી રેસિપિ બનાવશું કે જે ચોમાસા માં તો ખાવાની મજા જ આવી જાય પણ ક્યારેક બને એવું કે થોડી થોડી ભુખ લાગી હોય અને કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય તો આ રેસિપિ એના માટે પરફેક્ટ છે અને આ રેસિપિ ની સામગ્રી એવી છે જે ગમે ત્યારે ઘર માં હાજર હોય તો બનાવો. 

સામગ્રી

4 થી 5 વાઈટ બ્રેડ

1 ટી સ્પૂન સેઝવાન સોસ

1 ટી સ્પૂન ટોમેટો સોસ

1/2 ટી સ્પૂન સોયા સોસ

1 ટી સ્પૂન વિનેગર

1 ટી સ્પૂન બટર

1 વાટકી ઝીણી સમારેલ ડુંગળી

1 ટી સ્પૂન આદું લસણ ઝીણા સમારેલ

3 થી 4 ટી સ્પૂન તેલ

ગાર્નીશ માટે

કોથમીર

લીલી ડુંગળી

બનાવાની રીત

સૌ પ્રથમ બ્રેડ ની સાઈડ કટ કરી બ્રેડ ને ચોરસ શેપ માં કટ કરો.(એક બ્રેડ માંથી આશરે 9 ચોરસ પીસ થશે)
આ રીતે બધી બ્રેડ ના ટુકડા કરી લેવાહવે એક પેન માં બટર ઉમેરો બટર ગરમ થાય એટલે તેમાં બ્રેડ ના ટુકડા નાખો ધીમા તાપે બંને બાજુ કડક થવા દો.
કડક થઇ જાય એટલે સાઈડ માં રાખી દો.હવે બીજા એક પેન માં તેલ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં સમારેલ આદું લસણ અને ઝીણી સમારેલ ડુંગળી ઉમેરો.
2 થી 3 મિનિટ સાંતળો.હવે તેમાં સેઝવાન સોસ,ટામેટા સોસ,સોયા સોસ અને વિનેગર ઉમેરી 1 કપ પાણી નાખી બધું બરાબર મિક્ષ કરો.
પાણી બળી જાય અને તેલ છુટવા લાગે એટલે રોસ્ટ કરેલા બ્રેડ ના કટકા ઉમેરી બધું મિક્સ કરો.ગરમા ગરમ જ સર્વ કરો.

તો તૈયાર છે એકદમ ટેસ્ટી સેઝવાન બ્રેડ ક્યુબ્સનોંધઃસેઝવાન સોસ હાજર ના હોય તો સૂકા લાલ મરચાં ને 10 મિનિટ પાણી માં પલાળી અને મિક્સર માં પીસી લેવા. અને એ પેસ્ટ ઉમેરી દેવી. મીઠું જરૂર પડે તો ઉમેરવું. લીલી ડુંગળી હાજર ના હોય તો કોથમીર થી ગાર્નીશ કરવું

રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment